________________
૩૮૬
પ્રકરણ ૩૭ મું.
અને સરસામાન સંભાળી લે. કારણ કે મેનકા ગયા પછી તમને કોણ બતાવશે ?' એમ પરવારવાની સૂચના કરી બસંતીલાલ પિતાની એરડીમાં આવ્યો.
પિણાનવ થયા કે મારૂતીપ્રસાદ અને દુર્ગ, મેનકાને તેડવા માટે ઉપર આવ્યાં. સાથે હેલકરી પણ લતાં આવ્યાં હતાં. મેનક્રા તે તૈયાર થઈને જ બેઠી હતી, હેકરી પાસે બંને પેટીઓ ઉપડાવી તેઓ નીચે ઉતર્યો. મેનકા અને દુર્ગા તરત ટેકસીમાં બેસી ગયાં અને મારૂતીપ્રસાદ જરા બાજુમાં જઈ બસંતીલાલને બાકીના રૂપીઆ એક હજારની નેટ ગણું આપી વેચાણની વિધિ પૂરી કરી ટેકસીમાં બેઠે. બકુલે મેનકાને ખૂબ વહાલ કરી બેલાવી, “અમને તો તારા વિના બહુ સુનું લાગશે. અત્યારે તે નાટકમાં જઈ પરાણે આનંદમાં વખત કાઢી આવીશું. તારા ગામ પહોંચે એટલે કાગળ લખજે.” એમ દંપૂર્વક વિવેક કર્યો. પછી પરસ્પર નમસ્કાર કરવા લાગ્યાં અને ટેકસી ઉપડી.
બકુલ અને બસંતીલાલ હસતાં હસતાં ઉપર ચડવ્યાં, અને ઓરડીમાં જઈ એક બીજાને તાળીઓ આપી પિતાના પરાક્રમમાં મેળવેલી ફત્તેહની ખુશાલી જાહેર કરવા લાગ્યાં.
બસંતીલાલ–કેમ બકુલ! એકદિવસમાં બેહજારની નેટ પકવી.”
બકુલ–“આવું આંટકાંટનું કામ તે તમને પુરૂષોને જ આવડે, અમને સ્ત્રીઓને તે ન આવડે.”
બસંતીલાલ–“અરે! તમે સ્ત્રીઓ તો અમારા કરતાં વધારે પરાક્રમનાં કામ કરે છે. રાત્રે આવનારને કેવા ફંદામાં ફસાવી રૂપીઆ કઢાવો છે? તે વખતે કાંઈ વિચાર થાય છે? આ સદે કરનાર જેને કેણ હતું ? સ્ત્રી કે પુરૂષ ? વળી મને સલાહ આપનાર આ બકુલ શું પુરૂષ હતો ? પુરૂષો તો ભેળા, તે તે બિચારા છેતરાય. કપટજાળમાં તે તમે અમારાથી વધારે ચડીતાં છે.” આમ એક બીજની તારીફ કરી મશ્કરીમાં વખત ગુજારવા લાગ્યાં. નાટકમાં
જવાનું તો મેનકાને છેતરવા માટે એક બહાનું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com