________________
૨૨૬
પ્રકરણ ૨૬ મું.
મીલએજંટ હોવાથી સરકારમાં તેમજ વેપારીવર્ગમાં સારી લાગવગ ધરાવતા હતા. તે લાગવગને ઉપયોગ કરવાની આ ટાણે સારી તક મળી. ભદ્રાપુરીના દીક્ષાના વરઘેડાની માફક આ વરઘોડામાં પણ મીલીટરી બંડની ગોઠવણ કરવામાં આવી. દીક્ષાના સાતે ઉમેદવારને ઉમદા પિશાક પહેરાવી શણગારી રાજકુમાર જેવા બનાવી જુદી જુદી બબ્બે ઘડાની ગાડીમાં બેસાડવામાં આવ્યા. દરેક ગાડી આગળ બડ, સાજન આગળ બંડ, સ્ત્રીઓ આગળ ભૈ, એમ આખે વડે એડમય બનાવી દીધો પરંતુ અંદરથી લાલભાઈનું હૃદય કંપતું હોવાથી પોલીસ બંદોબસ્ત રાખવાની જરૂર પડી હતી. તોપણ ચડસને લઇને પિતાનાથી બની શકે તેટલા પૂરભપકાથી લાલભાઇએ વરઘોડે ચડાવ્યો.
લાલભાઈશેઠની ધર્મપત્ની હરકોઈબાઈને તો આવી પ્રવૃત્તિ બરાબર રૂચતી નહતી પણ શું કરે? તે લાલભાઇના દબાણ આગળ લાચાર હતી, તેથી સ્ત્રીમંડળમાં જે કે તે આગેવાની ભરેલો ભાગ લેતી હતી છતાં તે બધું વગર મનથી કરતી હતી. વરઘેડ ચાલવા માંડ્યો કે આ પ્રસંગને અનુસરતું, કોઈ જાણભેદુએ દીક્ષાર્થીઓનાં નામ સાથેનું તૈયાર કરેલું ધળ એક સ્ત્રીએ મધુર સાથે નીચે પ્રમાણે ગાવું શરૂ કર્યું
દીક્ષાને વરઘોડ!! (વ્યાજસ્તુતિ અલંકાર.)
[ રાગ-ધોળ. ચાલો બેને! દીક્ષાને વરઘોડામાં. વરઘોડાની શોભા છે અપાર, દિસે મનોહાર. દીક્ષાને દીપાવીએ. ૧ શાસનપ્રેમી ધર્મી લાલભાઈ છે, એવાં પત્ની છે હરકેરબાઈ, કેવી શ્રીમંતાઈ? દીક્ષાને દીપાવીએ. ૨ શેઠ લાલભાઈએ ડંકે કર્યો,
સાત દીક્ષાના ઉમેદવાર, કર્યા છે તૈયાર. દીક્ષાને દીપાવીએ. ૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com