________________
૩૭૬
પ્રકરણ ૩૬ મું.
જગજીવનદાસ-“કેશવલાલ.”
એ સાંભળી ઉત્તમશ્રી બારીકાઈથી સજળ આંખે જોવા લાગ્યાં અને ફરી પ્રશ્ન કર્યો “તમારું મૂળ વતન કયા ગામમાં તે યાદ છે ?”
જગજીવનદાસ–“હા. ચંદ્રાવતીમાં, અને મારી માએ પણ ચંદ્રાવતીમાંજ દીક્ષા લીધી હતી એટલું યાદ છે. મારી મા તમારા જેવાં જ હતાં.”
આ સાંભળી ઉત્તમશ્રીના મનમાં થવા લાગ્યું કે “શું આ મારે જગલે તો નહીં હોય ? બધું મળતું આવે છે. એજ હોય તો કેવું સારું ? મારું નસીબ બદલાઈ જાય. હવે તે સંકાનું નિરાકરણ કરવા દે.” આમ તેમની ઉત્કંઠા વધવાથી ઉત્તમશ્રી બેલ્યાં “ભાઈ ખોટું લાગે તે માફ કરજે, તમને જેવાથી અને હકીકત જાણવાથી મને એમ લાગે છે કે તમે મારા છોકરા જગલા જેવા જણુઓ છો.”
જગજીવનદાસ-“હા, બા, હું તારે જગલોજ, એજ તારે તેફાની જગલે. જર્મની ગયા પછી પિસે મળવાથી જગલો બદલાઈ શેઠ જગજીવનદાસ લૈટરીવાળા લોકો મને કહે છે પણ બા ! હું તારે જગલેજ છું. હવે તને આમ દુઃખી મુકી ખસવા માગતા નથી. તું મારી સાથે ચાલ અને સુખથી રહે. અગર હું તારી જોડે રહું અને તારી ચાકરી કરું.”
બંનેની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. થોડી વાર સુધી તો બંને બોલી શક્યાં નહીં. આ દેખાવથી રમણિકલાલ ચતુરા વિગેરેની આંખો પણ સાબુ બની ગઈ.
ચતુરા–“ઉત્તમશ્રી ! તમે મને જે કહેતાં હતાં તે સર્વ વાતનું સમાધાન થાય છે. દીક્ષા છેડી ક્યાં જઈને બેસું એવી તમારી જે મુશ્કેલી હતી તે નીકળી જાય છે. સારા નસીબે આ સંયોગ ઉભા કરેલા જણાય છે માટે લાભ લઈ લે. સંસારમાં રહી ધર્મકરણું ક્યાં કરી શકાતી નથી? આમ દુઃખ ભોગવવું અને આર્તધ્યાન કરી જીવન
ખરાબ કરવું તેના કરતાં આવા પુત્રને ત્યાં રહેવાથી શું નુકસાન ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
મુશ્કેલી હતી પણ લઈ લે.
સ
ને
આર્તધ્યાન કરી