________________
( ૩૯૮)
તૈયાર છે! વાંચવાલાયક સામાજિક નવલકથા.
સુંદર ચાર ચિત્ર સાથે.
કમનસીબ કુમારિકા.
લેખક મહાસુખભાઈ ચુનીલાલ, કીંમત, ૦–૧૨–૦ ટપાલ ખરચ ૦–૨–૦.
આ નવલકથામાં ન્યાતના આગેવાનોના અસત્ય, અન્યાય, અધર્મ, પક્ષપાત, સ્વાર્થ અને પ્રપંચની જાળમાં ફસાયેલી એક નિર્દોષ કમળ કુમારિકાને અને તેના કુટુંબને કરૂણાજનક અસરકારક હેવાલ છે. તેવા ન્યાતના આગેવાને કેવી ખટપટો અને કેવા પ્રપંચે કરે છે, લોકલાગણી કેવી ઉશ્કેરાય છે, વાતાવરણમાં કેવા પડઘા પડે છે, કેરટની મદદ કેવી રીતે મળે છે, લોકટીકાથી હૃદય ઉપર કેવું દબાણ થાય છે અને તેનું કેવું પરિણામ આવે છે, ખિન્ન થયેલું હૃદય કેવા પ્રકારનો માર્ગ લે છે વગેરે વગેરે દેખાવો તથા હાસ્યરસમય બેધદાયક ધોળ અને ગઝલ તથા હદયભેદક કાવ્યો આ નવલકથામાં દષ્ટિગોચર થાય છે. વાચકવર્ગના હૃદય ઉપર છાપ પાડે તેવાં કેટલાંક આકર્ષક સુંદર ચિત્રો મુકેલાં છે. પાકા પૂંઠાનું સુંદર પુસ્તક છે. આ પુસ્તક નીચેના ઠેકાણેથી રોકડી કીંમતે અગર ટપાલ મારફત વેલ્યુપેએબલથી મળશે –
મહાસુખભાઈ ચુનીલાલ.
સુકામ-વિસનગર. જીપ્લે-ગુજરાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com