________________
જૈન મહાજન અને આચાર્યની ઉશ્કેરણ.
૧૪૩
ક સરખા જ
છે શું મકવાડ થયા
એ અત્યાર સુધીના પ્રહાર થવા વાપર, તમે
શ
લાલભાઈ–“મહારાજ ! આમ ક્રોધ ન કરીએ, સંધમાં કાંઈ સ સરખા હેય? માટે તમારે મોટું દિલ રાખવું જોઈએ.”
આચાર્ય “મોટું દિલ રાખીએ ? આ સાળો ધરમચંદજ એવે છે. તેને લીધે જ આ ભવાડે થયો.”
અત્યાર સુધી તે ધરમચંદ શેઠ ગમ ખાઈને શાંત બેસી રહ્યા હતા પણ વારંવાર ગાળાના પ્રહાર થવાથી ક્રોધાયમાન થઈને બોલ્યા
મહારાજ ! સાળા, સાળા, શબ્દો ન વાપરે, તમે તે સાધુ છે કે કોણ છે ? તમારા માટે મરી મટીએ અને પરિણામે આવાં ખાસડાં મારે તે અમને શી રીતે સહન થાય ? પાસે રહી ધામધુમથી બે દીક્ષાઓ અપાવી, વરઘોડે ચડાવ્યો, અઠ્ઠાઈઉત્સવ ભવ્ય, એ રીતે આ શહેરમાં ચોથો આરે વર્તાવી દીધો તેમાં તમને શું વિશ્ન આવ્યું ? વાંક તમારો છે અને ગાળ મને આપે છે ? ચીમનલાલ શેઠને ત્યાં છાની દીક્ષા આપી અને તે વાત પકડાઈ, તેમાં રજનું ગજ થયું, શું આ મારું કામ છે ? ચીમનલાલને ત્યાં છાની દીક્ષા આપવાનું સ્થળ રાખેલું છે, ત્યાં કેટલી બધી છાની દીક્ષાઓ અપાય છે અને ઝગડા ઉભા થાય છે તે તમે નથી જાણતા ? પાપનો ઘડે ભરાય એટલે ફટયા વગર રહે ? તમને ચેલાને લોભ કયાં ઓછો છે જે આવ્યો તેને મુંડવે, જે આવ્યો તેને મુંડ, પાછળ વળીને જોતાજ નથી, મને ઝાઝું બોલાવશે નહીં” એમ કહી ધરમચંદ ત્યાંથી રીસાઇને ઉઠવા લાગ્યા.
લાલભાઈએ તેમને હાથ પકડી બેસાડ્યા. લાલભાઈ મનમાં સમજ્યા કે હવે બાજી હાથથી ગઈ, ઘર ફૂટે ઘર જાય, એવો કીસ્સ ઉભો થયો. તેથી ધીરજ રાખી લાલભાઈ કહેવા લાગ્યા
ધરમચંદ શેઠ! આમ ગુસ્સે ન થાઓ. મહારાજને સ્વભાવ તમે નથી જાણતા ? આપણે તેમના શબ્દો ઉપર ધ્યાન આપવું ન જોઈએ. આ શહેરમાં તમે ધર્મના થાંભલા રૂપ છે તે અમે નથી સમજતા ? અત્યાર સુધી તમે ધર્મ જાળવી રાખ્યો છે. મહારાજને સત્કાર કરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com