________________
૨૯૬
પ્રકરણ ૩૧ મું.
મીઠું ઉતારી ચુલામાં નાખ, તને મારી નજર લાગવાની છે, તું તો દિવસે દિવસે રૂ૫ કાઢતી જાય છે, મેં ઉપર જરા કાળાશ હતી તે ઉતરી ગઈ, શરીરે પણ જરા ભરાતી જાય છે, જુઓને તમામ ચેળીઓ અને પિલકાં નાનાં પડે છે.”
મેનકા–“પણ તે બધા તમારે પ્રતાપને ? તમે મને અહીં નહીં રાખી હતી તો ક્યાંઈ રખડતી હોત. પેલી સરિતાની માફક મને પણ મુકી આવ્યા હતા.” એમ કહી મેનકા આભારની લાગણી બતાવવા લાગી.
વીરબા–“હું તે મનમાં મુંઝાતી હતી કે મેનકા ગ્રાહકોથી શી રીતે કામ લેશે. પહેલા દિવસે મારું કાળજાં તો એટલું બધું ધડકવા લાગ્યું કે શું થશે ? પણ હવે તે જોઇને અજબ થઈ જાઉં છું. એક દિવસ તો તમારી ગેરહાજરીમાં કોઈ આવેલા તે વખતે મને બહુ બીક લાગેલી પરંતુ મેનકા એવી હશીઆર કે બહારેખ્તાર તેણે પટાવી દીધું.”
જયંતીલાલ-મેનકાથી તેને સંતોષ થયે એટલે મારે હવે લાખો રૂપીઆ. હવે આપણું પિતાનું દુ:ખ ગયું અને પ્રભુએ સારે વખત દેખાયો. ખરેખર ભદ્રાપુરીથી આપણે સારા શુકન જોઇને આવેલાં. જે! શેરદલાલીમાં માસિક સે રૂપીઆ મળે, લાલભાઈ શેઠ પાસેથી પચાસ મળે અને પુછ આ મેનકાને! એક માસમાં કેટલા મળ્યા? મેનકા તને વાત કરતી હશે. કેટલી તો ભેટો આવી છે. એ તો તું જરા શરમાળ છે. નહીં તો છુટ લેતી થાય તો જોઈ લે બમણું કમાણું થાય છે? પણ તે તે બધું તારી મરજી ઉપર રાખેલું છે. એટલે હું વચ્ચે આડો આવતો નથી.”
મેનકા–“ના ના, એમ બેલશે નહીં, પહેલાં કરતાં હવે છુટથી બોલે છે, જુઓ અત્યારનો દાખલો. કદી આવી રીતે આપણું આગળ બેસતાં હતાં ? છેડો આટલો બધો છૂટો મુકતાં હતાં?”
વીરબાળા–“મેનકા ! હવે તારી શરમ કે પડદો હેય? તું તો રાજની રહી, તારી શરમ રાખે કેમ પાલવે ? નવા નવી બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com