________________
વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી.
૨૧૫
શિષ્યોને બેસવા માટે ઉંચી જગાએ જુદી પાટો ગોઠવી રાખવામાં આવી હતી. મંડપ પણ મેટો વિશાળ બાંધેલો હતો. થોડી વારમાં તે ચિકાર ભરાઈ ગયે. વખતસર પ્રમુખે મંડપમાં પ્રવેશ કરી સ્થાન લીધું કે તેમની પાછળ આચાર્ય પદ્મવિજયજી તેમના કેટલાક શિષ્યો સાથે આવી પાટ ઉપર પોતપોતાના સ્થાને બિરાજમાન થઈ ગયા. આ દેખાવ ઘણજ ભવ્ય અને આકર્ષક લાગતું હતું.
શરૂઆતમાં એક વિદ્યાર્થીએ મધુર સાદે જુસ્સાભેર નીચે કટાવ ગાવો શરૂ કર્યો
(કયવ ) વર્ધમાન વિદ્યાલયનૌકા, પચીસ વર્ષ પૂરાં કરી આજે, ઉર ઉમંગે, અંતર હશે, કરે પ્રવેશ છવીસમા વર્ષે. ઉત્સવ તેને ઉજવાય છે, “સીલ્વર જ્યુબીલી” એ નામે, પ્રકાશ જેને રૂપેરી છે, ચંદ્રિકા સમ શાંતિદાતા. પરમ દયાળુ મહાવીરની કૃપાદ્રષ્ટિએ દિવસ આ ઉજવવાનો પ્રસંગ આવ્યા, જયજય બોલો જય જય બોલો! પચીસ વર્ષ સુધી નૌકાએ જનતા રૂપી મહાસાગરે, સફર કરીને વિજય મેળવ્યો, ચારે પાસે કીર્તિ ગવાઈ. સફરસમયમાં વીરશરણ છે, તેફાનની વાત શું કરીએ ? વીર સાચવે, વીર બચાવે, વીર મુસાફરી પાર ઉતારે. કઈવાર કે ખડક નડે તે, સુકાન મરડી સફર કરે છે, થાય કદી જે વાવાઝોડું, શાંત રહી તે સહન કરે છે. કદી ભયંકર ડુંગર જેવાં મોજાં ઉછળે તો પણ તે તે, વીરપ્રભુના પ્રભાવબળથી શાંત થઈને શમી જાય સૌ. કઈ વાર તે ટૅપડના થાય હુમલા દુશ્મન રૂપે, પણ તેમાંથી સુકાની લો કે ધર્મપસાથે બચાવી લે છે. પચીસ વર્ષની કાર્કીદીથી કીર્તિ જામી આ નૌકાની,
દુશ્મન થાકી દૂર હઠયા છે, નિરાશ થઈને હાથ ઘસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com