________________
હું પવિત્ર સાધુસંસ્થાને તેમજ ભાગવતી દીક્ષા ચહાવાવાળા છું. સમયને અનુસરી, આચાર વિચારથી ચાલવાવાળા પવિત્ર વિચારૂ શીલ ચારિત્રવાન સાધુઓથી સાધુસંસ્થા અને જૈન સમાજને ફાયદો છે એવી માન્યતાવાળો છું. પરંતુ તે સંસ્થામાં જે જે એબ, સડા કે બદી હોય તે તે નિભાવી લઈ તેમાં વધારે કરી પ્રેગ ફેલાય એવી ભયંકર સ્થિતિ ઉભી કરવી તેનાથી હું વિરૂદ્ધ છું. તેવી બદીને ઉગતી જ છેવી જોઈએ. કોઈપણ ઉપાયે તે નાબુદ થવી જ જોઈએ. પંચ મહાવ્રતધારી સાધુનું વર્તન એવું હોવું જોઈએ કે તેમાંથી ઉશ્કેરણને, કલેશ કે નિંદાનો એક પણ અંકુર કદી રફુરાયમાન થે ન જોઈએ, તેમનાં પગલાંની સાથે સર્વત્ર સંઘમાં ઉત્સાહ આનંદ અને સંપ ફેલાઈ રહે જોઈએ, તેમનાં દર્શન થતાંજ સુલેહ અને શાંતિ વ્યાપી રહેવી જોઈએ, અને તેમનાં વચન સાંભળતાં જ ક્રોધ, ઠેષ અને કુસંપ બળી ભસ્મિભૂત થઈ જવો જોઈએ. એનું નામ સાધુ. એનું નામ ગુરૂ અને એનું નામ ધર્મ. અંગ્રેજ કવિ કાઉપર કહે છે કે
Religion should extinguish strife,
And make a calm of human life. અર્થાત “ધમેં કલેશ અને ઝગડાને ઠારી નાખવા જોઈએ અને મનુષ્યજીવનને શાંતિરૂપ બનાવવું જોઈએ.” અધિષ્ઠાતા દેવને પ્રાર્થના છે કે તેઓ એવો મંગળકારી અને શાંતિદાયક દિવસ જલદી પ્રાપ્ત કરાવે.
વાચકોને વાંચવામાં અને સમજવામાં સરળતા થઈ પડે તે ઉદ્દેશથી નવલકથામાં આવેલા કેટલાક જન પારિભાષિક શબ્દોની સમજુતી છેવટે આપી છે, શરૂઆતમાં મુખ્ય મુખ્ય પાત્રોની ઓળખાણની યાદી મુકી છે અને નવલકથામાં કપેલા પ્રદેશને નકશે પણ આપવામાં આવ્યો છે. આશા છે કે વાચકો અમૃતસરિતાને સત્કાર કરી તેને ઉદ્દેશ બર લાવી આભારી કરશે. વિસનગર
મહાસુખભાઈ ચુનીલાલ સંવત ૧૯૮૬ જેષ્ઠપૂણિમા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com