________________
૩૧૦
પ્રકરણ ૩૧ મું.
થવા દેતાં કુદરત અને પ્રકૃતિ અનુસાર મર્યાદાપૂર્વક સત્ય વસ્તુના સ્વરૂપનું ચિત્ર બતાવવામાં આવ્યું છે તેમ છતાં કદાચ આવા શૃંગારરસના કારણથી આ પ્રકરણ સ્ત્રીઓ આગળ પુરૂષોથી ન વંચાય એવી કોઈ વાચકોને શંકા ઉપસ્થિત થાય તે તે માટે આ સ્થળે એટલું ધ્યાન ઉપર લાવવા માગું છું કે જ્યાં સુધારણા કરવાનો જ સ્તુત્ય હેતુ સમાયેલ છે ત્યાં સત્ય વસ્તુને પ્રકાશમાં લાવવીજ પડે છે. વીરબાળાના સ્વભાવ જેવી ઘણી ભેળી સગુણ સ્ત્રીએ જોવામાં આવે છે. એવી નિર્દોષ બાળાઓને ફસાવવા ઘણું ધૂર્ત અને દાભિક પુરૂષ આવી રીતે યુકિતઓ રચે છે. તે બાળાઓ કપટી પુરૂષનું મલીન હૃદય પારખી શકતી નથી. સુશોભિત અલંકાર કે સુંદર વસ્ત્રો પહેરવાની સામાન્ય બાબતમાં ભેળપણને લાભ લઈ કપટી પુરૂષો “બેન, બેન” કહી કેવી રીતે પોતાનો નીચ હેતુ બર લાવે છે તેને ખ્યાલ આવી ભેળી સ્ત્રીઓના પવિત્ર હદયમાં હેત નથી. તેમનું ભોળપણું, તો એટલે સુધી આગળ વધેલું હોય છે કે દરજી પિતાને ત્યાં કપડાં શીવવા બેઠેલ હોય અને તે કદાચ પિતાના માટે શીવેલું કપડુંકબજો, ચાળી કે પલકું- પહેરી જેવાનું કહે તે ભળી સ્ત્રીઓ તે પહેરે છે અને જરા પણ શરમ રાખ્યા શીવાય પોતાના હાથ વડે શીવણની ખામીઓ બતાવી સુધારે કરવાની સૂચના કરે છે, દરજી સારો હોય તે ઠીક, નહીં તો તે પણ એવી છુટને દુરૂપયોગ કરે છે. આવા બનાવો શું વાચકની દૃષ્ટિ આગળ નથી આવતા?શું તેમાંથી અનર્થને માર્ગ ન મળી શકે ? શું તે ભળી સ્ત્રીઓના ધ્યાન ઉપર લાવવા જેવી હકીકત નથી? દુનિયામાં એવા બગઠગે પડયા છે કે જે ઉપરથી “બેન બેન” કહી ખોટે ભ્રાતૃભાવ બતાવે છે. ભોળી સ્ત્રીઓ “મેટા ભાઈ, મોટા ભાઈ” કહી નિર્મળ ભગિનીભાવને લીધે ભાઈ આગળ જરા વધારે છુટથી વાતચીત કરે છે અને વર્તન રાખે છે. પણ અફસોસ! તેજ કહેવાતે ભાઈ પ્રસંગ આવે ભાઈના રૂપમાંથી પલટાઈ ભયંકર દુશ્મન બની તે ભેળી બાળા ઉપર અત્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com