________________
૩૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા જન્મ પછી એક હજાર વર્ષ પછી યરેપની માનવજાતે સંસ્કૃતિની બારાખડી ઘૂંટી ઘૂંટીને પૂર્વમાં વિકાસ પામેલી સંસ્કૃતિનાં જીવનરૂપને પિતાના જીવતરમાં શિખવા માંડ્યાં.
પશ્ચિમની સંસ્કૃતિને દેહ આ રીતે પૂર્વની જનેતાના ઉદરમાં ઘડાયે. પશ્ચિમની સંસ્કૃતિને પૂર્વની સંસ્કાર ઘટનાઓએ સંસ્કૃતિને વારસે દીધે. આ વારસો પામીને પૂર્વના પિતૃરૂપથી પણ અધિક બનવાને એક કદમ આગળ, પશ્ચિમની સંસ્કૃતિએ ઊઠાવ્ય. આ આગળનું સંસ્કૃતિનું સ્વરૂપ મુડીવાદી ઘટનાવાળું ઉઘોગરૂપ હતું.
આ નૂતનરૂપને ધારણ કરીને, આગેકૂચને નશો કરીને આ સંસ્કૃતિ જ્યારે પૂર્વના દેશોને ગુલામ સંસ્થાને બનાવવા આવી પહોંચી ત્યારે પિતાના ભૂતકાળના વારસાને ભૂલી જઈને એણે યથેચ્છ વિહારની અભાનદશાનાં ગીતે ગાવા માંડ્યા કે, પૂર્વ, પૂર્વ છે અને પશ્ચિમ પશ્ચિમ છે, તથા બંનેનું જોડાણ કદિ થશે નહીં.”
પૂર્વની સંસ્કૃતિને હજારો વર્ષની સાધનાને વારસે પામ્યા પછી પિતાના પિતૃરૂપને પિછાનવાનો ઈન્કાર કરતી પશ્ચિમની જબાનને પ્રલાપ મિથ્યા હતા. આ ઉન્મત્ત દશા પાછળ વિજેતાને ઉન્માદ હતો. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અંતરાય બનનારી આ ઘેલછા આજે ઓછી થવા માંડી છે તથા, સંસ્કૃતિનું સ્વરૂપ, પૂર્વ કે પશ્ચિમના ભેદવાળું નથી પણ એક અને અનન્ય છે તે હકીકત વિશ્વ ઈતિહાસનું નૂતન વાચન, સંસ્કૃતિના શાણપણામાંથી પૂરવાર માંડયું છે.