________________
ઈતિહાસ એટલે સસ્કૃતિની જીવન કથા
૨૯
વિદ્યાર્થી એ જેવા દેખાય છે. યુરોપની ચિત્રશાળાની સૌ રચનાના કલાગુરુ ગ્રીસ અને ચીનને ચિત્રકાર બનવાને છે. સંસ્કૃતિના આ યુગમાં અતિપ્રાચીન એવા યહૂદી એક ભગવાનની નિરાકાર આરાધના કરતા, વિશ્વસંગીતનું પહેલુ સ્ત્રોત્ર લલકારતા, શબ્દની સુંદરતાની જમાવટ કરે છે.
વિશ્વસસ્કૃતિનું વસિયતનામુ`
સંસ્કૃતિના આ અતિપ્રાચીન સીમાસ્ત ંભ વિશ્વસંસ્કૃતિને સ ંસ્કૃતિના પૂર્વના વારસા સાંપે છે. વિશ્વમાનવતા આ વારસા ઉપર પેાતાની વિકાસક્રિયા નિપજાવે છે. આ સંસ્કારવારસાના બાળકામાં ગ્રીક બાળક, કલાના જંગી માળખામાંથી સૌન્દર્યાંની સંપૂણુતા સર્જવા મચી પડયું છે તથા કલાના ઇતિહાસને નૂતન દીશા દાખવવા માંડ્યુ છે. સ’સ્કારના એક ભારતીય સ્વરૂપે વિશ્વમિત્રનાં ચિંતન રૂપમાં બુદ્ધિની શુદ્ધિને ગાયત્રીમંત્ર રચવા માંડયો છે તથા આ મંત્રના ગ્રીક રૂપે ‘ સકારણ ’ એ જ સત્ય છે તેવા શિક્ષણના વિજ્ઞાના પાયા નાખવા માંડયો છે. ભારતના શિક્ષણુરૂપને ગળી જતી ધર્મની ઘેલછા ગ્રીક ધરતી પર પરાભવ પામી ચૂકી છે તથા ગણિત અને ખગાળ શાસ્ત્રના પાયા પર ભૌતિક વિજ્ઞાન વિકસવા માંડ્યું છે. ગ્રીસના ભેરૂબંધ ભારત પાછા પડે છે ત્યારે ગ્રીસની વિદ્યાપી વનવિજ્ઞાનના વૈજ્ઞાનિક દષ્ટિકાણના પાયા નાંખે છે. ભારતીયવન વહેમ અને જાદુએની પકડમાં સપડાય છે ત્યારે સંસ્કારતા ગ્રીક વારસદાર વૈજ્ઞાનિક વિચારસરણીના ઝ ંડા ઉંચા રાખે છે અને મનુષ્યની વ્યાખ્યા પ્રજાજન તરીકેની નહી પણ આઝાદ નાગરિક તરીકેની ધડે છે, તથા રાજકીય આઝાદીનું પ્રથમ રૂપ સર્જે છે. ગ્રીકમાનવ વિશ્વસ'સ્કૃતિને રાખણહાર બનીને લેાકશાહીને અને માનવવ્યકિતત્વના સ્વતંત્રતાના જનક અને છે.
ભૂમધ્ય પર પથરાયેલા વિશ્વસંસ્કારમાં ડૂબક ઈ તે સંસ્કૃતિના રામન શૈશવકાળ યુંરાપના ઉત્તર પ્રદેશ સુધી પહેાંચી જાય છે. યુરાપની જંગલિયત રામન સંસ્કારની સૌરભમાં સ્નાન કરવા માંડે છે, તથા કેલેન્ડર પામે છે, અને સામાજિક સલામતીની રાજકીય ઘટના તથા રાજકીય કાનૂનને પહેલાવાર ભણવા માંડે છે. વિશ્વઇતિહાસની વિશ્વસ ંસ્કૃતિનું પહેલું પ્રકરણ અહિં પૂરું થાય છે. પૂ અને પશ્ચિમી સંસ્કૃતિના પિતા-પુત્ર સબંધ
પૂર્વના મહાન દેશાએ, ઈસુના જન્મ પહેલાં, અને યરાપના પણ જન્મ પહેલાં, જગતની માનવજાત માટે સંસ્કૃતિની સર્વાંગી ધટના ધડી દીધી. આ ઘટનાએ જીવતાં કરેલાં સંસ્કૃતિનાં સ્વરૂપાને પછી ધીમે ધીમે એટલે ઈસુના