________________
ઈતિહાસ એટલે સંસ્કૃતિની જીવન કથા સંસ્કૃતિની ઘટનાનાં રૂપને આરંભ
સંસ્કૃતિની ઘટનાનાં રૂપને ભવ્ય એવો આરંભ આપણે ઈતિહાસના આરંભ સાથે જ એશિયાના દેશોમાં દેખી શકીએ છીએ. સંસ્કૃતિની આ બધી ભવ્ય ઘટનાને વારસો, જગતભરની માનવજાતને દેનાર એશિયાની માનવતા છે. આ બધી સંસ્કૃતિની ઘટનાના અતિ મહત્વના એકમ જે પાયે, મનુષ્યની ક્રિયા અથવા શ્રમકાર્ય નામને છે. સંસ્કૃતિની રચના સાથે સંકળાઈને જ માનવ પ્રાણીની ક્રિયા, શ્રમકાર્ય નામના શબ્દસંસ્કારને ધારણ કરી શકે છે.
સંસ્કૃતિની આ સાધનાના એકમ સાથે જ; સિંધુ નગરમાં સંસ્કૃતિના રૂપ જેવું ગાડાનું પૈડું શરૂ થઈને સુમેરિયામાં, ઈઝરાઈલમાં, ઈજીપ્તમાં વગેરે પ્રદેશો પર ફરવા માંડે છે. રેશમ અને ગનપાવડર ચીનમાં મળવા માંડે છે. પહેલે ઘોડેસ્વાર મધ્ય એશિયામાંથી ઘોડેસ્વારી કરીને મેસેમિયા અને ઈજીપ્તમાં જાય છે. ફીનીસિયાનાં જહાજે આફ્રિકાની પ્રદક્ષિણા કરે છે. વહાણવટાને કંપાસ ચીન બનાવે છે. સુમેરિયાના વેપારીઓ જગતને સેના અને ચાંદીનાં મૂલ્ય વાપરતાં, વેપારી કરારે લખતાં તથા નામુ લખતાં અને હુંડીઓ લખતાં શીખવે છે..
સંસ્કૃતિનું બીજું રૂપ જે સરકારનું રૂપ હોય છે તે પણ, કુટુંબધટના અને સમાજઘટનાના વિકાસમાંથી, કાયદો અને કાનૂન બનીને આર્યોના આવતા પહેલાંની દ્રવિડિયન સંસ્કૃતિમાંથી નિપજી ચૂકયું છે. આ રૂપ ભારતના જનપદ ઉપર ગ્રામપંચની ઘટના બનીને આર્યોના આગમન પહેલાં જ વિકાસ પામી ચૂક્યું છે. વિશ્વસંસ્કૃતિનું આ કાયદાનું સ્વરૂપ છે. આ સ્વરૂપમાં રાજા વિનાના વૈરાની ઘટના પણ બંધાવા માંડી છે તથા દૂર્ગોની રચના થવા માંડી છે. સરકારની આ સંસ્કાર ઘટનામાં ઇછતે જગતને વસતીગણત્રી કરતાં, વેરે નાંખતાં અને આવકવેરે નાંખતાં શીખવવા માંડ્યું છે.
વિશ્વસંસ્કૃતિનું ત્રીજું રૂપ માનવ વ્યવહારનું વિનયરૂપ છે. આ વિનયરૂપમાં સંસ્કારને સીમા સ્તંભ બનેલા તમામ પ્રાચીન દેશ પાછા પડે તેમ નથી. વિનયરૂપનાં અનેક વર્તને પૂર્વ આજે પણ પશ્ચિમને શીખવી શકે તેમ છે. આ પ્રાચીન સંસ્કૃતિના સીમા સ્તંભ પરથી જ જગત ઈતિહાસની સામાજિક ઇન્સાફની પહેલી બૂમ ઈજીપ્તમાં પડી છે. વિશ્વ ઈતિહાસની સામાજિક ઈન્સાફની પહેલી. હિજરત ઈજીપ્તની ધરતી પર નોંધાય છે. અને વિશ્વ બાંધવતાની આઝાદીની પહેલી જેહાદ જુડિયાનાં ગ્રામપંચે ઈઝરાઈલની માનવતામાંથી પેલેસ્ટાઈનના માનવ સમુદાયને આગેવાન સાયમન પૂકારે છે. .