Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૩
અપ્રમત્તતા
ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ ‘દ્રવ્યાનુયોગ થાય છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમવીતરાગટ્ટુષ્ટિવંત, પરમઅસંગ એવા મહાત્માપુરુષો તેનાં મુખ્ય પાત્ર છે. કોઈ મહતુ પુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ (પત્રાંક ૭૬૪) લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે. હે આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. (પૃ. ૩૨) T કરણાનુયોગ કે દ્રવ્યાનુયોગમાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તફાવત નથી. માત્ર બાહ્ય વ્યવહારમાં તફાવત છે. કરણાનુયોગમાં ગણિતાકારે સિદ્ધાંતો મેળવેલા છે. તેમાં તફાવત હોવાનો સંભવ નથી.
(પૃ. ૭૭૪) અનુયોગ, ધર્મકથા 0 ધર્મકથાનુયોગ સુસિદ્ધ-બાળબોધહેતુ સમજાવતાં. (પૃ. ૧૮૬) 0 સપુરુષોનાં ઘર્મચરિત્રની કથાઓ કે જેનો ઘડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે
ધર્મકથાનુયોગ”. (પૃ. ૭૫૫) ધર્મકથા ચાર પ્રકારે – આપણી, વિલેપાણી, નિર્વેદણી, સંવેગણી. (પૃ. ૬૮૪) D (મન જો) કષાયી થઈ ગયું હોય તો ધર્મકથાનુયોગ’ વિચારવો યોગ્ય છે. (પૃ. ૧૫) અપૂર્વ 2 અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું. (પૃ. ૫૫૪) I અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે, જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે,
અને જીવને ભુલવણી પણ એ જ છે. (પૃ. ૩૦૨) પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે, તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. વૃઢ પ્રેમથી અને પરમોલ્લાસથી એ અભ્યાસ જયવંત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ
કરાવશે. (પૃ. ૨૫૬). | અપ્રમત્તતા
જ્યાં કંઈ પણ પ્રમત્તદશા હોય છે ત્યાં જગતપ્રત્યયી કમનો આત્માને વિષે અવકાશ ઘટે છે. જ્યાં ક્વળ અપ્રમત્તતા વર્તે છે, ત્યાં આત્મા સિવાય બીજા કોઈ પણ ભાવનો અવકાશ વર્તે નહીં; જોકે તીર્થકરાદિક, સંપૂર્ણ એવું જ્ઞાન પામ્યા પછી, કોઈ જાતની દેહક્રિયાએ સહિત દેખાવાનું બન્યું છે, તથાપિ આત્મા, એ ક્રિયાનો અવબ્રશ પામે તો જ કરી શકે એવી ક્રિયા છે તે જ્ઞાન પછી હોઇ શકે નહીં;