Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૧
અનુયોગ, કરણ પરમાર્થને નામે આચરણ કર્યાં તે અત્યાર સુધી વૃથા થયા, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત ક૨વાનો બોધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થવિશેષનો હેતુ છે. (પૃ. ૪૩૪) જે મહાકામ માટે તું જન્મ્યો છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. (પૃ. ૧૪)
અનુભવ
એક ચિત્તે આત્મા ધ્યાવો. પ્રત્યક્ષ અનુભવ થશે. (પૃ. ૧૧)
પ્ર૦ આત્મા કોણે અનુભવ્યો કહેવાય ?
૦ તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યો કહેવાય. દૂધ ને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદાં પડે ત્યારે જુદાં કહેવાય. તેવી રીતે આત્મા અને દેહ ક્રિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં. (પૃ. ૬૮૭)
અદ્ભુત દશાના કાવ્યનો (નાટક સમયસારમાંથી, પત્રાંક ૩૨૫) અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે, તેમ એવાં કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્યરૂપે પરિણમે છે; આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. (પૃ. ૩૧૬)
એક સમ્યક્ ઉપયોગ થાય, તો પોતાને અનુભવ થાય કે કેવી અનુભવદશા પ્રગટે છે ! (પૃ. ૭૨૫) જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે ‘કેવળજ્ઞાન’ એટલે ‘મોક્ષ'; જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે એમ નથી; પરંતુ અનુભવગમ્ય છે.
બુદ્ધિબળથી નિશ્ચય કરેલો સિદ્ધાંત તેથી વિશેષ બુદ્ધિબળ અથવા તર્કથી વખતે ફરી શકે છે; પરંતુ જે વસ્તુ અનુભવગમ્ય (અનુભવસિદ્ધ) થઇ છે તે ત્રણે કાળમાં ફરી શકતી નથી. (પૃ. ૭૩૬)
D સત્પુરુષો જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના ૫રમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તો કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવો છે; ને સૂત્ર કાગળમાં લખેલ દીવો છે. (પૃ. ૭૩૪)
D અનુભવનો કોઇ પણ કાળમાં અભાવ નથી. (પૃ. ૭૩૮)
ત્ત સંબંધિત શિર્ષક : આત્મઅનુભવ
અનુયોગ, કરણ
કરણાનુયોગ સુસિદ્ધ – સુપ્રતીત વૃષ્ટિ થતાં. (પૃ. ૫૮૬)
D (મન જો) પ્રમાદી થઇ ગયું હોય તો ‘ચરણકરણાનુયોગ' વિચારવો યોગ્ય છે. (પૃ. ૧૬૫)
કરણાનુયોગ કે દ્રવ્યાનુયોગમાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તફાવત નથી. માત્ર બાહ્ય વ્યવહારમાં તફાવત છે. કરણાનુયોગમાં ગણિતાકારે સિદ્ધાંતો મેળવેલા છે. તેમાં તફાવત હોવાનો સંભવ નથી. કર્મગ્રંથ મુખ્યપણે કરણાનુયોગમાં સમાય. (પૃ. ૭૭૪-૫)