Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
_|
અનુયોગ, કરણ (ચાલુ)
૧૨ D. કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. ચરણાનુયોગમાં વ્યવહારમાં આચરી શકે તેનો સમાવેશ
કર્યો છે. સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા જ્ઞાની આપે છે, તે ચરણાનુયોગની અપેક્ષાએ; પણ કરણાનુયોગની અપેક્ષાએ નહીં; કારણ કે કરણાનુયોગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયનો ક્ષય થઈ
શકે છે, ત્યાં સુધી થઈ શકતો નથી. (પૃ. ૭૮૫) અનુયોગ, ગણિત |
દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ, તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર,
કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે “ગણિતાનુયોગ’. (પૃ. ૭૫૫) D (મન જો) જડ થઈ ગયું હોય તો “ગણિતાનુયોગ વિચારવો યોગ્ય છે. (પૃ. ૧૬૫) અનુયોગ, ચરણ D ચરણાનુયોગ સુસિદ્ધ-પદ્ધતિ વિવાદ શાંત કરતાં. (પૃ. ૫૮૬) D (મન જો) પ્રમાદી થઈ ગયું હોય તો ‘ચરણકરણાનુયોગ' વિચારવો યોગ્ય છે. (પૃ. ૧૬૫) દ્રવ્યાનુયોગનું સ્વરૂપ (જેમાં લોકને વિષે રહેલા દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પકારનું વર્ણન છે તે) સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે
ચરણાનુયોગ'. (પૃ. ૭૫૫). D ચરણાનુયોગમાં જ્ઞાનીએ અંતર્મુહૂર્ત આત્માનો અપ્રમત્ત ઉપયોગ માન્યો છે. (પૃ. ૭૮૫) 1 કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. ચરણાનુયોગમાં વ્યવહારમાં આચરી શકે તેનો સમાવેશ
કર્યો છે. સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા જ્ઞાની આપે છે, તે ચરણાનુયોગની અપેક્ષાએ; પણ કરણાનુયોગની અપેક્ષાએ નહીં, કારણ કે કરણાનુયોગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયનો ક્ષય થઈ
શકે છે, ત્યાં સુધી થઈ શકતો નથી. (પૃ. ૭૮૫). | અનુયોગ, દ્રવ્ય D દ્રવ્યાનુયોગ સુસિદ્ધ–સ્વરૂપવૃષ્ટિ થતાં. (પૃ. ૧૮૬). I લોકને વિષે રહેલાં દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે
છે, તેનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયોગ’. (પૃ. ૭૫૫) પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દૃઢ સાધનસહિત, મુમુક્ષુએ સદ્ગઆજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે. (પૃ. ૫૦૮) T મન જો શંકાશીલ થઇ ગયું હોય તો ‘દ્રવ્યાનુયોગ’ વિચારવો યોગ્ય છે. (પૃ. ૧૫) દ્રવ્યાનુયોગ પર ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુક્લધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પરુષના