Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૮
અનુકરણ || પિતા. આવી જાતનાં કોષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે તે તેં જોયું છે? પુત્ર) - હા, પિતાજી. પિતા) એમાં આડાઅવળા અંક મૂક્યા છે, તેનું કાંઈ પણ કારણ તારા સમજવામાં છે? પુત્ર), નહીં પિતાજી, મારા સમજવામાં નથી માટે આપ તે કારણ કહો. પિતા) પુત્ર! પ્રત્યક્ષ છે કે મન એ એક બહુ ચંચળ ચીજ છે; અને તેને એકાગ્ર કરવું બહુ બહુ વિકટ
છે. તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી; પાપના વિચારો ઘટતા નથી. એ એકાગ્રતા માટે બાર પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યાં છે. મનની એકાગ્રતાથી મહા યોગની શ્રેણિએ ચઢવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સત્યરુષોએ એ એક કોષ્ટકાવલી કરી છે. પંચપરમેષ્ઠીમંત્રના પાંચ અંક એમાં પહેલા મૂક્યા છે, અને પછી લોમવિલોમસ્વરૂપમાં લક્ષબંધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યા છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિરા
કરી શકે. પુત્ર પિતાજી, અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે? પિતા) લોમવિલોમ હોય તો તે ગોઠવતાં જવું પડે અને નામ સંભારતાં જવું પડે. પાંચનો અંક
મૂક્યા પછી બેનો આંકડો આવે કે “નમો લોએ સવ્વસાહૂણ” પછી “નમો અરિહંતાણં” એ વાક્ય મૂકીને “નમો સિદ્ધાણં' એ વાક્ય સંભારવું પડે. એમ પુનઃ પુનઃ લક્ષની દૃઢતા રાખતાં મન એકાગ્રતાએ પહોંચે છે. અનુક્રમબંધ હોય તો તેમ થઈ શકતું નથી; કારણ વિચાર કરવો પડતો નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ઠીમંત્રમાંથી નીકળીને સંસારતંત્રની ખટપટમાં જઈ પડે છે; અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે, જેથી સપુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે; તે બહુ સુંદર અને આત્મશાંતિને
આપનારી છે. (પૃ. ૮૪). અનુકરણ b મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું.
શ્રી કબીરનું અંતર સમજ્યા વિના ભોળાઇથી લોકો પજવવા માંડયા. આ વિક્ષેપ ટાળવા કબીરજી વેશ્યાને ત્યાં જઈ બેઠા. લોકસમૂહ પાછો વળ્યો. કબીરજી ભ્રષ્ટ થઈ ગયા એમ લોકો કહેવા લાગ્યા. સાચા ભક્તો થોડા હતા તે કબીરને વળગી રહ્યા. કબીરજીનો વિક્ષેપ તો ટળ્યો પણ બીજાએ તેનું
અનુકરણ ન કરવું. (પૃ. ૬૬૭). D નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે :
મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે;
સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પોતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. આ વચન સાપેક્ષ છે. (પૃ. ૬૬૭)