________________
જ્ઞાન અને આસ્રવ નિવૃત્તિનું સમકાલપણું કેવી રીતે ? તેનો સ્પષ્ટ ખુલાસો (૭૪)મી ગાથામાં આચાર્યજીએ પ્રદર્શિત કર્યો છે - “જીવનિબદ્ધ આ (આમવો) અધ્રુવ, અનિત્ય, અશરણ, દુઃખો અને દુઃખલો છે એમ જાણીને તેઓમાંથી નિવર્તે છે.” - આ ગાથાની અલૌકિક અપૂર્વ વ્યાખ્યા અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં અદૂભુત વૈધર્મ દૃષ્ટાંતોથી પ્રકાશી છે. ઉક્તની પુષ્ટિમાં જ્ઞાનીને જગતુના સાક્ષી તરિકે બિરદાવતો અમૃત સમયસાર કળશ (૪૮) અમૃતચંદ્રજી લલકારે છે - “એવા પ્રકારે એમ હવે પરદ્રવ્યમાંથી પરા નિવૃત્તિ વિરચીને, વિજ્ઞાનઘન સ્વભાવ “સ્વ”ને અભય થકી “પર” આસ્તિક્ય કરતો સતો, અજ્ઞાનથી ઉઠેલા કક્કર્મકલનરૂપ ક્લેશથી નિવૃત્ત એવો સ્વયં જ્ઞાનીભૂત જગતનો સાક્ષી પુરાણ પુરુષ “ઈતઃ' અહીં “ચકાસે છે – પ્રકાશે છે.'
આત્મા જ્ઞાનીભૂત કેમ લક્ષાય ? તેનો આ (૭૫)મી ગાથામાં આચાર્યજીએ લક્ષ કરાવ્યો છે - કર્મના પરિણામને અને તેમ જ નોકર્મના પરિણામને - આને આત્મા નથી કરતો, જે જાણે છે, તે શાની હોય છે. આનો પરમ અદ્દભુત પરમાર્થ પ્રકાશતાં અમૃતચંદ્રજીએ કર્નકર્મ7 વાસ્તવિક રીતે ક્યાં ઘટે ને ક્યાં ન ઘટે એનું ઊંડુ તત્ત્વજ્ઞાન સમજાવી અત્ર “સૂત્રાત્મક” “આત્મખ્યાતિમાં તલસ્પર્શી વૈજ્ઞાનિક મીમાંસા કરી છે - મોહાર્દિ અંતર કર્મ પરિણામ અને સ્પર્શાદિ બહિરુ નોકર્મ પરિણામ જે પુગલ પરિણામ હોઈ પુદ્ગલ દ્રવ્યથી કરાઈ રહ્યા છે, તેને આત્મા કરતો નથી, એટલે પરમાર્થથી તે તે પુદ્ગલ પરિણામ સાથે આત્માને કર્તૃ - કર્મત્વ સંબંધ નથી, પણ પુદ્ગલ પરિણામને આત્મા જાણે તો છે જ, એટલે કે પુલ પરિણામ જ્ઞાન તો આત્મા કરે છે, એટલે પુદ્ગલ પરિણામ જ્ઞાન સાથે જ આત્માનો કર્ણકર્મત સંબંધ છે. આ વસ્તુ અભુત તત્ત્વકલાથી ગૂંથેલ આ સળંગ પરમાર્થઘન એક જ સૂત્રાત્મક વાક્યમાં વ્યાખ્યા કરતાં “આત્મખ્યાતિ' સૂત્રમાં ઘટ-મૃત્તિકા ને ઘટ-કુંભકારના સચોટ દષ્ટાંતથી અમૃતચંદ્રાચાર્યજીએ સ્પષ્ટ વિવરી દેખાડી છે. ઈ.
ઉપરમાં જે “આત્મખ્યાતિ'માં કહ્યું તેના સારસમુચ્ચય રૂપ અમૃત સમયસાર કળશ (૪૯) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - આમ વ્યાપ્ય - વ્યાપકપણું તો તદાત્મામાં હોય, અતદાત્મમાં પણ ન જ હોય અને પુદ્ગલ ને આત્માનું તો તદાત્મપણું છે જ નહિ, અતદાત્મપણું જ છે, એટલે તેમાં વ્યાપ્ય-વ્યાપક ભાવનો સંભવ ક્યાંથી હોય ? આમ વ્યાપ્ય - વ્યાપક ભાવનો સંભવ ન હોય તો કર્ણ કર્મની સ્થિતિ પણ ક્યાંથી હોય ? એવા પ્રકારે ઉદ્દામ વિવેકરૂપ સર્વગ્રાસી “મહસુ'થી - મહાતેજ: ભારથી અજ્ઞાન - તમને ભેદી નાંખતો એવો આ પુરુષ જ્ઞાની થઈ ત્યારે કર્તુત્વશૂન્ય લસલસી રહ્યો.
પુગલકર્મને જાણતા જીવનો પુગલની સાથે કર્કર્મભાવ શું હોય છે? શું નથી હોતો? આનો સ્પષ્ટ ઉત્તર (૭૬)મી ગાથામાં આચાર્યજીએ આપ્યો છે - “અનેક પ્રકારનું પુદગલ કર્મ સ્કુટપણે જાણતો છતાં જ્ઞાની પરદ્રવ્ય પર્યાયે નથી પરણમતો નથી, નથી ગ્રહતો, નથી ઉપજતો.' - આ ગાથાનો પરમાર્થ મર્મ અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશ્યો છે - ** જ્ઞાની સ્વયં અંતરવ્યાપક થઈ બહિ:સ્થ પરદ્રવ્યના પરિણામને - કળશને મૃત્તિકાની જેમ આદિ - મધ્ય - અંતમાં વ્યાપીને - નથી ગ્રહતો નથી તથા પરિણમતો નથી અને તથા ઉપજતો, તેથી કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવા વ્યાપ્ય લક્ષણ પદ્રવ્ય પરિણામ કર્મને નહીં કરતા જ્ઞાનીનો – પુદ્ગલ કર્મને જાણતાં છતાં – પુદ્ગલ સાથે કર્કર્મભાવ નથી.” અર્થાત જ્યાં વ્યાપ્ય - વ્યાપક ભાવ હોય ત્યાં જ કÇકર્મભાવ ઘટે, પણ પુદ્ગલરૂપ પરદ્રવ્ય સાથે આત્માને તેવો વ્યાપ્ય - વ્યાપક ભાવ નથી, એટલે પુદ્ગલ પરિણામને જાણતાં છતાં આત્માનો જુગલ સાથે કર્તકર્મભાવ નથી, આ વસ્તુતત્ત્વ અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ'માં અત્યંત પરિફુટ સમજવ્યું છે અને આ લેખકે “અમૃત જ્યોતિ’ મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચ્યું છે. (૨) સ્વ પરિણામને જાણતા જીવનો પુદગલની સાથે કર્વકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? - આનો ઉત્તર (૭૭)મી ગાથામાં અભુત ગમિક સૂત્ર શૈલીથી આપ્યો છે - “અનેક પ્રકારનો સ્વક (પોતાનો) પરિણામ સ્લેટપણે જાણતો છતાં જ્ઞાની પરદ્રવ્યપર્યાયે નથી પરિણમતો, નથી રહતો, નથી ઉપજતો.' (૩) પુદ્ગલ કર્મફલને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્ણાકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? આ તૃતીય ભંગનો ઉત્તર
૭૭.