________________
રીત
ලේ
ધર્મનિષ્ઠ-ઉત્તમ-આતિથ્ય સત્કાર તથા સર્વ પ્રત્યેના સમભાવ જેવા ઉત્તમ ગુણોને લઈ તેઓશ્રીએ જીવન દરમ્યાન સર્વત્ર ચંદનની સુવાસ પ્રસરાવી છે. કુટુંબ અને સમાજ તથા ગામના અનેક પ્રશ્નોને પોતાની આગવી સમજણ શક્તિ અને સમાધાનકારી વૃત્તિને લઈને સરળતા પૂર્વક ઉકેલતા રહ્યા હતા.
આજે શ્રધ્ધાંજલીના પ્રસંગે અમારા પૂજ્ય માતુશ્રીનો વિયોગ હોવા છતાં અમારી આંખમાં વિષાદ કે આંસુ નથી – હૈયે શોકનો ડુમો નથી. આંખ અને અંતરમાં આપની અનેક વિધ સ્મૃતિઓ ઉભરાય છે, જેવી કે સયુક્ત પરિવારમાં વરસીતપ, ઉપધાન તપ, ૫૦૦ આયંબિલ, સિદ્ધિતપ, માસક્ષમણ, ૪૫ ઉપવાસ તથા અનેક તપસ્યાઓ તથા અનેકવાર તિર્થયાત્રા પ્રસંગો મહા મહોત્સવ પૂર્વક ઉજવેલ છે.
તથા પરિવારમાં અનંત લબ્ધિનિધાન શ્રી ગુરુ ગૌતમસ્વામિ, પરમ ઉપકારી શાસન સમ્રાટ પ.પૂ. આ.ભ. વિજય નેમિસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ. ભ. વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ.ભ. વિજય કસ્તુરસૂરિશ્વરજી મ.સા.ની પ્રતિમા ભરાવી અને મહા મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી (સં. ૨૦૪૩) અને ૫.પૂ.આ.ભ. નરેન્દ્રસાગરસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં (સં. ૨૦૫૩) અજારા તિર્થે (ઉના) તથા વલ્લભીપુર માં ૧૦૦મી સાલગીરી પ્રસંગે (સં. ૨૦૫૯) પ્રથમવાર વિશાળ સંખ્યામાં અઠ્ઠમતપની આરાધના કરાવી છે. તો સુરતમાં ૫.પૂ. ગુપ્તધરાશ્રીજી મ.સા.ની શુભ નિશ્રામાં (સં. ૨૦૬૨) વિશાળ સંખ્યામાં અઠ્ઠમતપની આરાધના કરાવી છે તેમજ વલ્લભીપુર થી પાલીતાણા છરિપાલિત સંઘભાવનગર-ઘોઘા બે વખત છ'રિ પાલિત સંઘ તેમજ સુરત-સમેતશિખર સંઘના સંઘપતિ બની અને વલ્લભીપુર થી ૭ કિલોમીટરે અયોધ્યાપુરમ તીર્થ ની સમગ્ર ભૂમિ દાન કરી જીવન ધન્ય બનાવ્યું છે અને આવા સુકૃત્યો દ્વારા શાસન પ્રભાવના દ્વારા શાસન અને કુટુંબની શાન વધારી છે.
છેલ્લે વલ્લભીપુર જેવા નાના ગામમાં પૂજ્ય સાધ્વીજી મ.સા. ૧૮ ઠાણા નો અષાઢ સુદ-૨ (સં. ૨૦૬૭) નો ભવ્ય ચાર્તુમાસ પ્રવેશ કરાવી તથા ચાર્તુમાસનો સમ્પૂર્ણ લાભ લઈ આપે અચાનક જ વિદાય
લીધી છે.
આજે આપની પૂણ્યતિથિએ આપની પાસેથી મળેલા સુસંસ્કારોને લઈ આપની કાયમી સ્મૃતિ તથા આપના પૂણ્યાર્થે આપે જ એકત્ર કરેલી લક્ષ્મીનો સદ્ઉપયોગ કરીને અમારા ઉપર આપના સાગર જેવા મહાન ઉપકારોના બદલામાં માત્ર બિંદુ જેટલો અમારો આ નમ્ર પ્રયત્ન છે. આ અમારી ફુલ પાંખડી સ્વરૂપે અર્પણ કરેલી આપના શ્રી ચરણોમાં શ્રધ્ધાંજલી છે.
અંતમાં, આપ અમારી આંખથી અદિઠ હોવા છતાં આપશ્રીની લાગણી, પ્રેમ, શુભેચ્છા, પ્રેરણા અને આશિર્વાદની અવિરત વર્ષા અમારા સહપરિવાર ઉપર વરસતી રહે એજ અંતરની લાગણી. જે દિવ્ય આત્માના અનુગામી બનાવનું અમારે શિરે આવી પડ્યું છે. ત્યારે અમારી જવાબદારીઓને પહોંચી વળવાની સર્બુદ્ધિ અને સાર્મથ્ય અમારામાં આવી રહે અને અમારા પૂજ્ય સ્વ. માતુશ્રીની દીપ્તી અમારા હાથે ઝાંખી ન પડે તેવા આશિર્વાદ પરમ કૃપાળુ જિનેશ્વર ભગવંત, ધર્મગુરૂઓ
અને વડીલો પાસે માંગીએ છીએ.
-:fct. :
• પુત્રો : લલિત - નરેન્દ્ર - પંકજ - વિપુલ - પરેશ - સંદિપ - શૈલેષ - મનિષ
• પુત્રવધુઓ : અ.સૌ. કિરણ - રેખા - પૂર્વિકા - ધર્મિષ્ઠા - જિતા - આશા - નિશા - હેતલ - રીના
૫.પૂ.સા. સ્મિતગિરાશ્રીજી મ.સા. (સંસારીનામ સ્વાતિબેન - યાને સોનલબેન)
• પુત્રીઓ : અ.સૌ. ભદ્રાબેન - કલ્પનાબેન - ધર્મિષ્ઠાબેન - રૂપલબેન - કાજલબેન
• પૌત્રો પરિવાર : ભવિક, કુલદિપ, અભિષેક, જય, દિપ, કરણ - ધર્મિલ - ઉર્મિલ - વંદન - મહાવીર - હેતાંશ
• પૌત્રી પરિવાર : ધારા - મેઘા - જિનિશા - આયુષી - હેતસ્વી - જિયા - કવિશા
Jain Education International
મજબ
For Private & Personal Use Only
పదదదదదదదదదదదదదదదదదద
www.jainelibrary.org