Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 590
________________ ૧૨૦૬ તરીકે તેઓ સેવા આપે છે. પોતાના વતન સાથે માતાની ઇચ્છા પૂરી કરવાનું ભૂલવાનું નહીં એવું માનનારા તથા આચરનારા શ્રી વિનોદભાઈએ ચુડા ગામે માતુશ્રી લલિતાબહેન તારાચંદ શેઠ વિવિધલક્ષી કન્યાશાળા સ્થાપી ઉપકારી માતાની ઇચ્છા પૂર્ણ કરી છે. ઝાલાવાડ ફાઉન્ડેશનમાં માતુશ્રી લલિતાબા મનીઓર્ડર સ્કીમનો લાભ લીધો છે. શ્રી ઝાલાવાડ જૈન ફાઉન્ડેશનમાં વાઇસ ચેઅરમેન તરીકે સેવા આપી રહેલા શ્રી વિનોદભાઈ સંઘ તથા ફાઉન્ડેશન અને સમાજનાં દરેક ક્ષેત્રમાં પોતાની શુભલક્ષ્મીનો ઉપયોગ કરી સેવાનાં કાર્યોને વેગ આપી રહ્યા છે. જુહુ જૈન સંઘમાં વર્ષોથી ચેરમેન તરીકે સેવા આપી રહેલા શ્રી વિનોદભાઈની હાલમાં સ્થપાયેલ જીતો (JITO) જુહુના ફાઉન્ડર ચેરમેન તરીકે તેઓની વરણી થઈ છે. જીતો મેઇનમાં ખૂબ જ અમૂલ્ય સેવા પ્રદાન કરી ખૂબ જ એક્ટિવ રહી જૈનોના ચારેય ફિરકાઓને એક કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. હંમેશાં પુરુષની સફળતામાં સ્ત્રીનો સાથ બહુ જ મહત્ત્વનો હોય છે. વિનોદભાઈની સફળતામાં હંમેશાં પોતાનાં ધર્મપત્ની ભાવનાબહેનનો બહુ જ મોટો ફાળો છે. પતિદેવ હંમેશાં દરેક કાર્યમાં સફળતા, પ્રગતિ અને યશ પામે એવી પવિત્ર ભાવનાવાળા ભાવનાબહેનને ધર્મના સંસ્કાર અને માનવસેવા વગેરેના ગુણો વારસામાં મળેલા છે. જીવો (જૈન વીમેન ફેડરેશનનાં) એક્ટિવ કમિટી મેમ્બર તરીકે કાર્ય કરી રહેલાં અને મહિલા ઉત્કર્ષ યોજના, હાયર એજ્યુકેશન, મેડિકલ કેમ્પ, વૈયાવચ્ચ વગેરેમાં ભાવનાબહેન અમૂલ્ય કાર્ય કરે છે. ચુડા ગામમાં શિક્ષણ તથા બીજા નાના ઉદ્યોગોની યોજના હાથ ધરી બહેનો–દીકરીઓને પગભર થવામાં બહુ જ મદદ કરી રહ્યાં છે. ચાર ભાઈઓ-ભાભીઓના કુટુંબને એક જુથમાં બાંધી રાખીને કુટુંબ તથા સમાજની ઉત્કૃષ્ટ સેવાઓ કરતાં ભાવનાબહેન પતિશ્રી વિનોદભાઈને હંમેશ દરેક કાર્યમાં ખૂબ જ સાથ-સહકાર આપીને સમાજની અમૂલ્ય સેવાઓ કરતાં રહે એવી અભ્યર્થના. ઉદારચરિત...... વત્સલ......અને સ્પષ્ટવક્તા છે. તેમના ત્રણ ભાઈઓ શ્રી હસમુખભાઈ, શ્રી રાજેશભાઈ અને શ્રી અશ્વિનભાઈ પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી ધંધામાં જોડાયા છે. આ ચારેય ભાઈઓ પિતાશ્રીના સમર્થ માર્ગદર્શનમાં વિકાસનો ગ્રાફ ઊંચો લઈ જાય છે. ટૂંક સમયમાં જ એક વિરાટ ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કર્યું. ભારતમાં જુદી જુદી પાંચ કંપનીઓ, અમેરિકામાં એક કંપની ટેક ઓવર કરીને તેમણે Jain Education International જિન શાસનનાં આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. કરોળિયાની માફક કાર્યશીલ અને નેપોલિયન બોનાપાર્ટનો સિદ્ધાંત દુનિયામાં અશક્ય કશુંયે નથી તથા મહંમદ ગજનીની મહત્ત્વકાંક્ષા-૧૬ વાર હાર્યા બાદ ૧૭મી વારે પ્રભાસપાટણ જીત્યે જ છૂટકારો કર્યો. વ્યક્તિએ હારથી હતાશ ન થવું અને જીતથી સંતોષ કે હરખ ન રાખવાથી તેની પ્રગતિ અપાર રહે છે. સ્કાય ઇઝ લિમિટ. પરસેવાથી પ્રાપ્ત કરેલો પૈસો પર–સેવામાં વાપરીને તેઓ પરમાત્માને પ્રસન્ન કરે છે. અમદાવાદમાં જૈનજાગૃતિ, નવરંગપુરા જૈન સંઘ, સુલભ હાર્ટકેર ફાઉન્ડેશનમાં તેઓ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. આજ સંસ્થાઓમાં મકાન માટે પણ તેમણે માતબર દાન આપેલું છે. તેમણે વહેવડાવેલી જ્ઞાનગંગાનો ઝળહળતો અને ઝગમગતો જ્યોતિકળશ એટલે સાબરમતી અને કોબા વચ્ચે તૈયાર થતું મેરુધામ છે. તારાચંદ પોપટલાલ શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂકંપપીડિતોને પણ તેમણે આંખમાં અને પાંખમાં લીધાં છે. ઝાલાવાડના સૌ સુખી સ્વાવલંબી અને સુગંધી જીવન જીવી શકે તે માટે તેમણે ઝાલાવાડ ઉદ્યોગની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે. માટે જ શ્રી ઝાલાવાડ જૈન. શ્વે. મૂ.પૂ. ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન તરીકે તેઓ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. ફ્લેક્સિબલ પેકેજિંગ ઉદ્યોગના ક્ષેત્રે તેમને વર્લ્ડ સ્ટાર' એવોર્ડ એનાયત થયો છે. તેઓ નિરામય, દીર્ઘાયુષ્ય ભોગવે અને શત શત શરદ તેમના ઉપર અમૃત તુલ્ય આશિષનો અભિષેક કરે એ જ પ્રભુ પ્રત્યે પ્રાંજલ પ્રાર્થના છે. શ્રી શશીકાંતભાઈ એલ. ઝવેરી તેમનું જીવન અત્યંત સરળ અને સાદું હતું. સચ્ચાઈ અને માનવસેવાનો પ્રયોગ તેમના દરેક કાર્યોમાં જોવા મળતો હતો. તેમણે સાધર્મિક અને શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું યોગદાન નિસ્વાર્થભાવે સતત આપ્યા કર્યું એવો આ ગ્રંથ સંપાદકને જાત અનુભવ છે. તેઓશ્રી ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને માનવરાહતની અને સમાજકલ્યાણ વિ. અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા અને For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620