Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 603
________________ ઝળહળતાં નક્ષત્રો કાર્યક્ષેત્ર બનાવ્યું છે તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચાર-શક્તિ અને કુશળ કાર્યશક્તિથી મુંબઈમાં વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે કાર્યમગ્ન રહી ખૂબ નામના મેળવેલ છે ઉપરાંત સંસ્કાર અને સેવાપરાયણતાના સદ્ગુણોથી શોભતા શ્રી હસમુખભાઈને ધર્મનો વારસો બચપણથી મળ્યો છે, આથી ધાર્મિક આયોજનમાં મહત્ત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહ્યા છે. શ્રી હસમુખભાઈએ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ ક્યારેય સેવ્યો નથી. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હંમેશાં નજર સમક્ષ રાખીને કામ કરી રહ્યા છે. જૈન સંપ્રદાયોના બધાં જ સાધુ-સાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજ્યભાવ અને વૈયાવચ્ચ આદિનો ભક્તિભાવ જોવા મળે છે. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. જીવનના સ્વપ્નાંઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથથી નહીં પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે. એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સમ્માન પામ્યા છે. એમની આજની ભવ્ય પ્રગતિ એમનાં જીવન અને કાર્યોની પ્રત્યક્ષ અને પ્રશસ્ય સિદ્ધિરૂપ છે. વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે રહીને ધંધાની દરેક ક્ષિતિજને ઉત્તરોત્તર વિકસાવે છે. શ્રી હસમુખભાઈ પોતાની વ્યાવસાયિક પ્રવૃત્તિઓની સાથે અન્ય સાંસ્કૃતિક કાર્યોને ઉત્તેજન આપવામાં તન, મન, ધનપૂર્વકનો ફાળો આપતા રહ્યા છે. તેમનાં કુનેહ, કાબેલિયાત અને કાર્યદક્ષતાનું પ્રસંગોપાત બહુમાન થતું રહ્યું છે. પોતાના વ્યવસાયમાં સાહસ પુરુષાર્થ અને દીર્ઘદૃષ્ટિ વડે પ્રગતિ કરવાની સાથે નમ્ર ભાવથી પોતાના સ્વભાવમાં રહેલા પરોપકાર અને સમાજશ્રેયના મહાન ગુણો પણ જોવા મળે છે. શ્રી હરખચંદભાઈ વીરચંદભાઈ ગાંધી હીરાની ખાણસમી મધુપુરી નગરી ઉત્તમ નરરત્નો Jain Education Intemational પ્રદાનુ કરનારી પ્રાચીન હરખચંદ વી. ગાંધી પ્રભાવતીબહેન હ. ગાંધી પ્રભાવક નગરી મહુવા શહેરમાં વીરચંદભાઈના ઘરે મોતામાની રત્નકુક્ષિમાં મોતી પ્રગટ થયું. ઈ.સ. ૧૯૧૨ના એપ્રિલ માસમાં માતાની મમતા અને પિતાની સમતાથી અવનીના આંગણે આવ્યા અને જીવનનો પિંડ ઘડાયો, નામ પડ્યું હરખચંદભાઈ. જન્મથી જ સંસ્કાર પામ્યા. પુણ્યરૂપી સૂર્યના ઉદયથી તેનું તેજ મહુવા–મુંબઈ અને ધીરે ધીરે ભારતવર્ષમાં ફેલાયું. તેઓશ્રીનાં અ.સૌ. પત્ની પ્રભાવતીબહેન પણ સુશીલ, વ્યવહારકુશળ છે. તેમના એક મોટાભાઈ જયંતીલાલભાઈએ આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. શુદ્ધ રીતે ચારિત્ર્ય પાળતાં શ્રી તારંગાજી તીર્થે યાત્રાર્થે આવતા વાઘના શિકારનો ભોગ થઈ પડ્યા હતા. બીજાભાઈ શ્રી શાંતિલાલભાઈ મુંબઈમાં લોખંડના વ્યાપારની લાઇનમાં છે. શ્રી હરખચંદભાઈએ વિદ્યાભ્યાસ કરી મુંબઈ તરફ પ્રયાણ કર્યું. મહુવાથી મુંબઈ આવ્યા ત્યારે હાથમાં કાંઈ ન હતું પણ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની અનુપમ આસ્થા અને હૈયામાં હામ અને હિંમત તેમ જ સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના હતી. સમર્પણ ભાવ અને શુભ ભાવનાના પ્રભાવે ધંધામાં પ્રગતિ થવા લાગી અને જેમ જેમ લક્ષ્મી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ ગુપ્તદાન દેવા સાથે મહુવા બાલાશ્રમમાં રૂા. ૫૦૦૧, મહુવામાં થયેલ છેલ્લી પ્રતિષ્ઠા વખતે ૨૦૦૭માં રૂા. ૧૫૦૦૦ તથા અનેક ઉછામણીના આદેશો લીધા. મુંબઈ નજીક અગાશી ગામમાં રૂા. ૧૫૦૦૦ ખર્ચી દરેક For Private & Personal Use Only ૧૨૧૯ બીપીનચંદ્ર હ. ગાંધી તરૂણાબહેન બી. ગાંધી નિલેશ બી. ગાંધી અ.સૌ. તેજલ વિશાલ. ગાંધી વિશાલ બી. ગાંધી www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620