Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 617
________________ ગ્રંથ આયોજનનો અમૃત કુંભ) IT'NI ( માનવકલ્યાણના જવલંત જ્યોતિ સ્વરૂપ શ્રી નિશિથભાઈ એસ. શાહ કર્મ અને ધર્મમાં સદ્ભાવનાનો સમન્વય સાધી એક નિજીશૈલીના પંથની સૌને માટે કેડી કંડારી જનાર સૌરાષ્ટ્રના પનોતા પુત્ર અને સ્વાતંત્ર્યસેનાની સ્વ. શ્રી શાંતિલાલા હીરાલાલ શાહે પ્રગટાવેલી સેવા સમર્પણની જ્યોતને જલતી રાખવામાં તેમના સુપુત્ર શ્રી નિશિથભાઈ શાહના હૈયામાં હરદમ વહેતી રહેલી સેવાધર્મની પુણ્ય સરિતાથી સર્વત્ર પ્રેમ પ્રતિભા, પુણ્ય પ્રભાવ અને ઊંચી પ્રતિષ્ઠાના દર્શન થાય છે. | મુંબઈ-બોરીવલીમાં જેમના નામ અને કામની સુવાસ માત્ર જૈન સંસ્થાઓ પૂરતી જ ન રહેતા જૈનેત્તરોમાં પણ મધમધે છે. ઓલીયા જેવું જીવન જીવતા આ શાસનસેવી શ્રાવકના હૈયાનો આંતરવૈભવ ખરેખર તો દર્શનીય અને માણવા જેવો છે. જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન ઉપર તેમને અપૂર્વ માન અને શ્રદ્ધા રહેલા છે. તેમના યશભાગી હાથોનો સ્પર્શ જ્યાં જ્યાં થયો ત્યાં ત્યાંની શુભદાઈ યોજનાઓ હમેશા ફળીભૂત થતી રહી છે. | જીવનમાં વાસ્તવિક શાંતિ મેળવવા માટે આબુવાળા આ. શાંતિસૂરિજી મ. ના જૈનધર્મી ઉપદેશને વિવિધ ભાષાઓમાં ‘સ્વ દ્રવ્યથી પુસ્તકો છપાવી વિનામૂલ્ય દેશ અને દુનિયામાં શ્રુતજ્ઞાનના જિજ્ઞાસુઓને પહોંચાડવાની એક ગજબની ધૂન લાગી છે. એમનો આ થનગનાટ અવર્ણનીય છે. | જીવનમાં સુખ-દુખાદિના અનુભવોનો અનુબંધ અનિવાર્ય છે. કાંટા અને કમળથી બનેલા જીવનને જીવતા શીખવું જ પડશે તેમ તેઓ દ્રઢપણે માને છે. એમની ઊંડી દીર્ઘદ્રષ્ટિ અને નિરાળી કાર્યશક્તિથી તેમનું વ્યકિતત્વ સોળેકળાએ ખીલ્યું છે. સૂચિત ગ્રંથની સફળતા માટે સતત ચિંતા સેવીને ખરેખરતો આયોજનના અમૃતકુંભ સમાન બની રહ્યાં છે. | - સંપાદક For Prve Personal use only www. my

Loading...

Page Navigation
1 ... 615 616 617 618 619 620