Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 594
________________ ૧૨૧૦ જિન શાસનનાં શ્રી શૈલેશભાઈ હિંમતલાલ કોઠારી હિંમતભાઈ કોઠારી શૈલેષભાઈ હિંમતભાઈ કોઠારી–વતન પાલનપુર, પણ વર્ષોથી વસવાટ મુંબઈ. પાલનપુરમાં વેપાર-ઉદ્યોગ, સાહિત્યકળાના ક્ષેત્રે હીરા જ પાક્યા છે, છતાં શૈલેષનો વ્યવસાય હીરાનો, પણ એ પથ્થરના ચળકાટથી જ અંજાયેલા રહ્યા નહીં, એમણે જીવતરના ઝળહળાટને પારખો, ભીતર ઝણઝણતી ઊર્મિની સરવાણીઓને ઓળખી અને નવા અવતાર–નવા નામે પ્રગટ થયા શેલ પાલનપુરી. એમણે એ સિદ્ધ કરી આપ્યું કે પાલનપુરમાં માત્ર રત્નસમૃદ્ધિ છલકાવતું બજાર જ નથી, અહીં શબ્દસમૃદ્ધિ છલકાવતાં રત્નોની પણ ભારોભાર ભીડ છે. સૈફ પાલનપુરી અને શૂન્ય પાલનપુરી તો દિગ્ગજો છે જ, પણ ગઝલિસ્તાનની બજારમાં ‘શમીમ', “મુસાફિર', “અમર', અગમ' જેવાં નામ પાછળ પાલનપુરી' લાગે ત્યારે જ એ નામો પૂરાં બનતાં હોય છે. પછી ચંદ્રકાન્ત ભલે “બક્ષી’ અટકથી ચલાવે, પણ પાલનપુરનું નામ પડે અને સાપ જેમ ઊંચા થાય ખરા! શેલ પાલનપુરીની ગઝલપ્રીતિ આ વાતાવરણમાં પ્રગટી છે, પનપી છે. પોતાને “શૂન્ય’નો ચેલો માનતા આ શાયરે ‘ઝૂરતો ઉલ્લાસ' નામે એક સંગ્રહ પણ આપ્યો છે. લૌકિક દૃષ્ટિએ સુખસગવડમાં જીવન વ્યતીત કરનાર વ્યક્તિ આંતરૂ જીવનમાં કેવી સંવેદનશીલ અને વ્યથિત હોય છે એ એમના ઘણા શેઅર બતાવે છે : “ક્યાં લગી આંસુઓથી હું ધોયા કરું? જન્મ દિનરાત ઊંડા થતા જાય છે.” કાંધે સ્વયંની લાશ છે, મરજી મુજબની વાત છે.” “ચાલું છું “શૈલ' એકલો ઈશ્વરના ભરોસે. બાકી તો કાફલા મહીં ઇન્સાન ઘણા છે.” “શૈલ અમે નિત મીણ-મિજાજી, શૂન્ય ભણી પીગળતું જીવન.” “મને મારી શરમ તો ના જ આવે, કહું શું? આરસી છે, કોણ છે આ?” શેલની એકલતા અને ઉદાસીનતા, ખુદ્દારી અને ખુમારી, વેદના અને વ્યથા જાતઅનુભવની નીપજ છે. જાતને જે તંતોતંત આરસીમાં જોઈ શકે છે, ઓળખી શકે છે, તે જ સાચા મોતી જેવા શેઅર પ્રગટાવી શકે છે. એમનાથી જ હૃદયસ્થ ભાવ અસરદાર શબ્દને પામે છે. ‘ઝૂરતો ઉલ્લાસ'માં એવા ઘણા અશરત મળશે. જેમના વ્યક્તિત્વમાં ધર્મ અને માનવતા માટેની નિષ્ઠા કુદરતી રીતે જ ઠાંસીને ભરાયેલી, ઋજુ હૃદયની હોય અને એય પાછી કવિ પ્રતિભા હોય ત્યારે આવી વ્યક્તિની સુવાસ અને કીર્તિ સમાજના ખૂણાઓમાં ફરી વળતી હોય છે. મૂળ પાલનપુરના વતની અને મુંબઈમાં વસેલા શ્રી શૈલેશભાઈ હીરાના અગ્રણી વ્યાપારી હોવા ઉપરાંત તેઓશ્રી એક અચ્છા શાયર અને ગઝલકાર છે અને શેલ (એટલે પર્વત) પાલનપુરીના નામે સુંદર ગઝલોનું સર્જન પણ છેલ્લા ચાર-પાંચ દાયકાઓથી કરતાં રહ્યાં છે. ઉષ્માસભર ભાવોર્મિઓ અને સંવેદનાત્મક અભિવ્યક્તિઓ વડે રસાયેલી તેમની કલમેથી પ્રકટેલી ગઝલોનો સંગ્રહ “ઝૂરતો ઉલ્લાસ” પ્રકટ થઈ ચૂક્યો છે. સુપ્રસિદ્ધ વાર્તાકાર સ્વ. શ્રી ચંદ્રકાંત બક્ષીએ “ઝરતો ઉલ્લાસ”ની પ્રસ્તાવના લખીને શ્રી શૈલ પાલનપુરીના ગઝલક્ષેત્રે થયેલાં આગમનને વધાવ્યું હતું. તેમનો શૂન્યપ્રેમ-ગુજરાતી ભાષાના પાયાના અને ટોચના ગઝલકારોમાં જેમનું સ્થાન છે તે સ્વ. જનાબ શૂન્ય પાલનપુરીના શ્રી શૈલેશભાઈ એક અદના શિષ્ય છે. શ્રી શૈલેશભાઈ શૂન્યસાહેબના પરિચયમાં આવ્યાં અને તેઓ વચ્ચેની વર્ષો લાંબી ચાલેલી મૈત્રીના સુખદ સંભારણાંઓ તો અસંખ્ય અને અગણિત છે. શૂન્ય પાલનપુરીની પાંચ-પચાસ નહીં પણ સેંકડો ગઝલો શ્રી શૈલેશભાઈને મોઢે છે. તીવ્ર સ્મરણશક્તિ અને શૂન્યભાઈ પ્રત્યેના ઘેરા અહોભાવ સાથે શ્રી શૈલેશભાઈ જ્યારે શ્રી શૂન્યસાહેબની ગઝલો સંભળાવે છે ત્યારે એક શાનદાર મહેફિલનું વાતાવરણ આપમેળે જ રચાઈ જાય છે. શૂન્ય સાહેબની જે તાકાત છે; જે ઊંચાઈ છે તે પર્વત ઉપર શ્રી શેલ, તમને આંગળી પકડીને પહોંચાડી દે છે. શૂન્ય Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620