Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 596
________________ ૧૨૧૨ શ્રી શાન્તિલાલ કપૂરચંદ મહેતા ગુજરાત ગૌરવ દિનના શુભ પ્રસંગે આપણા સમાજના જ એક અન્ય અગ્રણી ધર્માનુરાગી અને જીવદયાના હિમાયતી તરીકે સારી એવી ખ્યાતિ પામેલા અને શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ તેમજ અન્ય શૈક્ષણિક અને ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ છેલ્લાં ૪૦ વર્ષથી જેઓ જીવદયાના ક્ષેત્રે અવિરત સેવા આપી રહ્યા છે તેવા જેસરનિવાસી શાંતિલાલ કપૂરચંદ મહેતાનું પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે મહાવીર જીવદયા એવોર્ડ ૨૦૦૫ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. જૈનશાસનના શણગાર સમા અને ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિના આધાર સ્તંભ જેવા ઉપર્યુક્ત મહાનુભાવ જ્ઞાતિનું નામ રોશન કરનાર જ્ઞાતિના હરકોઈ કામ માટે હંમેશાં તત્પર એવા જેસરનિવાસી શાંતિલાલ કપૂરચંદ મહેતાને ગુજરાત ગૌરવ દિનની ૪૬મી વર્ષગાંઠ ઉજવણી પ્રસંગે વિશાળ માનવમેદની વચ્ચે નામદાર ગુજરાત ગવર્નરની ઉપસ્થિતિમાં જે પ્રમાણે જીવદયા એવોર્ડથી નવાજવામાં આવ્યા તેનાથી હરકોઈ ઘોઘારી જૈન ઉન્નત મસ્તકે ગૌરવ અનુભવે છે. ૧૯૭૨ની સાલમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈએ જ્યારે જેસરની મુલાકાત લીધી ત્યારે દુષ્કાળની પરિસ્થિતિમાં સફળતાપૂર્વક સમસ્યાઓ ઉકેલવાની શ્રી શાંતિલાલ કપૂરચંદ મહેતાની આવડતની પ્રશંસા કરી હતી. તેઓની ભારતીય જનતા પક્ષના ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ અને ભાવનગર ગ્રામીણ બેન્ક-ભારત સરકારના ડાયરેક્ટરની સેવા જાણીતી છે. તેમણે જેસરમાં મુંબઈ ફંડ એકઠું કરી શ્રી બળવંત-રાય મહેતાની સ્મૃતિમાં શાળાનું મકાન બંધાવ્યું. તેમનું ઘડતર ગાંધીવાદી સામાજિક કાર્યકર શ્રી લલ્લુભાઈ શેઠ હેઠળ થયું. તેમણે અનેક સ્વૈચ્છિક અને અર્ધ સરકારી સંસ્થાઓ મહત્ત્વના હોદ્દાઓ પર રહી કામ કર્યું. તેમણે શિક્ષણ પર અનેક કાર્યો કર્યાં હતાં. તદુપરાંત જીવદયાને લગતી સખાવતો પણ કરી હતી. Jain Education Intemational જિન શાસનનાં ભાવનગર જિલ્લા પંચાયતમાં તેમની સેવાઓ જાણીતી છે. જેસરની નગરપંચાયતમાં વર્ષો સુધી યોગ્ય માર્ગદર્શન અને સક્રિય સેવા આપી બ.ગો. મહેતા વિદ્યાલય-જેસરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અને જીથરી હોસ્પિટલમાં તેમનું યોગદાન નોંધપાત્ર ગણાયું છે. જેસર વિભાગમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની સંસ્થાઓમાં પાયાના કાર્યકર તરીકે તેમનું નામ અને કામ જાણીતું છે. જેસરના વિકાસ માટે, ઊભી કરેલી સંસ્થાઓના નિભાવ માટે બહારથી મોટું ફંડ લાવી આપવામાં તેમનો પુરુષાર્થ નોંધપાત્ર ગણાયો છે. તેમની સેવા બદલ સમાજે, તેમને અનેકવખત સમ્માન્યા છે; અનેક એવોર્ડ પણ તેમણે પ્રાપ્ત કરેલા છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ જૈન ફેડરેશનના સેક્રેટરી તરીકે, ઓલ ઇન્ડિયા જૈન શ્વે. કમિટીના મેમ્બર તરીકે અને જુદી જુદી અનેક ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે તેમની સક્રિય સેવાઓએ તેમને ઘણે ઊંચે આસને બેસાડ્યા છે. ભાવનગર જિલ્લાનું ખરે જ તેઓ ગૌરવ છે. * ભાવનગર જિ.પં. કચેરીમાં જેસર વિસ્તારમાંથી ચૂંટાઈ જિ.પં. સદસ્ય તરીકે જઈ અને હાલ જિ.પં. ભાવનગરમાં કારોબારી સમિતીના ચેરમેન તરીકે સેવા બજાવી રહ્યા છે. જે સ્થાન જિલ્લાપંચાયતમાં ખૂબ જ મહત્ત્વનું અને ઉચ્ચ સ્થાન આવેલ છે. * હાલ ગુજરાત સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે ભાવનગર જિલ્લા જુવીન્યર જસ્ટીસ બોર્ડના મેમ્બર છે, જે સ્થાન મહત્ત્વનું છે કારણ આ (બાળ અદાલત) વિભાગ છે, જેમાં ખૂબ જ ખરી રીતે મહત્ત્વની કામગીરી આવેલી હોય છે. * એનિમલ વેલ્ફેર બોર્ડ ચેન્નાઈ (ભારત સરકારશ્રી)ના બોર્ડમેમ્બર તરીકે સેવા આપે છે. * ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ બોર્ડમાં બોર્ડ ઓફ મેમ્બર તરીકે * ભાવનગર જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે * શ્રી કે. જે. મહેતા ટી.બી. હોસ્પિટલ અમરગઢમાં સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે સેવા આપે છે. વર્ષ ૨૦૦૪-૦૫માં ૧લી મે ગુજરાત ગૌરવ દિન પ્રસંગે ભાવનગર ખાતે રાજ્યના માનનીય શ્રી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે ગુજરાત રાજ્યના જીવદયા ક્ષેત્રમાં વિશિષ્ઠ યોગદાન આપેલ હોય તે બદલ શ્રી મહાવીર જીવદયા એવોર્ડ એનાયત કરેલ છે. જે ભાવનગર જિલ્લા અને ઓલ ઇન્ડિયા જૈન સમાજના ગૌરવરૂપ છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620