________________
ઝળહળતાં નક્ષત્રો
રક્તદાન તેમજ ચક્ષુદાનની પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ ઊંડો રસ લઈ રહ્યા હતા.
‘માનવ કલ્યાણ કેન્દ્ર’ મુંબઈના તેઓ સ્થાપક હતા અને છેલ્લા ચાર-પાંચ વર્ષમાં આ કેન્દ્ર દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં તેમ જ સ્કૂલોમાં, પાઠશાળાઓમાં વિ. જરૂરિયાતવાળા સ્થળોએ તેમ જ રેલ રાહત અને અનાવૃષ્ટિમાં પોતે જાતે જઈ નિરીક્ષણ કરીને બધી જ સગવડતા પૂરી પાડી રહેલ અને આ કાર્યમાં તેમના બહોળા મિત્ર સમુદાયને પણ તેઓએ સાથે જોડેલ હતા.
શ્રી ઘોઘારી જૈનમિત્ર મંડળના તેઓ મંત્રી હતા. શ્રી તારદેવ જૈન મિત્રમંડળના ખજાનચી હતા. સંજીવની ટ્રસ્ટ મુંબઈનાં તેઓ એક ઉત્સાહી અને સક્રિય કાર્યકર હતા. શિવ જૈન શ્રેયસ્કર મંડળના પણ સભ્ય હતા. આ ઉપરાંત શ્રી બોમ્બે જૈન સ્વયંસેવક મંડળ મુંબઈના પણ તેઓ વોલેન્ટિયર તરીકે ઘણા વર્ષો સુધી રહીને અતિ સુંદર કામગીરી બજાવીને દરેકનો પ્રેમ સંપાદન કરેલો. તેઓએ થોડા સમય પહેલા આફ્રિકાની પણ સફર કરી હતી.
શ્રીમતી નિર્મળાબેન શ્રી શશિકાંતભાઈના અર્ધાંગની છે. શ્રી શશિકાંતભાઈની સામાજિક અને જનકલ્યાણની પ્રવૃત્તિઓમાં તેઓએ પૂરો સહયોગ આપેલ છે. તેમના સુપુત્રો ભાઈ દિલીપભાઈ, પંકજભાઈ તથા મુકેશભાઈ પિતાશ્રીના માનવતાના કાર્યોમાં સારો સહકાર આપી રહેલ છે. પરમાર્થની આવી ભાવનાએ તેમને ઘણા જ ઉચ્ચ આસને બેસાડ્યા હતા. જીવદયા અને અહિંસા જેવા જૈન ધર્મના પાયાના મૂલ્યોને તેમણે ખરેખર પચાવ્યા હતા. માનવસેવા એ જ પ્રભુસેવા. એ મંત્રને જીવનભર સાથે રાખ્યો પરિણામે અનેકોને પ્રેરણા અને પીઠબળ મળ્યા. સ્વભાવે નમ્ર! નિખાલસ તેને કારણે પરોપકારના ઘણા બધા શુભકાર્યો તેમના હાથે થયાં, જેનાથી જૈન શાસનને ગૌરવ તેમણે અપાવ્યું છે.
ધર્મઅક્ષના સાથિયા પૂરી પ્રાર્થના તેમજ પુરુષાર્થના
સથવારે ભાગ્યદેવતાને રીઝવનાર
શેઠશ્રી શશીકાંતભાઈ મોહનલાલ મહેતા
પ્રભુને સર્વ સોંપીને પ્રભુનું ધાર્યું થાવા દે પ્રભુની આ બદનબંસી પ્રભુને તું બજાવા દે
સ્નેહરશ્મિ સમા ઉષ્મા- સભર શ્રી શશીકાંતભાઈ ધર્મ પોતીકો વહાલો અને વેપાર પારકો ભલો એ જીવનમંત્રને જીવનમાં
Jain Education International
૧૨૦૩
ઉતારીને ધર્મ-પરાયણ પિતાશ્રી તથા દાક્ષિણ્યમૂર્તિ
માતુશ્રી ચિંધ્યાં નિજહિત, પરહિત તેમજ સર્વહિતના સંસ્કારોને અનુરૂપ રોજિંદો વ્યવહાર ચલાવી રહ્યાં છે. સને ૨૦૦૬માં જીવનસંગિનીનો સાથ છૂટ્યો પણ ચૈતસિક સ્વરૂપે તેમની ઇચ્છા પ્રમાણે સત્કાર્યો દ્વારા તેમની સ્મૃતિને ચિર
સ્મરણીય બનાવી રહ્યાં છે. ધર્મ પ્રત્યે અવિહડ શ્રદ્ધા સાથે ૯ લાખ નમસ્કાર મહામંત્રનો જાપ પૂર્ણ કર્યો છે. પ.પૂ.આ.ભ. શ્રી મહાનંદસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં બરોડા ખાતે કારેલીબાગમાં શ્રી નાકોડા ભૈરવનાથજીની દેરી તથા પ્રતિષ્ઠાનો લાભ લીધો છે.
અણચિંતવી આવી પડેલ વિપત્તિથી નિર્બળ હૃદયનો માનવી નમાલો રહે પણ નિડર પ્રકૃતિવાળો માનવી પરમશક્તિનો આધાર લઈને જીવનપથ પર આગળ ધપે તે ન્યાયે શશીકાંતભાઈએ ધર્મપત્નીની અનુપસ્થિતિમાં ઘરપરિવારના વટ–વહેવાર સંભાળી લીધાં, તે સાથે ધર્માચરણમાં ચિત્ત પરોવ્યું અને ધર્મદ્રષ્ટિએ વાસ્તવિકતાના સ્વીકાર સાથે શ્રી વીતરાગ પરમાત્માનું ભાવશરણ સ્વીકારીને જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો અને સંતાનોની ઢાલ બનીને માતા-પિતા બંનેની ફરજો ઉપાડી લીધી.
For Private & Personal Use Only
સાક્ષાત્ તપોમૂર્તિ એવા એમના પરમ વંદનીય પૂજ્ય માતુશ્રી રંભાબેન ચાર વર્ષ પૂર્વે સ્વર્ગે સંચર્યાં તે પુણ્યાત્માના માવલડીના વહાવિછોયાં એવા શશીકાંતભાઈએ પ્રાતઃસ્મરણીય પૂજ્ય માતા-પિતાએ આયુષ્યખંડમાં કરેલાં સત્કાર્યોનું પુણ્યસ્મરણ વારંવાર મમળાવીને મનની વેદના શાંત પાડી. ધાર્મિકતા અને સાધર્મિકતા જેમના ઘરના ટોડલે દિન-રાત ટહૂકારાં કરે છે એવા મહેતા પરિવારે શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ—પાલિતાણા, મહુવા, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમપાલિતાણામાં અનુદાન આપ્યાં છે. આજપર્યંત વિવિધ પ્રકારના
સાત પૂજનો ભણાવ્યાં છે. કાંદિવલી મધ્યે જિનાલયજીમાં શ્રી ગૌતમસ્વામી ભગવાન બિરાજમાન કર્યાં છે. સં. ૨૦૫૭ના વૈશાખમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલય-ગાર્ડનલેન, ઘાટકોપર મધ્યે શ્રી ઘંટાકર્ણ મહાવીર, શ્રી ચક્રેશ્વરીદેવી, શ્રી મહાલક્ષ્મી માતાની પ્રતિષ્ઠાના લાભાર્થી બન્યાં છે. લોનાવલામાં
www.jainelibrary.org