Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 586
________________ ૧૨૦૨ ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ ધૈર્ય ગુમાવ્યા વિના ઝઝુમવાની અદમ્યશક્તિ ધરાવનારા શ્રી રમણિકલાલ કુંવરજીભાઈ શાહના જીવનને કવિ ઉશનની ઉપરોક્ત પંક્તિઓ બરાબર સ્પર્શે છે. શ્રી રમણિકભાઈ ‘આર. કે.'ના ટૂંકા નામથી સુપ્રસિદ્ધ હતા. તેમનો જન્મ તા. ૭-૪-૧૯૩૫ના રોજ પાલિતાણામાં થયો હતો. તેમના પિતા કુંવરજીભાઈ અને માતા અચરતબેનનો ઉદાત્ત ધર્મ સંસ્કારનો વારસો તેમણે શોભાવ્યો હતો. તેઓએ પાલિતાણામાં એકાઉન્ટન્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી ધર્માનુષ્ઠાનો આનંદોલ્લાસમયી કર્યા છે. હતી. શરૂઆત વણકર સહકારી મંડળીથી કરી હતી એ પછી વિદ્યુતબોર્ડ સહકારી મંડળી તથા પારસ સોસાયટી, આદર્શ સોસાયટી, પરિમલ સોસાયટી તેમજ પાલિતાણાની લગભગ બધી નામાંકિત હાઉસીંગ સોસાયટી બનાવવામાં તેમનો સિંહ ફાળો હતો. તેઓએ ભારતની આઝાદીની ચળવળના સ્વાતંત્ર્ય સૈનિક શ્રી જોરસિંહ કવિ સાથે રહીને તેમણે સમાજ ઉપયોગી ઘણાં કાર્યો કર્યા હતા. આ પાલિતાણાની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટીની ચૂંટણીમાં છેલ્લા ૩૦ વર્ષથી સતત ચૂંટાઈ આવીને સંસ્થાની સારામાં સારી સેવા કરેલ હતી. સંસ્થાના પ્રમુખ તરીકે તેમણે છેલ્લા છ વર્ષ સેવા આપી હતી. આ સંસ્થામાં તેમના નેતૃત્વ દરમિયાન પાલિતાણામાં સૌ પ્રથમ મહિલા કોલેજની સ્થાપના થઈ હતી. કન્યાવિદ્યાલય તથા બાલમંદિરની નૂતન ઇમારતનું નિર્માણ તેમના કાર્યકાળ દરમિયાન થયું હતું. પાલિતાણાની જૈન શિક્ષણ સંસ્થા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ તથા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ તથા ચ.મો. વિદ્યાલય હાઈસ્કૂલની કિંમટીમાં રહીને તેમણે આ સંસ્થાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપેલ હતું. તેમજ પાલિતાણા ગૌરક્ષા સંસ્થાના મુંબઈના ઉપપ્રમુખ તરીકે તેમણે સેવા આપેલ હતી. તેમજ શ્રી પાલિતાણા ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજમુંબઈના પ્રમુખ તરીકે સારું એવું યોગદાન આપેલ હતું. રમણિકભાઈનું અવસાન તા. ૨૩-૧૨-૨૦૦૩ના રોજ મુલુન્ડ (મુંબઈ) મધ્યે થયેલ હતું. તેઓની વિદાયથી નિઃસ્વાર્થ સેવાક્ષેત્રના એક મહાન કાર્યકરની સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના ધર્મપત્ની મંછાબેન રમણીકભાઈના પ્રત્યેક સેવાકાર્યના પ્રેરણામૂર્તિ રહ્યા. મંછાબેન એક ધર્માનુરાગી સન્નારી છે. તેમણે પોતાના જીવનમાં બે વાર વર્ષીતપ, ત્રણવાર ઉપધાન જિન શાસનનાં તપ, ત્રણવાર શત્રુંજયતપ, ૫૦૦ આયંબિલ, ત્રણવાર ધર્મચક્ર તપ, મોક્ષદંડ તપ, વીસ સ્થાનક તપ, ૧૦ નવપદજીની ઓળી, ૩૪ વર્ધમાન તપની ઓળી, નવ-આઠ અને છ ઉપવાસ, ક્ષીરસમુદ્ર તપ, વાર શત્રુંજયની નવાણું યાત્રા, શત્રુંજયની છટ્ઠ કરીને સાત યાત્રા ૨ વાર, ૯ વાર સમેતશિખર તીર્થની યાત્રા, મુલુન્ડથી તથા જુનાગઢથી છ'રિ પાલિત સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા તથા મુલુન્ડમાં થયેલ ઐતિહાસિક ૧૨૨૪ સિદ્ધિતપમાં સિદ્ધિતપની મહાન તપસ્યા વગેરે તપસ્યા તથા Jain Education Intemational શ્રી રમણિકભાઈની અંતિમ ઇચ્છા અનુસાર અને મંછાબેનની વિવિધ તપશ્ચર્યાની અનુમોદનાર્થે તેમના પરિવાર દ્વારા ચાર દિવસનો મુંબઈથી પાલિતાણાનો તથા આજુબાજુના તીર્થોનો યાત્રાપ્રવાસ–ભક્તામર પૂજન અને સંઘ સ્વામિવાત્સલ્યનું આયોજન કરેલ હતું તેમજ પાલિતાણાની હાઈસ્કૂલના મેદાનમાં લાઈબ્રેરીના નામકરણ માટે દાન આપેલ છે. તેમજ સિદ્ધક્ષેત્ર બાલાશ્રમમાં-૧ રૂમ માટે દાન આપેલ છે. મંદબુદ્ધિ આશ્રમ-પાલિતાણામાં પીવાના પાણીની પરબ બંધાવેલ છે. પાલિતાણાની ગૌરક્ષા સંસ્થા,ચ.મો.વિઘાલય તથા અમરગઢની ટી.બી. હોસ્પિટલ માટે દાન આપેલ છે. પાલિતાણા જૈન યંગ ગ્રુપ દ્વારા યોજાયેલ સમેતશિખરજી યાત્રા સંઘમાં મુખ્ય દાતા તરીકે લાભ લીધેલ હતો. તેમજ લોક એવરેસ્ટમુલુન્ડ (મુંબઈ) મધ્યે શિખરબંધી જિનાલયના મુખ્ય શિલાન્યાસ તરીકે તેમજ મુળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ લીધેલ છે. તે સમયે મુલુન્ડના સકળ શ્રી સંઘ સ્વામિવાત્સલ્યનો લાભ લીધેલ હતો અને મુંબઈની ખ્યાતનામ સામાજીક સંસ્થા ‘જીત'માં પણ દાન આપેલ છે. તેમજ મુલુન્ડના ઐતિહાસિક સિદ્ધિતપના ઐતિહાસિક શોભાયાત્રાના દિવસે શ્રી સકળસંઘના સ્વામિવાત્સલ્યનો લાભ લીધેલ છે. તેમજ પાલિતાણા ગામના દેરાસરની ૨૫૦મી સાગિરી પ્રસંગે 'રિ પાળીત સંઘના ૧ સંઘપતિ તરીકેનો લાભ લીધેલ છે. રમણિકભાઈના સુપુત્ર અતુલભાઈ અને નલિનભાઈ પણ પિતાના પગલે પગલે ચાલી રહ્યા છે. અતુલભાઈ શ્રી પાલિતાણા ઘોઘારી વિસાશ્રીમાળી જૈન સમાજ (મુંબઈ)ના માનમંત્રી તરીકે તથા ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. તેમજ સિદ્ધક્ષેત્ર એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત ચ.મો. વિદ્યાલયના જોઈન્ટ સેક્રેટરી છે. ગૌરક્ષા સંસ્થા-પાલિતાણાના મુંબઈના ઉપપ્રમુખ છે. મહાવીર જૈન વિદ્યાલય-સેંડ હર્સ્ટરોડ શાખાના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620