________________
૧૨૦૦
ગરીબોને તેઓ હંમેશાં મદદ કરતા હતા.
સાબરમતીના પોતાના રહેવાના નિવાસસ્થાને દેરાસર બાંધી સવાતેર ફૂટની ઊંચાઈના શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરેલ છે. આબુમાં શ્રી દેલવાડાનાં દેરાસરોમાં શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં મૂળનાયકની જમણી અને ડાબી બાજુએ શ્રી આદીશ્વર પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુને બિરાજમાન કરેલ છે. તેઓ તા. ૧૯-૮-૬૯ના રોજ સવારે અચાનક સ્વર્ગવાસી થયા. શ્રી સાબરમતી રામનગરના શ્રીસંઘે તેમના ફોટાની માંગણી કરતાં શ્રી વર્ધમાનતપ આયંબિલ ખાતામાં તેમનો ફોટો વારસદારોએ મુકાવેલ છે. તેઓશ્રીના આત્માના કલ્યાણાર્થે વારસદારોએ ભાગીદારી યોજિત શ્રી પાલિતાણા મુકામે સં. ૨૦૨૯માં શ્રી ઉપધાનતપ કરાવેલ છે. પ્રભુ તેઓશ્રીના આત્માને શાશ્વત શાંતિ અર્પે.
અજાતશત્રુ-સમયપારખુ-દૂરંદેશી પથપ્રદર્શક યુગધર્મને પિછાણનાર નરખૂંગવ શેઠશ્રી મોહનલાલ બેચરદાસ મહેતા પુષ્પ તણી પાંદડીએ બેસી
કરતું કોણ ચિરંતન હાસ?
પૃથ્વી ઉપરથી ઊઠે કોનો સુરભિત પુલિંકેત મુરિત શ્વાસ?
જન્મભૂમિ દુદાણા (જિલ્લો-ભાવનગર)ના મૂળનાયક શ્રી વિમલનાથ દાદાના તેમજ શ્રી તાલધ્વગિરિ તીર્થાધિપતિ શ્રી સાચાદેવ સુમતિનાથ દાદાના આશીર્વાદની પૂંજી સાથે સને ૧૯૨૨માં ટાંચા સાધનો વચ્ચે મુંબઈ આવીને કારકિર્દીનું પુરુષાર્થ પ્રેરિત પ્રારબ્ધના બળે ઘડતર કરનાર શ્રેષ્ઠી શ્રી મોહનલાલભાઈનું જીવન પ્રેરણાત્મક હતું. એક સામાન્ય સર્વિસથી શરૂઆત કરીને ક્રમેક્રમે દૂધના બિઝનેસમાં સામ્રાજ્ય ઊભું કર્યું અને અર્થોપાર્જન સાથે ધર્મોપાર્જન કરતાં છતાં ઘોઘારી સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું તેની યશોગાથા આજે પણ અનેકોનું માર્ગનિદર્શન કરે છે.
તેમના હૈયે હરહંમેશ સમાજનું હિત રમમાણ રહેતું હતું તેમજ ધર્મક્ષેત્રોને પુષ્ટીબળ આપવા સદાય તત્પર રહેતાં હતાં. પ.પૂ. આ.ભ. શ્રી જયાનંદસૂરીશ્વરજી મ.સા. તથા શિષ્ય પ.પૂ.શ્રી જયશેખરજી મ.સા.ની શુભનિશ્રામાં મુંબઈમાં ૩૧” ઇંચના શ્રી પાર્શ્વનાથ ભગવાન ભરાવ્યા અને ધ્રાંગધ્રા મધ્યે પ્લોટ
Jain Education International
જિન શાસનનાં
વિસ્તારમાં દેરાસરમાં પ્રતિષ્ઠિત કરાવીને મહામૂલો લાભ લીધો હતો. સં. ૨૦૬૫માં ધરમપુર, જિલ્લો વલસાડ ખાતે શ્રી મણીભદ્રવીરજીની પ્રતિષ્ઠાના લાભાર્થી બન્યાં હતાં. શ્રી શંખેશ્વર મહાતીર્થ, શ્રી શાંતિનાથ જિનાલય-કોટ, શ્રી જૈન ઉપાશ્રયબેંગ્લોર/સાવરકુંડલા, શ્રી શાંતિનાથ જિનાલય-તળાજામાં પ્રતિષ્ઠા ચૌમુખજીમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાન (પૂર્વાભિમુખ)ને બિરાજિત કરાવ્યાં ઇત્યાદિ લાભો લીધાં હતાં. સમાજક્ષેત્રે શ્રી તાલધ્વજ જૈન બોર્ડીંગ, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમપાલિતાણા, શ્રી શ્રાવિકાશ્રમ-પાલિતાણા, લાયન્સક્લબઘાટકોપર, હિન્દુ મહાસભા-ઘાટકોપર, લાયન્સ ક્લિનિકઘાટકોપરમાં ૧-૧ બેડ, વી.સી. હોસ્પિટલ–ભાવનગરમાં દંતવિભાગ વગેરે અનેક સ્થાનોએ અનુદાનો મહેતા પરિવારના નામે જમા બોલે છે.
ધર્મમય તેમજ પ્રભુમય જીવનખંડમાં શ્રી શંખેશ્વર, તારંગા, મહેસાણા, આબુ ઇત્યાદિ તીર્થોનો અઠવાડીક કૌટુંબિક યાત્રાપ્રવાસ યોજીને સ્વ–પર કલ્યાણ સાધ્યું અને સને ૧૯૭૨ના મેની ૧૦ તારીખે સમાધિપૂર્વક અરિહંત શરણને પામી ગયા. વર્તમાને પિતાશ્રીએ વિકસાવેલાં ધંધાનું સફળ સંચાલન શ્રી શશીકાંતભાઈ અને શ્રી નિર્મળભાઈની બંધુબેલડી કરી રહી છે. શ્રી મોહનલાલભાઈના ઉચ્ચ આદર્શો તથા ઉજ્વળ કુટુંબ પરંપરાનુસાર બંને સુપુત્રો ધર્મક્ષેત્રે, સમાજક્ષેત્રે તેમજ શૈક્ષણિકક્ષેત્રે યથાયોગ્ય સાથ-સહકાર અર્પી રહ્યાં છે. વડીલોની ભાવના મુજબ વતન દુદાણામાં શ્રી વિમલનાથદાદાના નૂતન જિનાલય માટે ભૂમિદાન કરીને અતિદુર્લભ એવો માનવભવ સાર્થક કર્યો છે. આવા શાસનપ્રેમી પરિવારની ભૂરિ ભૂરિ અનુમોદના!
ઉદારચરિત્–ધર્મપ્રેમી–ગુણગ્રાહી
શ્રી રતિલાલ દુર્લભદાસ દોશી (મોટા ખૂંટવડાવાળાઘાટકોપર)
For Private & Personal Use Only
સૌરાષ્ટ્રની સુવર્ણભૂમિ પર સમયેસમયે ધર્મશૂરાં તેમજ કર્મશૂરાં નરરત્નો નીપજ્યાં છે.
પૂર્વ દિશામાં શ્રી શત્રુંજય મહાતીર્થ અને પશ્ચિમે શ્રી ગિરનારજી તીર્થની મધ્યમાં માલણ
www.jainelibrary.org