Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 582
________________ ૧૧૯૮ સ્વર્ગવાસ બાદ તેમના આત્મશ્રેયાર્થે શ્રી નમીનાથ ભ.ની પ્રતિષ્ઠાનો અમૂલ્ય લાભ લીધો. મુંબઈ–ઘાટકોપરમાં પણ સંઘકમિટીમાં ૪ વર્ષ સેવા આપી અને ખાખરેચીમાં ભૂકંપ બાદ દેરાસરના જિર્ણોદ્ધારમાં સિંહફાળો નોંધાવ્યો. પાંજરાપોળ વગેરે અનેક કાર્યોમાં સહકાર આપ્યો. આ સાથે માનવતા, સમાજસેવાના વિશાળ ફલક ઉપર પ્રતિભાનો તેજપૂંજ પ્રસરાવી, વિશિષ્ટ સદ્ગુણો અને સંપત્તિનો સદ્ભય કરી દરેક ક્ષેત્રે પ્રગતિ સાધી હતી. પુણ્યયોગે તેમને કુટુંબ પણ એવું મળ્યું હતું. તેમના ધર્મપત્નિ શારદાબેન તથા બે પુત્રો હિમાંશુ અને હિરેન દરેક કાર્યોમાં તેમને સહકાર આપતા સાથે અનુકૂળતા કરી આપતા હતા. આવા શાસનના વિનમ્ર સેવક પ્રભુકૃપાએ સમાધિમરણને પામી, જાણે પ્રભુને મળવા ચાલ્યા ગયા. સંઘમાં સમાજમાં અને કુટુંબમાં તેમની ખોટ પડી. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે! સ્વ. શ્રી માણેકલાલ સવાણી શ્રીમતી શાંતાબેન માણેકલાલ સવાણી સ્વ. માણેકલાલ સવાણી માણેકલાલનો તા. ૨૨-૬-૧૯૨૮માં મુંબઈમાં જન્મ, વતન ધાનેરા (જિલ્લો બનાસકાંઠા) અનિવાર્ય સંજોગોને કારણે ભણતર અધૂરું છોડી ટ્રાન્સપોર્ટના ધંધામાં પિતાજી શ્રી વાડીલાલભાઈ સાથે ‘વાડીલાલ નથુભાઈ એન્ડ કું।'માં જોડાયા. ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું. ત્યાર પછી તેમણે ક્યારેય પાછા ફરીને જોયા વગર અદમ્ય ઉત્સાહ અને દીર્ઘદૃષ્ટિ વાપરી સખત પરિશ્રમથી દેશના વિવિધ પ્રદેશોમાં અલગ અલગ માલની હેરફેર કરવા લાગ્યા અને પોતાની જાતને આંતરરાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મજબૂત રીતે સ્થાપિત કરી. Jain Education Intemational જિન શાસનનાં ઈ.સ. ૧૯૫૩માં ‘વાડીલાલ નથુભાઈ એન્ડ કું।'નું નામ બદલીને ‘સવાણી ટ્રાન્સપોર્ટ કા' કર્યું. ધંધાના વિસ્તરણને કારણે ઈ.સ. ૧૯૫૯માં કંપની પ્રા. લિ. કંપની તરીકે સ્થાપિત થઈ. ઈ.સ. ૧૯૮૮માં કંપની ‘સવાણી ટ્રાન્સપોર્ટ લીમિટેડ' બની, અને તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. ધંધાની સિદ્ધિરૂપે ૧૦૦ બ્રાન્ચો અને રૂા. ૧ કરોડના ટર્નઓવર સાથે કંપનીની રજતજયંતીની ઉજવણી કરી. પછીના ૧૦ વર્ષમાં જ ખંત અને ઉત્સાહથી કંપનીને દોરવણી આપીને ૨૦૦થી વધારે બ્રાન્ચો અને રૂ. ૩૦૫૦ કરોડના ટર્ન ઓવર સાથે ઝડપથી વિસ્તરણ કર્યું. ત્યારબાદ કંપનીએ રૂ. ૩૫ કરોડના ટર્નઓવર સાથે સુવર્ણજયંતીની ઉજવણી કરી. ધંધાનું વિસ્તરણ બહુ ઝડપથી કરવાની સાથે આજે ૪૦૦થી વધારે બ્રાંચો. દેશભરમાં પ્રસરેલી છે. પોતાના ધંધાની સાથે સાથે તેમણે ધંધાના બીજા માર્ગો જેવા કે પેટ્રોલપંપ, એક્સપોર્ટ, નાણાંકીય ધીરાણ, ગોદામો, જેવા ધંધામાં વિસ્તરણ કર્યું. એમની દોરવણીથી ‘સવાણી ગ્રુપ'નો મજબૂત પાયો નખાયો. ગ્રુપનું ટર્નઓવર રૂ. ૯૦ કરોડથી વધારે છે, અને તેના નેજા હેઠળ ઔદ્યોગિક સાહસો પ્રગતિ કરી રહ્યાં છે. ઈ.સ. ૧૯૫૯માં ‘સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મહામંડળ' (ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ)માં જોડાયા. ૧૯૬૦માં મેનેજિંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૪૭૬માં પ્રમુખ બન્યા. આ સંસ્થાએ તેમને તેમની ભવ્ય સેવાઓની કદરરૂપે મેનેજિંગ કમીટીના કાયમી સભ્ય બનાવવામાં આવ્યા. તેઓ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સ'ના સભ્ય હતા. તેમજ તેની વિવિધ કમિટીમાં પણ સક્રિય હતા. તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી વાડીલાલ સવાણી રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના પિતાની દોરવણી હેઠળ યુવાન વયમાં શ્રી માણેકભાઈ સવાણીએ સામાજિક કાર્યોમાં રસ લેવાનો શરૂ કર્યો અને તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા. તેઓ ઈ.સ. ૧૯૬૭ થી ૧૯૮૦ સુધી ધાનેરા આરોગ્ય સમિતિ'ના પ્રમુખ હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમના વતન ધાનેરામાં જરૂરિયાતમંદ અને ગરીબલોકોને સેવા આપવા માટે વિશાળ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવ્યો. તેઓ પાલનપુર સમાજ કેન્દ્ર, આત્માનંદ જૈન સભા, માટુંગા ગુજરાતી ક્લબ, ઓમ જયાલક્ષ્મી કો. લો. અને For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620