Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 585
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૨૦૧ નદીના તટે વસેલા રળિયામણા ગામ મોટા ખુંટવડાની શોભા નિરાળી છે અને ત્યાંના ધર્મભીરુ આત્માઓની વાત ન્યારી છે. ઇન્દ્રધનુષ્ય જેવા નયનાભિરામ વ્યક્તિત્વના સ્વામી એવા ધર્મપરાયણ અને અધ્યાત્મસેવી શ્રેષ્ઠી શ્રી રતિલાલ દુર્લભદાસ દોશીએ જીવનના લગભગ આઠ દસકા વતનમાં વિતાવ્યા બાદ છેલ્લાં પંદરેક વર્ષથી સુપુત્રો સાથે નિવૃત્તિ છતાં પ્રવૃત્તિમય એવું ધર્મોપાસનામય જીવન વ્યતીત કરી રહ્યા છે. જનમભોમકામાં અનાજ તથા ઘીનું હોલસેલ કામકાજ, બહોળા પ્રમાણમાં ઘીનો વેપાર કરતા તેથી ઘીવાળા તરીકેની નામના-શાખ પ્રાપ્ત કરેલ હતી. ગામમાંનાં જેનનાં ત્રીસ ઘરમાંથી લગભગ સત્તાવીસ સ્થળાંતર કરી ગયાં છે, પણ તેઓ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી શ્રી મોટા ખુંટવડા જૈન સંઘ તેમ જ જિનાલયના વહીવટમાં ટ્રસ્ટીપદેથી સેવાઓ આપેલ છે. સંઘનાં કાર્યો સક્રિયપણે કરવા સાથે ધર્મધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં પૂર્ણપણે જીવન વિતાવ્યું છે. માલણના નિર્મળ પ્રવાહ જેવું જ નિર્મળ સાદગીસભર જીવન અને આત્મપ્રદેશના અણુઅણુમાં વ્યાપ્ત ધર્મના પરિણામે ધાર્મિક વાચનની જબરી રૂચિ અને તપ-જપમાં અનેરી આસ્થા ધરાવે છે. તેમણે વતનમાં ઉપધાનતપ કર્યા છે ને શાશ્વતા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં માતુશ્રી અનોપબહેન તેમ જ ધર્મપત્ની રંભાબહેન સાથે ૯ ચાતુર્માસ કર્યા છે. સં. ૨૦૫૮માં તેઓને પાલિતાણામાં ચાતુર્માસમાં સહધર્મચારિણીનો વિજોગ થયો છે. તેમનાં પૂ. માતુશ્રીનું ૧૦૫ વર્ષની વયે તદ્દન સ્વાથ્યમય અને સમતામય અવસ્થામાં દેહાવસાન થયેલ છે. વર્તમાને સુપુત્રો, પુત્રવધૂઓ, દીકરીઓ, જમાઈઓ, પૌત્ર, દોહિત્રીઓ દરેકના આદરપાત્ર, પ્રીતિપાત્ર બનીને જીવનનો મોટો સમય ગામડામાં ગાળવા છતાં માલણના આ મોજીલા માનવીઓ શહેરીજીવનમાં પણ કોઈ મંદિરમાં જ્યોતિનો પ્રકાશ ભળી જાય તેવી સહજ રીતે ભળી ગયા છે. દીકરા ઘેર આવે નહીં ત્યાં સુધી નિદ્રાદેવીનું શરણું સ્વીકારે નહીં, એ જેણે અરિહંતનું શરણ સ્વીકાર્યું હોય–જીવનમાં ધર્મ પચાવ્યો હોય તેના જ દૈનિક જીવનમાં પરિણમવા પામે છે. અનન્ય કુટુંબપ્રેમ અને દરિયાદિલી તેમજ નિ:સ્પૃહી રહેણીકરણી આ બધા તેમના ગુણવિશિષ્ટો છે. મુંબઈમાં વતન છોડીને આવ્યા ત્યારે લેણું માફ કર્યું છે તથા સારી એવી ઘરવખરી પણ ગ્રામજનોને આપતા આવ્યા છે. શરીરની સુખાકારી, સમય અને સંપત્તિની સાનુકૂળતાના સંયોગે કરીને ભારતવર્ષનાં લગભગ દરેક તીર્થોની સ્પર્શના કરવા દ્વારા પુણ્યનું ભાથું બાંધેલ છે. આજેય ૯૫ વર્ષની જૈફ વયે મુંબઈનાં જુદાંજુદાં પરાંઓમાંથી એક દેરાસરનાં દર્શને જવાનો તેઓને નિયમ છે. હંમેશાં વ્યાખ્યાનશ્રવણ, સેવા-પૂજા, જાત્રા-પ્રવાસ, ધાર્મિક-વાચન, આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મગ્ન તેમજ તપ-જપાદિમાં રત રહીને તેઓ સદ્વિચારમય જીવન જીવી રહ્યા છે. ધર્માનુરાગી શ્રી રતિલાલભાઈએ આયુષ્યની પળોને પર્વ બનાવીને સૌના સ્નેહાદર જીત્યા છે. તે વર્તમાનયુગમાં સીનિયર સિટિઝનો માટે દિશાસૂચક, પ્રેરણાત્મક, પ્રોત્સાહક ને ઉત્તેજનાત્મક ઘટના છે. પુરુષાર્થી હિરેનભાઈએ અમદાવાદમાં પંચશીલ પાર્ટસની બ્રાન્ચ ખોલી ત્યારે શ્રી રતિલાલભાઈની અંતરેચ્છા હતી કે અમદાવાદ જઈને છોકરાઓના સાહસમાં સફળતા મળે તે માટે પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં અમદાવાદ આવીને પોતાના શુભહસ્તે દુકાનનું ઓપનીંગ કરવામાં આવ્યું. પરિવારના બહોળા પરિવારને અંતરના શુભ આશીર્વાદથી ભીંજવી દીધા. સૌને ખૂબ જ આનંદ મંગલ કરાવ્યો ધન્ય છે આવા શ્રેષ્ઠીઓને! સૃષ્ટિના સર્જનહાર ત્રણ ભુવનના નાથ શ્રી અરિહંત પરમાત્માં વટવૃક્ષ સમાં, વાત્સલ્યવારિધિ એવા વડીલ મુરબ્બી શ્રી રતિલાલભાઈને સુદીર્ધ, નિરામય તથા યશકીર્તિરસ્ય શતાયુ બક્ષે તેમજ તેઓશ્રી કુટુંબ-પરિવાર તેમજ સમાજ પર જીવનપર્વત શ્રેય-પ્રેયનાં વારિ સિંચતા રહે તેવી ભાવના-કામના હરકોઈના મનમાં સદાસર્વદા સહજ રીતે રમતી હોય તે નિઃશંક છે. રતિલાલભાઈની દૈનિક ધાર્મિક પ્રવૃત્તિ હંમેશા વ્યવસ્થિત રહે તે માટે તેમના સુપુત્રો શ્રી પ્રવિણભાઈ અને મહાસુખભાઈનો પરિવાર હંમેશા તત્પર રહેતા હોય છે. શ્રી રમણિકલાલ કુંવરજીભાઈ શાહ (પાલિતાણાનિવાસી હાલ-મુલુન્ડ, મુંબઈ) ભીષણ તોફાન જાણી, મધ દરિયે ઝુકાવ્યું છે. કિનારા પર તરીને, ગર્વ કરવાનું શીખ્યા નથી! Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620