Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 583
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૧૯૯ લોનાવલા કો. ઓ. હા. સો. લિ.ના પ્રમુખ હતા. તેઓ માનવસેવા સંઘ અને એમ.પી. કોલેજ ઓફ ગર્લ્સ (એસ.એન.ડી.ટી.)ના ઉપપ્રમુખ હતા અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેઓ સને ૧૯૬૮માં રોટરી ક્લબ'માં જોડાયા અને ૧૯૮૮-૮૯ની સાલમાં પ્રમુખ તરીકે નિમાયા હતા. તેઓ જાયન્ટ ગ્રુપ ઓફ સાયન’ અને ઉત્તર ગુજરાત સોશ્યલ ગ્રુપના પ્રમુખ હતા. તેઓ સક્રિય રીતે ધી ઇન્ડિયન વેજિટેરિયન કોંગ્રેસ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ વેલફેર, ધી આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા અને શ્રી માટુંગા ગુજરાતી સેવામંડળ સાથે જોડાયેલા. શૈક્ષણિક કાર્યોમાં તેમણે સ્કૂલ અને કોલેજો બંધાવવામાં મદદ કરીને ફાળો આપેલ છે. તેઓ સક્રિય રીતે શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ, એસ.એ. જૈન કોલેજ ઓફ ટ્રસ્ટ એન્ડ મેનેજમેન્ટ સોસાયટી અને શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલિતાણા સાથે સંકળાયેલ હતા. સવાણી સભાગૃહ (માનવસેવા સંઘ દ્વારા બનાવેલ ઓડડિટોરિયમ) તેમની કાર્યશીલતા તેમજ સામાજિક કાર્યોના જીવંત સ્મારક તરીકે યાદગાર બન્યું છે. તેમણે જુદી જુદી ધાર્મિક અને સખાવતી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. તેમનું યોગદાન ભોજનશાળા, ધર્મશાળાદિ માટે મકાન બાંધવા અંગે શંખેશ્વર, મહેસાણા, નાગેશ્વર, અંબાલા વગેરે સ્થાનોમાં અંકિત થયેલ છે. તેઓ પ્રતિષ્ઠિત જૈન સંસ્થાઓ જેવી કે ભારત જૈન મહામંડળ, મહાવીર જૈન વિદ્યાલય, ઓલ ઇન્ડિયા શ્વેતામ્બર જૈન કોન્ફરન્સ, શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ, શ્રી આત્માનંદ જૈન સભા અને મહારાષ્ટ્ર જૈન વિદ્યાભવન સાથે સંકળાયેલા હતા. સને ૧૯૭૭માં ૫૦૦ યાત્રિકો સહિત સ્પેશ્યલ ટ્રેન દ્વારા ઉત્તર પૂર્વ અને પશ્ચિમમાં આવેલા જૈન ધાર્મિક તીર્થોના ૪૦ દિવસ લાંબા યાત્રા પ્રવાસનું આયોજન કરેલું. તેમની અનેકવિધ સેવાની કદરરૂપે સને ૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારે તેમને “જસ્ટિસ ઓફ પીસ' અને પછી સ્પેશ્યલ એઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ’ SEM તરીકે નિમણૂંક કરેલી. તેમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ તેમની સેવાની કદરરૂપે સને ૧૯૮૫માં “ઉદ્યોગ રત્ન’ તેમજ સને ૧૯૮૬માં ‘શિરોમણિ' એવોર્ડ ભારતના મા. રાષ્ટ્રપતિ ગ્યાની ઝેલસિંહના હાથે અર્પણ કરવામાં આવેલ હતો. સને ૧૯૮૯માં નહેરુ સેન્ટિનરી એફસલ્સ એવોર્ડ અને સને ૧૯૯૧માં ગ્લોરી ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો. લાંબી બિમારી બાદ ૧૨ જૂન ૧૯૯૩ના રોજ ઝળહળતો તારો ખરી પડતા જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી. તેમને વ્યાપારિક, સામાજિક તથા સખાવતી ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ મરણોત્તર “માનવસેવા પુરસ્કાર' પણ આપવામાં આવ્યો હતો. આ પરિવારના શ્રી નયનભાઈ સવાણીએ આ પ્રકાશનપ્રવૃત્તિને સારો સહયોગ આપ્યો છે. જીવદયાના પ્રખર હિમાયતી સ્વ. મોહનલાલ જે. કોઠારી શ્રી મોહનલાલ જે. કોઠારીનો જન્મ સને ૧૯૦૪માં ચૂડા મુકામે થયો હતો. નાનપણમાં માતા તેમ જ પિતાની છાયા ગુમાવી દીધેલ. સોળ (૧૬) વર્ષની નાની ઉંમરે આજીવિકા અર્થે ઝરિયા (બિહાર) જઈ Jવસવાટ કર્યો. ત્યાં ધંધાનો અનુભવ લઈ ૨૮ વર્ષની ઉંમરે અમદાવાદમાં સ્થાયી થયા અને ઇન્કમટેક્સના વકીલ તરીકે કારકિર્દી ચાલુ કરી. ધંધામાં નીડરતા અને પ્રામાણિકતાને લીધે એક બાહોશ ઇન્કમટેક્સના વકીલ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. ઇન્કમટેકસના કાયદા અંગે ગુજરાતીમાં સૌ પ્રથમ તેઓએ પુસ્તક બહાર પાડેલ. તેઓશ્રી જીવદયાના હિમાયતી હતા. તેમણે મને ૧૯૪૮માં સરકારે રચેલ વાંદરાટોળીના કાર્યક્રમને નિષ્ક્રિય બનાવવામાં ફાળો આપેલ. તે જ અરસામાં અમદાવાદમાં ગૌવધ વિરોધની ચળવળમાં સક્રિય ભાગ લીધો. પશુ પ્રત્યે ઘાતકીનિવારણ મંડળની કારોબારીમાં તેઓ વરસો સુધી સભ્ય હતા. પોતાની માતૃભૂમિ ચૂડામાં પશુદવાખાનું મોટું દાન આપી ચાલુ કર્યું, જે પશુદવાખાનામાં આજે વર્ષે પાંત્રીસસો (૩૫00) મૂંગા પ્રાણીઓ લાભ લે છે. ચૂડામાં પંખીઓ માટે ચબૂતરો કરાવેલ છે. તેઓનો નિયમ હતો કે દરરોજ સવારે ચબૂતરામાં આઠ શેર અનાજ નાખીને પછી જ દાતણ કરવું, જે તેઓના વારસદારોએ ચાલુ રાખેલ છે. ગરીબ પ્રત્યે તેમને અનહદ હમદર્દી હતી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620