Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 581
________________ 10 ઝળહળતાં નક્ષત્રો બિહાર, ઓરિસ્સા, આંધ્ર બધે જ જ્યારે સંકટો આવ્યા ત્યારે તેઓ દોડી ગયાં છે; ત્યાંનાં લોકોને ઘરો બાંધી આપ્યાં છે. કપડાં, વાસણ અને અનાજ આપ્યા છે અને સહુ નિરાધારોને આધાર આપ્યો છે. બધાં સેવાનાં કાર્યો કરવા માટે તેમણે ‘મુંબઈ ઉપનગર રિલિફ ફંડ'ની સ્થાપના શ્રી વિષ્ણુપ્રસાદ દેસાઈને અધ્યક્ષપદે અને બીજા સાથીઓની મદદથી કરી. આ સંસ્થાના ઉપક્રમે રિલિફનાં બધાં કામો થયાં છે. આ સેવાનાં કામો ઉપરાંત ઘરમાં કે કુટુંબમાં કોઈ પણ માંદું હોય તો તેઓ તરત ચાકરી કરવા પહોંચી જાય છે. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ નથી મેળવ્યું, છતાં મુંબઈની પચરંગી કેળવાયેલી પ્રજામાં જે.પી.નો હોદ્દો ૨૦ વર્ષ સુધી શોભાવ્યો હતો. જ્યારે પારલામાં કન્યા વિનયમંદિરની સ્થાપના કરવા બાપુજીએ હા પાડી ત્યારે સ્વામીજીને લાગેલું કે ‘છોકરી દબાઈ જશે.' ત્યારે બાપુએ હસીને કહ્યું હતું કે “તો આપણે એને ખેંચી લઈશું.” આટલે વર્ષે જોઈ શકાય છે કે મણિબહેન ક્યાંય દબાઈ નથી ગયાં. શબ્દોમાં તેઓ શોધ્યાં જડે તેમ નથી, પણ તેમનાં કાર્યોથી તેમની નિષ્ઠાવાન, સેવાભાવી મૂર્તિની કાંઈક ઝાંખી થઈ શકે. સાદાઈ અને ત્રેવડ તેમના આગવા ગુણો છે. પરોપકારીપણું ને માનવીય તત્ત્વ તે તેમનો પ્રેમભાવ છે અને કર્મ એ જ એમનો ધર્મ છે. તેઓ ફક્ત ખાદી સેવિકા જ નથી પરંતુ દેશસેવિકા છે. ખાદી પિરવારમાં બા'નું બિરૂદ મેળવનાર મણિબહેન અનેક રીતે અભિનંદનીય અને અનુકરણીય બન્યા. આવા પૂજ્ય મણિબાને અમારા કોટી કોટી વંદન. —મૃણાલિની દેસાઈ શ્રી મહેશભાઈ શાંતિલાલ લોદરીયા મનોબળ જેનું દૃઢ હતું, હેતના જે મહાસાગર હતા, શાસન જેના રોમરોમમાં વસ્યું હતું, ભાઈચારો જેનો જીવનમંત્ર હતો અને Jain Education International ઈશ્વરમાં જેને પૂર્ણ ભરોસો હતો.... ૧૧૯૭ એવા એક નિખાલસ, સરળ અને નિષ્ઠાવાન કાર્યકર્તા મહેશભાઈનો જન્મ અલબેલી મુંબઈ નગરીમાં શ્રી શાંતિલાલ દેવશીભાઈ લોદરીયાના કુળમાં માતુશ્રી મંછાબેનની કુક્ષીએ થયેલ. બાળપણથી વિશિષ્ટ વ્યક્તિત્વ, તીવ્ર બુદ્ધિમત્તા સાથે આગવી સૂઝબુઝ છતાં ક્યાંય અહંકારનું નામ નહીં, મુખ ઉપર સદા પ્રસન્નતા, હસતો ચહેરો અને કાર્ય કરવાની ધગશ! ક્યાંય આળસ પ્રમાદનું નામ નહીં! પહેરવેશ સદા સાદો છતાં મર્યાદિત, ભાષામાં નમ્રતા સાથે મધુરતા ક્યારેય કોઈની નિંદામાં રસ નહીં, પરોપકાર, જીવદયા અને શાસન–સમાજની સેવા કરવાનો વારસાગત ગુણ હતો. તેમના પિતાશ્રી પણ સંઘમાં અગ્રણી હતા તેથી શાસન–સમાજના કાર્યોમાં નાનપણથી જોડાયા હતા. શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના પ્રમુખ– ટ્રસ્ટી રહીને સમાજની અનેક પ્રવૃત્તિઓને વેગ આપ્યો. જ્ઞાતિજનો માટે તબીબી સારવાર માટે માતબર ફંડ ધોલાણી પરિવાર તરફથી મેળવ્યું. વાડી બનાવવાનું સ્વપ્ન સાકાર કરી આપ્યું જેમાં તેમનું દૃઢ મનોબળ અને વિપરીત સંજોગો વિરોધી વાતાવરણમાં તેમની આંતરિક લાગણી, નમ્રતા અને મૈત્રીભાવ જ કારણભૂત હતા. શ્રી ટીકર જૈન સંઘમાં ઘણી સેવા આપી, નાનો સંઘ છતાં ભૂકંપ પછીના જિર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, નૂતન ઉપાશ્રય આદિ સર્વ કાર્યો ટૂંક સમયમાં પૂર્ણ કરી આપ્યા. માદરે વતન ખાખરેચી ગામનું ઋણ પોતાને માથે છે એમ સમજી ભૂકંપ આવ્યો ત્યારે મુંબઈથી ઘણી રાહતસામગ્રી ભેગી કરી તુરત ત્યાં પહોંચી ગયા હતા અને પોતાના ગ્રામજનોના આત્મીય સ્વજન બની તેમના પુનર્વસન માટે તનમનધનથી સેવામાં લાગી પડ્યા હતા. ગુપ્તદાનના પ્રખર હિમાયતી હતા. અનેક નિઃસહાય કુટુંબોના બંધુ બની તેમના અશ્રુ લૂછ્યા અને તેમને પગભર થવામાં સહાયક બન્યા. ગણિવર્ય પૂ. તીર્થભદ્ર વિ.મ.સા. આદિ ઠાણાનું ચાતુર્માસ ધામધૂમથી કરાવવાનો તેમનો મનોરથ હતો કારણ કે તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા! ધાર્મિકક્ષેત્રે પણ જીવનઉદ્યાન વિકસિત હતું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની અતૂટ શ્રદ્ધાને કારણે છેલ્લા ૧૭ વર્ષથી નિરંતર શંખેશ્વર તીર્થની યાત્રાએ દર પૂનમે જતા. માતાપિતાના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620