Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 579
________________ ઝળહળતાં નક્ષત્રો રાષ્ટ્રવ્યાપી રમતોને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવે છે. તેમાં બાબુભાઈનો પાયાઆ પત્થર સમો ફાળો છે. પરંતુ જીવનનું બીજું નામ ભરતી--ઓટ છે. વિશાળ સાગર સમથળ પડ્યો હોય ત્યારે એના પર ખેલવાનું મન થાય, પણ ડુંગર જેવા મોજાં ઉછાળતો--ધસમસતો હોય ત્યારે ભાગી જવાનું મન થાય. પરંતુ વિરલા એને કહેવાય કે એ વિષમ પરિસ્થિતિમાં ડગે નહીં, ભાગે નહીં, અડીખમ ઊબા રહે. મનહરબેનનું આવું અડીખમ અટંકી હતું. બાબુભાઈને ધંધાઉદ્યોગમાં ખોટ ગઈ. નવાનગરના રાજાએ રાજ્યના દેવા પેટે બધી મામિલ્કત જપ્ત કરી. એવા કપરા સંજોગામાં પણ મનહરબેનના સંસ્કારો સોળે કળાએ ખીલેલા. તેમની ધર્મધારા જરાપણ વિચલિત ન થઈ. બીજું કોઈ હોય તો ભાંગી પડે. પણ તેઓ તો પોતાની સંસ્કાર સમૃદ્ધિથી સદાય ધીરગંભીર અને ઉત્સાહી રહ્યા. એમના આ ગજબના આત્મબળના પ્રતાપે જ ભાવિ પેઢી પડી ભાંગવાને બદલે બેઠી થઈ અને હજુ પણ એક એક ડગલું માડતા યશ-ધન-કીર્તિના સર્વોચ્ચ શિખરે પહોંચવાની હામ ધરાવે છે. આવી પ્રેરણાદાયી સંસ્કારમૂર્તિઓ હંમેશા ચિરસ્મરણીય બની રહેતી હોય છે. આપ માતા-પિતાને આપના લાડકવાયા પરિવારની કોટિ કોટિ શ્રદ્ધાંજલી. જન્મ : ૨૮-૨-૧૯૦૫ મૃત્યુ : ૫-૪-૨૦૦૦ શ્રીમદ્ ભગવતગીતામાં ભગવાનનું એક વચન છે. शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोड भिजायते । એટલે શ્રદ્ધાવાન અને પુણ્યશાળી આત્માઓ કોઈ ક્ષતિને કારણે યોગભ્રષ્ટ થાય ત્યારે કોઈ પવિત્ર તથા સાધનસંપન્નને ઘેર અવતરે છે. મુંબઈનાં પરાંઓમાં વિલેપારલેની ભૂમિ રાષ્ટ્રીય અને સમાજકલ્યાણની પ્રવૃત્તિ માટે ઘણી જાણીતી છે. સાદગી અને સેવા એ જ જેનો જીવનમંત્ર છે, જેનું વ્યક્તિત્વ નિરાડંબર Jain Education International છે અને જેનામાં એક પ્રકારની ગરવાઈ છે તેવાં મણિબહેનનો જન્મ તા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૦૫ને દિવસે સાબરકાંઠાના દેરોલ ગામે થયો હતો. પિતાશ્રી ચૂનીલાલ નાનચંદ ઝવેરી કાપડના મોટા વ્યાપારી અને નિરપેક્ષ સેવારત સજ્જન હતા. તેમની નિસ્પૃહતાભરી સેવાવૃત્તિની અસર મણિબહેનના નિર્મળ બાલમાનસ પર નાનપણથી જ અંકાઈ. મણિબહેન માતાના સુખથી વંચિત રહ્યાં. પિતાજી પણ પાંત્રીસ વર્ષની ઉંમરે દેવ થયા. ર્માણબહેન અને કાન્તાબહેન બે બહેનો મુંબઈમાં પોતાના કાકા મોતીલાલ નાનંચદને ત્યાં રહેવા આવી. ઘરનું કામકાજ, રસોઈ પાણી, આટલું આવડે તેમ જ ધાર્મિક પુસ્તકો વાંચી પરેશ હરિલાલ મહેતા, શ્રીમતી દક્ષા પરેશભાઈ મહેતા, ધીરેન હરિલાલ મહેતા, શ્રીમતી હર્ષા ધીરેન મહેતા, હિમાંશુ શકે તેટલું અક્ષરજ્ઞાન હોય તે છોકરી ભણેલી ને સંસ્કારી પી. મહેતા, આનંદ ડી. મહેતા, શ્રીમતી હેમાલી એ. મહેતા, જીત એ મહેતા, દેવાંગ ડી. મહેતા, યશવી ડી. મહેતા, શ્રીમતી ઉમાબેન બી. દલાલ,. વિશ્વાસ શેઠ, શ્રીમતી શ્રદ્ધા એમ હરિકુમાર, શ્રી એમ. હરિકુમારના જય જિનેન્દ્ર કહેવાય તેવી માન્યતા તે જમાનામાં હતી. મુંબઈની માંગરોળ જૈન કન્યાશાળામાં રહી ગુજરાતી ચોથું ધોરણ મણિબહેને પસાર કર્યું. ગૃહજીવનના પાઠ સાથે જૈન ધર્મગ્રંથોનું વાચન એ પ્રમાણે એમના જીવનશિક્ષણની શરૂઆત થઈ. સેવામૂર્તિ મણિબહેન નાણાવટી મણિબહેન વિલે-પારલે તથા દેશનાં એક સંનિષ્ઠ કાર્યધર્મી છે. શ્રીમતી ૧૧૯૫ ૧૯૨૨માં સત્તર વર્ષની વયે શ્રી ચંદુલાલ નાણાવટી સાથે એમનાં લગ્ન થયાં. નાણાવટી કુટુંબ ગાંધીવિચારોથી સારી રીતે પરિચિત અને પ્રભાવિત હતું એટલે સ્વદેશી વસ્તુઓ તરફનો ઝોક તે કુટુંબમાં સહજ હતો. શ્રી ચંદુભાઈ સ્વયં બાપુના નિકટવર્તી હતા. બાપુએ ચીંધેલું કામ તેઓ તત્પરતાથી કરતા. ૧૯૩૦માં જ્યારે સત્યાગ્રહની લડત શરૂ થઈ ત્યારે શ્રી ચંદુભાઈ કુટુંબ સાથે સિલોન રહેતા હતા. આંદોલન મોટા પાયા પર શરૂ થયાના સમાચાર મળ્યા એટલે કામધંધો સંકેલી ૧૯૩૧માં ફરી મુંબઈ આવી ગયા. મહારાષ્ટ્રની સત્યાગ્રહ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620