Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 577
________________ ઝળહળતાં નક્ષત્રો શ્રી મનુભાઈ ગોરધનદાસ ગાંધી મુઠ્ઠીમાં મક્કમ નિર્ધાર, કાંડામાં ધીંગી ધરાની ધીંગી ખુમારી હૈયામાં માતૃભૂમિની મમતાનું ઋણ, આંખોમાં સોનેરી સપનાઓ અને સર્જનાત્મક સંકલ્પોનું અંજન આંજી ઉજ્જવળ ભાવિની આશા સાથે ૧૭ વર્ષની બાલી વયે રૂ।.ની મૂડી સાથે ૧૯૫૯માં વ્યવસાયમાં ઝૂકાવ્યું તે શ્રી મનુભાઈ ગોરધનદાસ ગાંધી. Hand, Heart and Head હાથ–હૃદય અને મસ્તિષ્કના શ્રમ, શ્રદ્ધા અને સાધના વડે આદરેલી વ્યવસાયિક વિકાસ યાત્રામાં આજે ૫૨ વર્ષે ઉત્તરોત્તર નવા પરિમાણ સિદ્ધ કર્યા છે. ૫૦ ભવન્સ કોલેજમાંથી ઇન્ટર આર્ટ્સ કર્યા પછી સંજોગોને આધીન ભણતર છોડી દેવું પડ્યું પણ આજે તેમના બ્લોળા અનુભવના જ્ઞાન હેઠળ કેટકેટલા ડીગ્રીધારીઓ હોંશે હોંશે કામ કરે છે. તેઓ કહે છે કે અમારી આખી ઓફિસમાં હું સૌથી ઓછું ભણેલો છું પણ પ્રવાસ-ભ્રમણ ભારતભરમાં. અને છેલ્લા ૩૦ વર્ષથી વિશ્વનો કોઈ દેશ બાકી નથી જ્યાં તેમણે પ્રવાસ કર્યો ન હોય....અને પ્રવાસ-પરિભ્રમણથી વિઝન મળ્યું, Experience અને Exposer મળ્યું, નવા નવા લોકોને મળવાનું થયું, નવા કલ્ચરને જાણ્યા, વિચારશક્તિ વિશાળ બની, નવા Horizon મળ્યા અને તેથી આજે તેઓ ભારતભરના પ્રથમ વ્યક્તિ છે જેમણે Tubes Industriesમાં જર્મન કોલોબ્રેશન કરી વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું. Gandhi Special Tubes Ltd.ના મેનેજીંગ ડાયરેક્ટર અને ચેરમેન રણદીપ ઓટોમોબાઈલ્સના મેનેજીંગ ડાયરેક્ટર, જયશ્રી એન્જીનિયરીંગ પ્રા.લિ.ના મેનેજીંગ ડાયરેક્ટર, રણદીપ એક્સપોર્ટ વગેરે ઘણી ઘણી કંપનીઓના કર્તા-હર્તા. ગળથૂથીમાં જ સમાજ અને ધર્મના સંસ્કાર મળ્યા છે તેથી જ ઘરના સર્વ સભ્યોને સાથે રાખી વ્યવસાયમાં પણ પરિવારના સગા-સ્નેહીને પોતાના વિશાલ વ્યવસાયિક સંકુલમાં સમાવી લીધા છે. તેમની હોશિયારી, કાબેલિયત, કુશાગ્ર બુદ્ધિ, નિર્ણયાત્મક શક્તિ, ટાઈમ મેનેજમેન્ટ, ભવિષ્યની સામે દ્રષ્ટિ Jain Education Intemational કરી વર્તમાનમાં જીવનાર, આજે શ્રી મનુભાઈ ગોરધનદાસ ગાંધી ૬૮ વર્ષના તરવરતા યુવાન હૃદયી સ્નેહાળ, ભાતૃભાવનાથી ભરેલાં અને સમાજલક્ષી કાર્યને પ્રોત્સાહિત કરનાર તથા સાચા કાર્યકરને અને તેના કાર્યને વેગ આપનાર એક રહેમદિલ સખાવતી દાતા છે. આજે તેઓ વર્ધમાન જૈન વિદ્યાલય મીરા રોડના ટ્રસ્ટી અને વાઈસ પ્રેસીડેન્ટ છે. સાઉથ બોમ્બે ઘોઘારી સમાજના ટ્રસ્ટી છે. ૧૧૯૩ શ્રી કાંદીવલી ઘોઘારી વીશા શ્રીમાળી જૈન સમાજમાં ૧૨ કોમ્પ્યુટરનું અનુદાન કરી સમાજ લેવલે કોમ્પ્યુટરના પ્રથમ ક્લાસ ચલાવવા માટેની પહેલ કરાવનાર એક દીર્ઘદ્રષ્ટા નેકદિલ ઇન્સાનના દરેક કાર્ય અનોખી ભાત પાડે છે. તેમ જ કાંદીવલી ઘોઘારી વીશા શ્રીમાળી જૈન સમાજના આદર્શ સાદાઈ લગ્નોત્સવના ૧૧ લગ્નના પ્રયોજક દાતાશ્રી તેમજ તેમને આ વિશિષ્ટ કાર્ય માટે કાયમી કોલ આપ્યો છે કે ગમે ત્યારે હું તમારી પડખે જ ઊભો છું. તમે તમારું કાર્ય અવિરતપણે આગળ વધારો. બસ આ જ રીતે તેઓ સુંદર કાર્યમાં હરહંમેશ સાથ આપી કાર્યકરોના ઉત્સાહને વેગ વધારનાર સખી દાતા છે. શૈક્ષણિક હેતુઓ માટે આ સંસ્થાઓમાં ઉદાર સખાવત કરી છે—લોકવિદ્યાલય-વાળુકડ (પાલિતાણા), દીકરીનું ઘર– પાલીતાણા, વિરાયતન-ભૂજ, અંધશાળા-ભાવનગર. હોય ભલે ના આંખની ઓળખ, તાણ કરીને જાય એ તાણી. વાહ રે ઘોઘારી મનુભાઈનું પાણી, સ્નેહનું પાણી, શૂરનું પાણી. પોતાના પ્રેમના પ્રચંડ પૂરનું પાણી, હસતું રમતું વીરડી ગામનું દીઠું, દાન અને સરવાણીનું પાણી. ધર્મપ્રેમી અને માનવતાવાદી શ્રી મણિલાલ બેચરદાસ શાહ દાનવીરો અને ધર્મવીરોની સમાજને છેલ્લા સૈકામાં જે ભેટ મળી છે તેમાં શ્રી મણિલાલભાઈ પણ પરગજુ અને ધર્મપ્રેમી તરીકે ઊજળી છાપ ધરાવનાર, સજ્જન શ્રેષ્ઠી હતા. તળાજા પાસે દાઠાના વતની. જૈન-જૈનેતર સંસ્થાઓના પ્રાણ સમા શ્રી મણિલાલભાઈએ ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈને કર્મભૂમિ બનાવી. કાપડબજારમાં અગ્રણી વ્યાપારી તરીકે એમનું For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620