________________
૧૧૯૪
સારું એવું માન હતું. એ ઉદાર આત્માનું જીવન આજની યુવાન પેઢી માટે એક આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડિતો અને નિરાધારો માટે આધારરૂપ હતા. મિત્રો સંબંધીઓ માટે અવલંબનરૂપ હતા અને ઊગતા-આગળ વધતા વ્યવસાયીઓ માટે સાચે જ માર્ગદર્શક હતા. જૈનસમાજ માટે સૌજન્ય અને સુલભ્યની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતા. તેમણે તેમની કારકિર્દીમાં હંમેશાં કુટુંબીજનોને વાત્સલ્ય અને એકતાની દિશામાં દોર્યા છે. પોતાની વિવેકશક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં બાંધવાનો આદેશ આપી ગયા છે. એના એ સ્નિગ્ધ મધુર સ્વભાવનો ઉચ્ચતમ વારસો તેમના સુપુત્રોમાં ઊતર્યો છે. તળાજા–દાઠા અને અન્ય જૈન દેરાસરોમાં, ચોતરફ કેળવણીની સંસ્થાઓમાં ખાસ કરીને દાઠા-હાઇસ્કૂલ ઊભી કરવામાં તેમનો હિસ્સો રહ્યો છે. મોટી રકમનું દાન આપી નામ રોશન કર્યું છે. આ કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના છે. પોતે તેલના મોટા વેપારી હતા અને આજે કાપડલાઇનમાં સૌને માર્ગદર્શન આપી રહ્યા છે. દાઠામાં ચાલતી હાઇસ્કૂલમાં આ પરિવારની જ મોટી દેણગી છે. શ્રી મણિલાલભાઈના સુપુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ દાનધર્મની પ્રવૃત્તિઓમાં હંમેશાં મોખરે રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રુપની પ્રવૃત્તિમાં ખૂબ જ રસ લ્યે છે. ભારતમાં બધે જ જૈન તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. ૫૮ વર્ષના યુવાન કાર્યકર શ્રી રજનીભાઈએ આ પ્રકાશનસંસ્થાને પણ ઉષ્માભર્યો સહયોગ આપ્યો છે. સાદું અને સાત્ત્વિક જીવન જીવે છે. વતનનાં દરેક કાર્યોમાં મોખરે રહ્યા છે. સાધુ-સંતો પરત્વેની પણ એટલી જ ભાવભક્તિ, તત્ત્વજ્ઞાનના કોઈ ગ્રંથો નથી વાંચ્યા પણ જીવનમાં સાર લીધો છે. “ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ.” આખુંયે કુટુંબ ધર્મપ્રેમી છે. શ્રી રજનીભાઈ તેમના પિતાશ્રીએ ઊભી કરેલી મંગલધર્મની કેડી ઉપર ચાલવા સતત પ્રયત્નશીલ રહ્યા છે.
મનહરબેન (બાબીબહેન) મહેતા હરિલાલ (બાબુભાઈ) હેમચંદ મહેતા
કહેવાય છે કે જીવન ક્ષણભંગુર છે. જિંદગી તો ચાર દિવસની ચાંદની છે. પણ એ જીવનને યાવત્યચંદ્રૌ-દિવકરો, એક સિતારાની જેમ આકાશમાં સ્થાયી કરવું, ચાર દિવસની ચડતીપડતી વચ્ચે કાયમ યાદ રહે તેમ પ્રકાશત કરવું એ કોઈ વિરલ વ્યક્તિત્વે વરેલું હોય છે. એવી વ્યક્તિઓ ભાવિ પેઢીને પ્રેરણારૂપ દીવાદાંડી બની જતી હોય છે. સાત પેઢીના સમાજને
Jain Education International
જિન શાસનનાં
નવો રાહ બતાવતી રહે છે.
તન-મન અને ધનની સમૃદ્ધિમાં માનવી ધનની કે તનની સમૃદ્ધિથી વધુ છાતી કાઢીને ચાલતો હોય છે, પણ માનવીની સાચી સમૃદ્ધિ મનની છે. જેને આપણે સંસ્કાર કહીને ઓળખીએ છીએ. મહેતા પરિવારમાં મનહરબેન અને બાબુભાઈનું જીવન આવી સંસ્કાર સમૃદ્ધિથી સભર હતું. ભૌતિક જીવનમાં ભલે ચડતીપડતીના અનુભવો થયા, પણ સાંસારિક જીવનમાં ઉત્તમ ગુણલક્ષણોનો સંચય અકબંધ રહ્યો અને આગામી પેઢીને ઉજાળતો રહ્યો.
હિરભાઈના દાદાબાપુ એટલે ગોરધનદાસ મોરારજી મહેતા. તે સમયના કાઠિયાવાડના પ્રખ્યાત વકીલ, વિદ્યાન રાજા-મહારાજાના કેસ ચલાવતાં કોર્ટ ધ્રુજાવે. ધનવાન એટલા કે સામાન્ય માણસના ઘેર અનાજની કોઠીઓ ભરેલી હોય તેમ એમને ત્યાં મોતીની કોઠીઓ ભરેલી હોય, તો મનહરબેનના પિયરપક્ષે પણે એવી દોમ દોમ જાહોજલાલી હતી. એમના પિતા કોટન માર્કેટ, સુગર માર્કેટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જના અગ્રેસર ગણાતા. મુંબઈના ગવર્નર અને ના. આગાખાન તેમને ‘ડ્યુક સુગર’ તરીકે સંબોધતા.
તેમ છતાં મનહરબેનનું સગપણ બાબુભાઈ સાથે નક્કી થયું એ એમના વડીલોને ગમ્યું નહીં, તેનું એક કારણ એ હતું કે બાબુભાઈ ઝાઝું ભણ્યા નહોતા. પરંતુ જે વ્યક્તિમાં એકાદ ક્ષેત્રની ઉણપ હોય તે વ્યક્તિમાં બીજા ઘણા લક્ષણો પૂરબહારમાં ખીલેલાં દેખાતા હોય છે. બાબુભાઈ સમજતા હતા કે એકડાબગડા એ જ માત્ર ભણતર નથી. ભણતર તો માનવજીવનને અનેક રીતે ખીલવે. જીવનની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રણેતા તરીકે બાબુભાઈએ ઘણી જહેમત ઉઠાવી. જામનગર અને કાઠિયાવાડની રમત-ગમતની પ્રવૃત્તિઓને વિકસાવવામાં તનતોડ મહેનત કરી. ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, ટેનિસ જેવી
For Private & Personal Use Only
www.jainelibrary.org