________________
૧૦૮૪
કહેવું નહિ પડે એ સહજ રીતે થઈ જશે. વળી કોઈકે યોગ્ય જ કહ્યું છે કે-દાન આપનારની ક્યારેય અછત હોતી નથી, મેળવનારે લાયકાત કેળવવી પડે છે.'' આ રીતે સાચી સમજણ આવ્યા પછી સમાજમાં આવી સંસ્થાઓને દાનની કોઈ કમી નહિ રહે એ દીવા જેવી હકીકત છે.
શ્રી જયસુખભાઈ પંચમીયાના એક કાર્યનો આ તો માત્ર અછડતો ઉલ્લેખ હતો. તેમનું બીજું મહત્ત્વનું કાર્ય છે પૂ. સંતસતીજીઓ તેમજ જ્ઞાનપિપાસુઓને માટે વિચાર અભિયાન ચલાવવાનો. સારા સારા લેખકોના પુસ્તકોને ઉપાશ્રયે ઉપાશ્રયે પહોંચાડી સારા વિચારોનો, જ્ઞાનનો પ્રચાર કરવાની તેમની તાકાત તો અજબ-ગજબની છે. જીવનની યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થાને વટાવ્યા પછી દરેક માણસ નિવૃત્તિનો વિચાર કરતો હોય છે ત્યારે જીવનસંધ્યાના સમયે સાઈકલ પર બેસી રાજકોટમાં બિરાજીત દરેક સંત-સતીજીને પૂ. રત્નસુંદરવિજયજી મ.સા. લિખિત પુસ્તકો પહોંચાડવા ઉપરાંત કોઈપણ સંતસતીજીને અભ્યાસમાં ઉપયોગી થાય તેવા બીજા પુસ્તકો લાઈબ્રેરીમાંથી કે વ્યક્તિગત કોઈની પાસે હોય તો તે રીતે પણ મેળવીને સંત–સતીજીને જ્ઞાનપ્રાપ્તિમાં ઉપયોગી બનવા તેઓ આ જૈફ વયે પણ જ્યોત સે જ્યોત જલાવવાનું કાર્ય કરી રહ્યા છે.
તેમનું માનવું છે કે આપણે કોઈની મદદ નથી કરી શકતા. હા, સેવા જરૂર કરી શકીએ છીએ. એમાંય દીન-દુઃખી અને પીડિતોની સેવા કરવી એ તો સાચા અર્થમાં ઈશ્વરપૂજા જ છે. આપણા આત્માને આ સેવા કરવાની તક મળે એટલા માટે જ ઈશ્વર રોગી, પાગલ, કુષ્ઠરોગી કે દીન બનીને વિવિધરૂપે આવે છે, માટે એની સેવા કરવી. આ સેવા કરવાની તક મળી એ મહાન અવસર છે એ હંમેશા યાદ રાખવું.
આવા માનવતાના પૂજારી જયસુખભાઈને આ કાર્યમાં, તેમના આ સુકૃતમાં તેમના કુટુંબીઓ ઉપરાંત બે-ત્રણ કલ્યાણમિત્રો હસમુખભાઈ ટોળિયા, હસમુખભાઈ શાહ, નાથાભાઈ કિયાડા વગેરેનો ખૂબ જ સહકાર અને પ્રેરણા છે.
ત્રણેક વર્ષ પહેલા શ્રી જયસુખભાઈને ગળામાં તકલીફ થઈ ગયેલી. ડોક્ટરને બતાવતા તેમણે કેન્સરની શરૂઆત છે એવું નિદાન કર્યું. એ વખતે પણ જરાકેય ગભરાયા વિના ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા રાખી ઉપચાર કરાવ્યો. ત્યારે તેમણે નક્કી કર્યું કે જો આ વ્યાધિમાંથી ઊગરી જઈશ તો મારા જીવનના બાકી બચેલા બધા જ વર્ષો સેવાકીય પ્રવૃત્તિમાં સમર્પણ કરીશ. બસ,
Jain Education International
જિન શાસનનાં
આ શ્રદ્ધાએ રંગ રાખ્યો, તેમના હાથે હજુ ઘણા કાર્યો થવાના બાકી હશે એટલે એ દર્દ પણ ચાલ્યું ગયું અને જયસુખભાઈ આજે પણ સાઈકલ ઉપર સેવા–વૈયાવચ્ચ માટે ફરતાં નજરે પડે છે. આવા ડિલોની સુંદર પ્રવૃત્તિઓ જોઈને જો થોડુંકેય કાંઈ કરવાનું મન થાય તો સંપર્ક અવશ્ય કરવો. ગિરિરાજ સ્ટીલ કોર્પોરેશન, ઢેબર રોડ, મહેતા પેટ્રોલ પંપ સામે, રાજકોટ ફોન (૦૨૮૧) ૦: ૨૨૨૪૧૭૯
R: ૨૪૫૩૮૨૫
જીવદયાના પ્રખર હિમાયતી શ્રી કિશોરભાઈ કોરડિયા
Kishor.P.Koradia
#
રાજકોટના જૈન અગ્રણી, જીવદયાના પ્રખર હિમાયતી તેમ જ રાજકોટની સામાજિક, આર્થિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી કિશોરભાઈ પી. કોડિયા માત્ર જૈનો માટે જ નહિ પરંતુ અન્ય જ્ઞાતિના લોકો માટે પણ એક આદર્શ ‘‘દીવાદાંડી'' છે.
જૈન સમાજના દેરાવાસી કે સ્થાનકવાસી ઉપાશ્રયોના નિર્માણમાં તેમ જ અનેક જિનાલયોના નિર્માણમાં તેમનો અનન્ય ફાળો છે. આવી સંસ્થાઓ આર્થિક રીતે સક્ષમ ન હોય તો પણ દાનવીર શ્રેષ્ઠીઓ સાથે વિચાર-વિમર્શ કરીને, સેમિનારો ગોઠવીને ફંડફાળા લાવી આપી સંસ્થાને માત્ર મજબૂત જ નથી કરી, આર્થિક રીતે વડલા જેવી વિસ્તૃત બનાવી છે. તેમણે સેવાકીય રણના વિશાળ રેગિસ્તાનમાં અર્થ વગર પણ વહાણ ચલાવીને એક અજાયબી અને ચમત્કાર સર્જ્યો છે. સંપૂર્ણ પ્રામાણિકતાથી તેઓ બધો જ વહીવટ ચલાવે છે. દરેક પેમેન્ટ નાનું હોય કે મોટું ચેકથી જ થાય. દરેક પ્રકારની ખરીદીમાં કરકસર અને ચોક્સાઈ જોવા મળે. વળી ગુણવત્તા પણ ઉત્તમ હોય તે જ ખરીદે. જિનાલયોમાં પ્રભુઆજ્ઞા મુજબ દરેક ખાતા શુદ્ધિપૂર્વક રાખવા તથા યોગ્ય વ્યવસ્થા કરવી તેમાં તેમની માસ્ટરી છે. હજુ સુધી કોઈ આ બાબતમાં તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી.
For Private & Personal Use Only
અંધ-અપંગ વૃદ્ધાશ્રમમાં બાંધકામથી માંડીને રોજિંદા વહીવટની આવક—જાવક તેમ જ વિકાસ ફંડમાં ખૂબ સારી કાર્યશૈલીથી વધારો કરી ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. તેવી જ
www.jainelibrary.org