Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 568
________________ ૧૧૮૪ રસિયા, ઔદ્યોગિક સંસ્થાઓના અધિષ્ઠાતા અને સામાજિક પ્રવૃત્તિઓના પ્રાણસમા શ્રી નાનચંદભાઈનો જન્મ ભાવનગરના એક સંસ્કારી અને ધર્મનિષ્ઠ પરિવારમાં થયો. ઘણાં વર્ષોથી મુંબઈમાં પરિવાર સાથે વસવાટ કર્યો. મુંબઈ ભાતબજારમાં ‘સૌભાગ્યચંદ એન્ડ કું।.'નું સફળ સંચાલન કર્યું, જેને કારણે વ્યાપારી બજારમાં સારાં માનપાન અને પ્રતિષ્ઠા મળ્યાં. દાનધર્મની અને શાસનસેવાની ઉજ્જવળ પગદંડી, ધાર્મિક સંસ્કારો અને સંકલ્પ સાધનાના સમન્વય વડે જૈન બાળકોમાં ધાર્મિક શિક્ષણ દ્વારા ધર્મશ્રદ્ધા અને ધાર્મિક આચારવિચારની પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ધાર્મિક સંસ્થાઓને પ્રસંગોપાત યથાશક્તિ આર્થિક સહયોગ આપતા રહ્યા. લક્ષ્મીનો બહુજન સમાજના હિત માટે સદુપયોગ કરવાની મંગલ મનોકામના કરતા નાનચંદભાઈ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. ઓલ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકે સૌભાગ્યચંદ એન્ડ કું।.ના પાર્ટનર તરીકે, કોહિનૂર કેટલ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર તરીકે, ઘોઘારી જૈન મિત્રમંડળના સેક્રેટરી તરીકે, બોમ્બે ગ્રેન ડિલર્સ એસોસિએશનના સભ્ય તરીકે એમ અનેક સંસ્થાઓમાં તેમણે આપેલી સેવા–સુવાસ આજે બે દાયકા પછી પણ લોકો યાદ કરે છે. Jain Education International ઉધમશીલ પુણ્યાર્થી આત્મા કુટુંબવત્સલ મમતામૂર્તિ ધર્મરુચિથી અભિમંડિત સ્વ. નિર્મળાબેન શશીકાંતભાઈ મહેતા જિન શાસનનાં મ.સી. નિર્મળાબંને રાણીપ ક કા જન્મતા જ જુનિયર સમા ચંદ્રિકરણ શાતાસભર સ્વયંસિદ્ધા સન્નારી ભવોભવના પાતિક તોડનાર તેમજ મનોરથોના પૂરનાર દાદાસાહેબના મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની નગરી ભાવનગરમાં પિયરવાટ ટાણાનિવાસી શ્રાદ્ધવર્ય ધર્મિષ્ઠ આત્મા પિતાશ્રી હુકમચંદ ત્રિભોવનદાસ શાહ અને ઔદાર્યમૂર્તિ ધર્મભિરુ માતુશ્રી ચંપાબેનના કુટુંબ–દરબારમાં યથા નામ તથા ગુણં એવા નિર્મળાબેને ૧લી–ઓક્ટોબર સને ૧૯૩૮ના સપરમા દિવસે દેહયષ્ટિ ધારણ કરી. આંખોમાં ભક્તિના અંજન, સ્વભાવમાં સંસ્કારના ચંદન, ઉરમાં વીરપ્રભુને વંદન, અનેરાં ગુણરત્નોનો ત્રિવેણીસંગમ. વારસામાં આચારશુદ્ધિ તથા વ્યવહારશુદ્ધિની વિરાસત અને સંસ્કારો સાથે માતા-પિતાના હાથે જીવનઘડતર થયું પણ ભાગ્યવશ બાલ્યવયમાં માતુશ્રીનું દેહાવસાન થતાં જીવનમાં અનેક મુશ્કેલીઓ તેમજ સંઘર્ષોનો સામનો કરવો પડ્યો પણ ધૈર્ય, હિંમત ને કોઠાસૂઝના સથવારે હંમેશા અડગ–અણનમ રહ્યાં. ભલે વ્યવહારિક શિક્ષણ સાત ધોરણ સુધી જ મેળવવા પામ્યાં પણ ધાર્મિક શિક્ષણ અને આંતરસૂઝ તેમજ ગૃહકાર્યની સૂઝ–બૂઝના કારણે જીવનના દરેક તબક્કે સફળ રહ્યા. તેમનું જીવન નિરાભિમાની હતું. પુરુષાર્થ અને પરિશ્રમથી મેળવેલી સંપત્તિનો હૃદયપૂર્વક હંમેશાં સદુપયોગ કરતા રહ્યા હતા. ધંધાર્થે પણ ઘણું ફર્યા છે. તીર્થધામોની યાત્રાઓ પણ પરિવાર સાથે કરીને જીવન ધન્ય બનાવ્યું. સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને હંમેશાં મોકળે મને મદદ કરી છે. જીવનનાં અંતિમ વર્ષોમાં ધંધા કરતાં જાહેર સેવાની અને ધાર્મિક શિક્ષણ પ્રત્યે ભારે દિલચસ્પી હતી. ચોગરદમ વયસ્ક વયે સને ૧૯૫૫ના ફેબ્રુઆરીની ૭મી તારીખે મુંબઈ સ્થિત સૌરાષ્ટ્રવાસી ૯ લાખ નમસ્કાર મહામંત્ર સમારાધક શ્રાવકરત્ન શેઠશ્રી શશીકાંત મોહનલાલ મહેતાના સાસરવાટે પ્રભુતામાં પગલાં પાડ્યાં અને માતૃતુલ્ય સાસુમા રંભાબેનના મોટા પુત્રવધુનું સ્થાન પામીને ધન્યતા અનુભવી. વિશાળ સ્નેહી વર્ગમાં સુવાસ પ્રસરાવી તા. ૨૩-૧-૮૨ના રોજ કુટુંબપ્રેમ અને સતત કર્મશીલતાના ગુણવિશેષોથી સાસરીમાં સ્વર્ગવાસી બન્યા. તેમનો દાનધર્મનો વારસો શ્રી ઇન્દ્રસેનભાઈએ આજપર્યંત જાળવી રાખ્યો છે. ઘણી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. પોતાની નામનાનો ક્યારેય મોહ રાખ્યો સૌના પ્રીતિપાત્ર બની ગયા અને સમયાંતરે પ્રસન્નમધુર દાંમ્પત્યજીવનની ફલશ્રુતિરૂપે કુટુંબવાડીમાં ૨ પુત્રો તેમ જ ૪ પુત્રીઓ રૂપી ફૂલો ખીલ્યાં અને જીવનબાગ મઘમઘી ઉઠ્યો. સાક્ષાત્ લક્ષ્મી સ્વરૂપ એવા નિર્મળાબેનના કુમકુમ પગલે નથી. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620