Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 574
________________ ૧૧૯૦ કરેલું અને જેલવાસ ભોગવેલો. આવા જૈન શ્રેષ્ઠીવર્ય શ્રી મોહનભાઈ કોઠારીનાં ધર્મપત્ની તપ, ત્યાગ અને સંસ્કારની વાત્સલ્યમૂર્તિ સમાં ગુણિયલ નારી ગુણવંતી બહેનની કૂખે તા. ૧-૨-૧૯૩૫ના રોજ લીંબડી મુકામે શ્રી ભરતભાઈ કોઠારીનો જન્મ થયો હતો. પિતાજીનાં પગલે-પગલે એલ.એલ.બી.ની પરીક્ષા પસાર કરી તેઓ એડ્વોકેટ થયા. ઇન્કમટેક્સની વકીલાત શરૂ કરી. સને ૧૯૭૮માં તેઓ સાબરમતી લાયન્સ ક્લબમાં પ્રમુખ તરીકે પસંદગી પામ્યા. સને ૧૯૭૨માં તેઓની નિમણૂક શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈનસેવા સમાજના ઉપપ્રમુખ તરીકે થઈ અને તેઓ સતત આઠ વર્ષ સુધી આ પદ સંભાળતા રહ્યા. સને ૧૯૮૫માં શ્રી ભરતભાઈ ટેક્સ એડવોકેટ બાર એસોસિએશનના ગુજરાત રાજ્યના પ્રમુખ વરાયા, જ્યારે સને ૧૯૮૬માં શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવાસમાજના પ્રમુખ તરીકે બે વર્ષ માટે શ્રી ભરતભાઈને જવાબદારી સોંપવામાં આવી, જે ખૂબ સારી રીતે પાર પાડી. સને ૧૯૮૮માં તેમની ઇન્કમટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી. પિતાશ્રીના વ્યવસાય સાથે વારસામાં મળેલા જૈન ધર્મના સંસ્કાર અને જીવદયાની પ્રવૃત્તિના ભાગરૂપે પિતાશ્રીએ સને ૧૯૫૧માં માદરે વતન ચૂડા ગામે સરકારશ્રી મારફતે શરૂ કરાવેલ પશુ દવાખાનાનું પણ ધ્યાન રાખતા હતા. આમ અનેક સંસ્થાઓમાં તેમણે પોતાની સેવા અને માર્ગદર્શન પૂરાં પાડી જે તે સંસ્થાની પ્રગતિમાં તન-મન-ધનથી સાથ અને સહકાર આપેલ છે. સને ૧૯૯૧માં તેમની તબિયત બગડી. ડૉક્ટરશ્રીના કહેવા પ્રમાણે લકવાની અસર હોઈ સંપૂર્ણપણે આરામ કરવાની સલાહ આપવામાં આવી. સતત પ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહેતા માનવને સમય કઈ રીતે પસાર કરવો તે સવાલ ઊભો થયો, પણ ધર્મના રંગે રંગાયેલા એવા ભરતભાઈને તિથલવાળા બંધુ ત્રિપુટીના પરમ પૂજ્ય જિનચંદ્ર મહારાજ સાહેબની ધાર્મિક કેસેટ ‘શાંતસુધારસ’ શ્રવણ કરવાનો સુયોગ પ્રાપ્ત થયો, જેમાં છ બાહ્ય તપ અને ૭ અત્યંતર તપની વાત સાંભળી ભરતભાઈના મનમાં એક યોજના આકાર લેવા લાગી. શ્રી રમણિકભાઈ કપાસી અને શ્રી દિનેશભાઈ વોરા વગેરે મિત્રો સાથે ચર્ચા કરી સાધુ ભગવંતોની વૈયાવચ્ચની યોજના તૈયાર કરવામાં આવી. તબિયતમાં સુધારો થતાં મિત્રો સાથે સાબરમતી Jain Education International જિન શાસનનાં વિસ્તારના ઉપાશ્રયોમાં રૂબરૂ ફરીને સાધુ અને સાધ્વીજી મહારાજ સાહેબ ને જે વસ્તુઓનો ખપ હોય તે વહોરાવવાની શરૂઆત કરી. આમ એક સત્કાર્યનું બીજ રોપાયું, પણ વિચાર આવ્યો કે, હાલના સંજોગોમાં સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબને ઔષધ–દવાની તકલીફ પડે છે તેના માટે કંઈક શરૂઆત કરવી. આ મનોમંથન ચાલતું હતું. એવામાં પરમ પૂજ્ય હિતરુચિ મહારાજ સાહેબ સાથે આ બાબતમાં વિસ્તૃત વાતચીત થઈ અને તેઓની પ્રેરણા તથા આદેશ પ્રમાણે નિર્દોષ આયુર્વેદિક ઔષધ ઉપયોગમાં લેવામાં આવ્યાં. આ કામગીરી ચલાવતાં ચલાવતાં વિચાર આવ્યો કે, વિહારમાં દવા– ઔષધિની જરૂરિયાત પડે તો? આપણને ક્યાં જાણ કરે ? આથી તા. ૨૩-૪-૧૯૯૩ને અખાત્રીજના શુભ અવસરે અમદાવાદ ખાતે શ્રી નવકાર સારવાર કેન્દ્રની વિધિવત સ્થાપના કરવામાં આવી. આગળની પ્રવૃત્તિઓ વિસ્તરતી ચાલી. આગળ લખ્યું છે તેમ જે સત્કાર્યનું બીજ રોપાયેલું તે આજે વિરાટ વટવૃક્ષ બની વૈયાવચ્ચની તથા તેને આનુસંગિક પ્રવૃત્તિઓ ઘટાટોપ કરે છે. સ્વ. શ્રી ભરતભાઈ દ્વારા શરૂ કરાયેલ આ શુભ કાર્યમાં તેમનાં પત્ની અ.ઔ. સરોજબહેન તથા તેમના સુપુત્રો ચિ. સંજયભાઈ,અલ્પેશભાઈ, જયદીપભાઈ તથા પુત્રવધૂ દિનાબહેન, નીતાબહેન, પ્રીતિબહેન, સેજલબહેન પણ સહકાર આપી રહ્યાં છે. અત્યારે તેમના પુત્ર સંજયભાઈ મેનેજિંગ ટ્રસ્ટી અને પુત્રવધૂ દિનાબહેન દીપકભાઈ કોઠારી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યાં છે. શ્રી ભુપતરાય નાથાલાલ શાહ શ્રી ભુપતરાયનો જન્મ ભાવનગર ખાતે તા. ૨૨-૨૧૯૨૨ના રોજ થયેલ. તેઓ તરૂણ અવસ્થામાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થતાં ખૂબ જ સંઘર્ષમય પરિસ્થિતિમાં તેઓનો ઉછેર તેમના માતુશ્રીએ કરેલ. તેમની જીંદગીમાં તેઓએ સતત પુરુષાર્થ અને શ્રમ કરી શૂન્યમાંથી તેમનું સામ્રાજ્ય ઉભું કરેલ. તેઓનો એક જ મંત્ર હતો કે પરસેવામાં ભગવાનનો વાસ છે. શ્રમ કર્યા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620