________________
૧૧૮૬
નવકારમંત્રનો જાપ, પ્રભુપૂજન આદિ ધર્મક્રિયામાં તત્પર રહેતા હતા. શ્રી ભીડિયાજી તીર્થના ટ્રસ્ટી તરીકે વીસ વર્ષથી વધારે સારી સેવા આપી છે. નૂતન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તેમની સંપૂર્ણ દેખરેખ નીચે તૈયાર થયેલ છે. પાલિતાણાની મહારાષ્ટ્રભવન ધર્મશાળાના ઉપપ્રમુખ તરીકે દસ વર્ષ સુધી સેવા આપી છે. સને ૧૯૮૩માં એમણે ઘણા દેશોની મુસાફરી કરી હતી. મુંબઈથી લંડન, બોસ્ટન, ન્યૂયોર્ક, આફ્રિકા, શિકાગો, ટોકિયો, હોંગકોંગ, બેંગકોક, સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયામાં જાકાર્તા, બાલી વગેરે ગયા હતા.
એમનાં ધર્મપત્ની સાથે ૨૦ વર્ષ પહેલાં યુરોપનો ઝુરીચપ્રવાસ કરેલ તેમ જ દસ વર્ષ પહેલાં અમેરિકાનો પ્રવાસ કરેલ હતો. પરદેશના પ્રવાસમાં પણ શ્રી પોપટલાલભાઈ નિત્યનિયમ બરાબર પાળતા હતા. ધાર્મિક યાત્રામાં તેમણે શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરી છે. સિદ્ધક્ષેત્રમાં પોતાનાં ધર્મપત્ની સાથે ચોમાસું કરી નવ્વાણું યાત્રાનો પણ લાભ લીધો હતો અને સાથે સાથે પાલિતાણા મહારાષ્ટ્ર–ભવનમાં જૂના ડીસા ઉપાશ્રય સંઘ તરફથી પરમ પૂજ્ય સંઘસ્થવીર આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરિ મહારાજ અને શ્રીમદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવર્યો અને પૂજ્ય મનકશ્રીજી સાધ્વીજી મહારાજ આદિ સાધુ–સંતોને ચોમાસું કરવાની વિનંતી કરી તે મુજબ લાભ લીધો હતો. દરેક ધાર્મિક કાર્યોમાં શ્રી પોપટલાલભાઈએ આગેવાની લઈ ખૂબ જ રસ લીધો હતો. મહારાષ્ટ્ર-ભવન પાલિતાણામાં નૂતન ભોજનગૃહ બંધાવી આપેલ છે તેમ જ જૂના ડીસાથી બે માઇલે આવેલ વડાવળ ગામે ધર્મશાળા બંધાવી આપેલ હતી. શ્રી પોપટલાલભાઈને ધાર્મિક સંસ્કારી પુસ્તકોનાં વાચન-મનનમાં ખૂબ જ રસ છે. સં. ૨૦૩૭માં એમનાં ધર્મપત્ની ચંચળબહેનને ૫૦૦ આયંબિલનું પારણું કરાવેલ ત્યારે પૂજ્ય આચાર્યદેવ વિજયભુવનભાનુસૂરીશ્વરજીની નિશ્રામાં મુંબઈમાં સિદ્ધચક્ર પૂજન ભણાવેલ હતું. નૂતન જૈન ઉપાશ્રયમાં જૂના ડીસામાં એમનાં માતુશ્રી ધાપુબાઈ તથા કાકી સમુબાઈના નામથી દેરાણી-જેઠાણી આરાધના હોલ બંધાવી આપેલ છે. તેમજ શ્રીમદ્ વિજયકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવરો અને મનકશ્રીજી આદિ ૭૦ સાધ્વીજી મહારાજોને ચોમાસું કરવા વિનંતી કરી હતી અને દરેક ધાર્મિક કાર્યમાં આગેવાની લઈ ભાગ લીધો હતો. તેમ જ વંદન કરવા આવનાર સાધર્મિક
Jain Education International
જિન શાસનનાં
ભાઈઓ અને બહેનો માટે ભક્તિ કરવાનો લાભ લીધો હતો. અમેરિકામાં એમના પૌત્ર ચેતનનાં લગ્ન હોવાથી ત્યાં પણ હાજરી આપવા ગયા હતાં. એમના ઘરનાં ૧૨ મેમ્બરો અમેરિકા ગયાં હતા. અગાસીતીર્થમાં વિશાળ ભોજનગૃહ હોલ અને તેના ઉપર ધર્મશાળા, સેનેટોરિયમ તેમની દેખરેખ નીચે બની હતી. શ્રી પોપટલાલભાઈને છ પુત્રો અને એક પુત્રી છે. તેમનાં નામ કીર્તિલાલ, સેવંતીલાલ, બાબુલાલ, વસંતલાલ, ભૂપેન્દ્રભાઈ અને ચંદ્રકાન્ત તથા રમીલાબહેન છે. સેવંતીભાઈ એન્જિનિયર છે. ભૂપેન્દ્રભાઈ એમ.ડી. છે. ચંદ્રકાન્તભાઈ એમ.એસ., એમ.ટી.સી. સાયન્સ છે. પૌત્ર ચેતને બી.એસ.સી. કોમ્પ્યૂટર માસ્ટર પૂરું કરેલ છે. હાલમાં ભૂપેન્દ્રભાઈ, ચન્દ્રકાન્તભાઈ પૌત્ર ચેતન પૌત્ર શૈલેષ, જયેશ, સુમીત અમેરિકામાં પંચાગમાં રહે છે. જૂના ડીસામાં સં. ૨૦૪૨માં કીર્તિલાલે પર્યુષણ પર્વમાં અટ્ટાઈ કરેલી તેમ જ બીજા ૫૦ તપસ્વીઓ નિમિત્તે સં. ૨૦૪૩માં કારતક માસમાં ઓચ્છવ થયેલ, તેમાં પોપટલાલભાઈ તરફથી કારતક સુદ ૧૩ના શાંતિસ્નાત્ર મહાપૂજા તથા નવકારસીનું જમણ થયેલ હતું. ભીડિયાજી તીર્થમાં આઠ રૂમની ધર્મશાળાનો એક બ્લોક પોપટલાલભાઈ તથા તેમનાં ધર્મપત્ની ચંચળબહેનનાં નામથી બંધાવી આપેલ છે. હાલમાં તેઓ તેમના વિશાળ ફેમિલી સાથે મુંબઈ વાલકેશ્વરમાં સમ્રાટ અશોક સોસાયટી, ચંદનબાલા સોસાયટી, પ્રકાશ બિલ્ડિંગ સોસાયટીમાં રહે છે. સૂરતમાં ગોપીપુરામાં ચંચળબહેનના નામથી સાધ્વીજી મહારાજનો મોટો ઉપાશ્રય બનાવી આપેલ છે. નવા ડીસામાં જૈન બોર્ડિંગમાં પોપટલાલભાઈના પરિવારના નામથી ૨૬ બ્લોકો સાધારણ માણસો માટે બંધાવી આપેલ છે. વિલોરી (નાસિકમાં) પણ બધા ભાઈઓએ સારો લાભ લીધેલ છે.
ઉંમર
ગૃહકાર્યમાં
શ્રીમતી પદ્માવતીબહેન મનુભાઈ ઝવેરી ૬૫ વર્ષ અભ્યાસ ચાર ગુજરાતી. નિપુણ છે. તેમનો જન્મ ગુજરાતના તા. વીરમાગમ (ઉ.ગુ.)ની પાસે દેગોજ ગામમાં થયો છે. તેઓ સ્વભાવે પ્રેમાળ, લાગણીશીલ ને માયાળુ હોવાથી ઘરમાં સૌનાં માનીતાં છે. તેમનામાં વૈયાવચ્ચનો ગુણ ખૂબ વણાઈ ગયેલો છે. સાધુ-સંતોની સેવા તથા વડીલોની સેવા એમનો મહાન ગુણ છે. પતિ તથા કુટુંબનાં સૌ સભ્યોને પ્રેમથી સહકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org