________________
૧૧૧૩
ઝળહળતાં નક્ષત્રો.
૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯))))))))))))))))))))) - દિવસ જરૂર તેમના જીવનમાં આવશે જ્યારે તેઓ આ અસાર સંસારને છોડી, પંચમહાવ્રતધારી સાધુ
બની તુરત જ યાવત્ જીવન અનશનની આરાધના કરી મૃત્યુને મહોત્સવ બનાવી, મળેલા માનવજીવનને સાર્થક બનાવશે.
આવા આ સમર્થ સંઘમાતાના બધા જ સગુણો તેમના સંતાનોમાં સંપૂર્ણપણે ખીલ્યા છે. ચારેય બS પુત્ર-પુત્રવધૂઓ અને તેમના બાળકો ખૂબ જ સુંદર ધર્મકરણી કરતાં કરતાં જીવન વિતાવી રહ્યા છે. આ તપમાં પણ તેઓ માતાનો વારસો બરાબર સંભાળી તપધર્મની આરાધના કરતા રહે છે. ગ.સં.ના C ચારિત્ર્યનિષ્ઠ, સંયમ આરાધક બા.બ્ર. પૂ. રાજેશમુનિનો પરિચય અને સત્સંગ હેમલત્તાબેનના બીજા ભN નંબરના પુત્ર પંકજભાઈને દસેક વર્ષ પહેલા થયો. બસ, આ સત્સંગે તેમના જીવનની દિશા ફેરવી નાખી છે છે. તેઓએ સાચા અર્થમાં માતાનો ધર્મવારસો સંભાળી લીધો છે. માતાના પગલે છેલ્લા ચારેક વર્ષથી આ તેઓ પણ સળંગ એકાસણા કરી રહ્યા છે. દાનધર્મમાં તો માતાનો પડ્યો બોલ ઝીલી તેઓએ કહ્યું હોય એS તેનાથી સવાયું કરે છે. માત્ર જામનગરમાં જ નહીં, જ્યાં જરૂર હોય ત્યાં તેઓ લક્ષ્મીનો સદ્વ્યય કરે છે છે. માત્ર સ્થાનકવાસીમાં જ નહીં, ધર્મની પ્રભાવના સુંદર રીતે થતી હોય તો બીજા સંપ્રદાયોમાં પણ તેઓ ઉદાર ચિત્તે સંપત્તિનો સદ્વ્યય કરે છે. કોઈપણ ધાર્મિક કાર્ય હોય, જો તે સુંદર રીતે થતું હોય, તેના દ્વારા શાસનપ્રભાવના થતી હોય તો તેમની અનુમોદના અવશ્ય હોય જ.
તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા, શાસન પ્રભાવના કરવાની ભાવના તથા સાધર્મિકો પ્રત્યેની લાગણી અને પ્રેમને કારણે તથા તેમના માટે કંઈક કરી છૂટવાની તત્પરતાને કારણે આજે જામનગરમાં જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના જૈન શ્રેષ્ઠીઓમાં તેમનું આગવું સ્થાન છે. તેઓ ભક્તિસભર સ્તવનો દ્વારા ખૂબ સુંદર રીતે આ શાસનપ્રભાવના કરે છે. તેઓ તેમાં એટલા ઓતપ્રોત બની જાય છે કે લોકો પણ ડોલી ઊઠે છે. તેમને ભક્તિ કરતાં સાંભળવા એ પણ એક લહાવો છે. તેઓ પણ સામાયિક, પ્રતિક્રમણ આદિ ખૂબ ધર્મારાધના સતત કરતા જ હોય છે. તેમના સંતાનો પણ માતા-પિતાના ધર્મવારસા સાથે તેમના કુટુંબનું નામ રોશન કરી રહ્યા છે. નજીકના ભૂતકાળમાં જ પંકજભાઈની પુત્રી અને સંઘમાતાની પૌત્રીએ ૧૬ વર્ષની નાની વયે માસક્ષમણ જેવા ઉગ્ર તપની ખૂબ સુંદર રીતે આરાધના કરેલ હતી.
આમ સંઘમાતા હેમલત્તાબહેનનું જીવન ખરેખર બીજાને પણ પ્રેરણા આપે તેવું છે. માત્ર પોતાના સંતાનોને જ ધર્મના સંસ્કારો આપી ધર્મારાધના કરાવવી તેમ નહીં, પોતાના સ્વધર્મી બંધુઓ પણ સુચારુ રીતે ધર્મ કરી શકે તે માટે આ પરિવાર હંમેશા તત્પર રહે છે, કંઈકને કંઈક આયોજન કરતો રહે છે. જગડુશા કે ભામાશાને આપણે નજરે તો નથી નિહાળ્યા માત્ર ઇતિહાસ દ્વારા ઓળખ્યા છે. પરંતુ આવા ઉદારદિલા શ્રેષ્ઠીઓને જોઈએ ત્યારે એમ લાગ્યા વગર ન રહે કે જગડુશા અને ભામાશા પણ આવા જ હશે. આવા જામનગરના સંઘમાતા હેમલત્તાબેન તેમના ત્રણે મનોરથો પૂર્ણ કરવામાં સફળ થાય એ રીતે ધર્મમાં અને ધર્મકાર્યોમાં ખૂબ ખૂબ આગળ વધે તેમ જ માતાના પગલે પંકજભાઈ આદિ બધા ભાઈઓ પણ માતાનો વારસો સંભાળી ધર્મમાર્ગે આગળ વધી પોતાના પુરુષાર્થ દ્વારા ખૂબ ખૂબ જ શાસનપ્રભાવના કરે એ જ અભ્યર્થના..... જય જિનેન્દ્ર.
KAAA222222good
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org