________________
ઝળહળતાં નક્ષત્રો
તેઓ અંગ્રેજી સાથે એમ.એ. થયા. ત્યારપછી નડિયાદના વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં જોડાયા. ૧૯૪૨ની “હિંદ છોડો” લડતમાં સક્રિય થવા સંસ્થાને સ્વેચ્છાએ છોડી સ્વાતંત્ર્ય સેનાનીઓની ટુકડીમાં જોડાયા. ખેડા જિલ્લાના એક ગામમાં ભાષણ દ્વારા લડતનો પ્રચાર કરતાં પકડાયા, ત્રણ માસ જેલની સજા થઈ. તેમની સાથે સુમતિબેન વૈદ્ય, યશોદાબેન, લીલાબેન પટેલ વગેરે હતાં. જેલવાસ દરમિયાન સુભદ્રાબેનને માની બિમારીના સમાચાર મળ્યા ત્યારે જો પેરોલ પર છૂટે તો બાંહેધરી લખી આપવી પડતી કે અત્યારે મને મુક્ત કરવામાં આવશે તો હું
કોઈપણ પ્રકારની ચળવળમાં હવે પછી ભાગ લઈશ નહિ. રાજસત્તા સામે જંગ માંડ્યો હતો તેની સામે શા માટે ઝૂકવું? તેઓ જેલમાં હતાં ત્યારે જ માતાનું અવસાન થયું. આમ કૌટુંબિક મુશ્કેલી અને દુઃખના પ્રસંગોમાં પણ મનોબળ દૃઢ રાખી ઝઝૂમ્યા પણ સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરી.
ત્યારબાદ વડોદરા અને મુંબઈ રાષ્ટ્રીયશાળામાં જોડાયા. ૧૯૪૬માં સ્વરાજ મળશે તેવી આશા બંધાઈ હતી ત્યારે વડોદરામાં સુભદ્રાબેન અને સુમતિબેનને દરબાર ગોપાળદાસે રાજકોટમાં કન્યા કેળવણી મંડળ શરૂ કરવાનું આમંત્રણ આપ્યું.
૨૦મી સદીના આરંભે સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણીનું પ્રમાણ માત્ર બે કે ત્રણ ટકા હતું. સ્ત્રીઓની સ્થિતિ ઊંચી લાવવા દરબારસાહેબ તથા ભક્તિબા કોઈ નક્કર કાર્ય કરવા માંગતા હતા. નડિયાદની વિટ્ટલ કન્યા કેળવણી જેવી જ કન્યા કેળવણીની સંસ્થા રાજકોટમાં ઊભી કરવાનું નક્કી કર્યું. બંને બહેનોએ રાજકોટથી અજાણ્યા હોવા છતાં, સંસ્થા સંચાલનનો અનુભવ નહિવત્ હોવા છતાં આ પડકાર ઝીલી રાજકોટને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. સુભદ્રાબેન અને સુમતિબેન શિક્ષણકાળમાં વડોદરા સાથે હતાં. તેમના ધ્યેય અને વિચારસરણી સમાન હોવાથી સાથે કામ કરવાનો નિર્ણય કર્યો.
૧૯૪૬ની ૯મી જૂને દરબારસાહેબ, ભક્તિલક્ષ્મીબા અને ઢેબરભાઈના પ્રયત્નોથી રાષ્ટ્રીય શાળામાં નારણદાસ ગાંધીની હૂંફ નીચે શાળા શરૂ થઈ. શ્રી વલ્લભ કન્યા વિદ્યાલયની શરૂઆત શ્રી શામજીભાઈ વિરાણીના સુપુત્રોની નાણાકીય ઉદાર સહાયથી થઈ. સંસ્થાના નવા મકાનનું ઉદ્ઘાટન રાજગોપાલાચારીજીએ કર્યું. શરૂઆતમાં ૫ થી ૧૧ ધોરણ સુધીની શાળા અને છાત્રાલય શરૂ કરવામાં આવ્યા ત્યાર પછી બાલમંદિર, પ્રાથમિક શાળા, પ્રિ.પી.ટી.સી., ઉચ્ચતર માધ્યમિક વિભાગ, લોક વિજ્ઞાન કેન્દ્ર અને વ્યક્તિત્વ વિકાસ કેન્દ્ર તથા
Jain Education International
૧૧૩૫
સ્વનિર્ભર વિજ્ઞાન પ્રવાહ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યા, રચનાત્મક કાર્યક્રમના ૧૮ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ સ્ત્રી ઉન્નતિનો હતો. તે પાયાનું કામ સુભદ્રાબેને શરૂ કર્યું.
શરૂઆતના તબક્કે સ્ત્રીશિક્ષણનું કાર્ય કઠિન હતું. અપરિણીત બહેનો માથે ઓઢ્યા વિના શાળામાં કામ કરે, છોકરીઓને રમત રમાડે, કસરત કરે એ વાતો કૌતુક જગાડતી હતી. રસ્તે જતાં લોકો અચરજથી જોવા ઊભા રહી જતાં. આમ શરૂઆતમાં ઘણી જહેમત ઊઠાવવી પડતી હતી. પરંતુ
સુભદ્રાબેન અને સુમતિબેને કન્યા કેળવણીના કાર્યને પોતાનો
જીવનમંત્ર બનાવ્યો હતો. તેઓ કન્યા કેળવણીના મહત્ત્વને બરાબર સમજતાં હતાં. કુટુંબ એ સમાજનું ઘટક છે. નારી એ કુટુંબનું કેન્દ્ર છે. સમાજના ઘડતરમાં નારીનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. ભાવિ નાગરિકોના ઘડતરનો પ્રારંભ કુટુંબમાંથી થાય છે. આથી સ્ત્રીને એવી કેળવણી મળવી જોઈએ કે તેના દ્વારા ઊછરેલા બાળકોમાં સ્વાવલંબન, સંસ્કારિતા, સ્વાશ્રય, ચારિત્રશીલતા, સહૃદયીપણું અને નિર્ભયતા જેવા ગુણો ઠાંસીઠાંસીને ભરેલા હોય. વિદ્યાલયની સ્થાપના પાછળ આ જ સમજ અને ઉદ્દેશો હતાં.
વ્યાયામ,
તે સમયે બહેનો સ્વચ્છતા અને સુઘડતાને બહુ મહત્ત્વ ન આપતી. તે માટે શાળામાં સ્વચ્છતા અને સુશોભન સ્પર્ધાઓ દ્વારા શિક્ષિત કરવામાં આવતી. શાળામાં વિવિધ પ્રકારની બૌદ્ધિક પ્રવૃત્તિઓ, મનોવિજ્ઞાનનું શિક્ષણ, રમત-ગમત, શાળા અને છાત્રાલયમાં વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીનીઓનું સંચાલન—આ બધા કાર્યક્રમો દ્વારા જવાબદારીની ભાવનાનો વિકાસ કરવામાં આવે છે. નિયમિતતા, પ્રામાણિકતા, સામાજિક વ્યવહારો, સંસ્કૃતિનો વિકાસ અને આદર, પર્યાવરણરક્ષા, સહકાર, રાષ્ટ્રીય ઐક્ય અને વિશ્વબંધુત્વ જેવા ખ્યાલને વિકસાવવા માટે અનેક પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. દા.ત. પ્રવાસ, વિજ્ઞાનમેળા, તજજ્ઞોના પ્રવચનો જેવા નિયમિત કાર્યક્રમો, કુદરતી આપત્તિ સમયે રાહતકાર્યોમાં સહયોગ આપવો આવા કાર્યક્રમો દ્વારા સાચા જીવનમૂલ્યો વિકસે છે.
સંસ્થાની શરૂઆતના સમયથી જ સુભદ્રાબેનનો પ્રયત્ન એ રહ્યો હતો કે અહીં અભ્યાસ કરતી કન્યાઓ સ્વતંત્ર, તેજસ્વી છતાં કલ્યાણકારી બને. એન.એસ.એસ., એન.સી.સી., ઇન્ટરેક્ટ ક્લબ, નેચર ક્લબ, ઇકો ક્લબ જેવી અનેકવિધ ક્ષિતિજો તેઓએ સર કરી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org