________________
ઝળહળતાં નક્ષત્રો
૧૧૩૩
આયખું આખું દિકરીઓ શિક્ષણના ક્ષેત્રે, સમાજના ક્ષેત્રે આગળ કેવી રીતે વધે તેની ખેવના રાખી કન્યા કેળવણીના
લીલાબેનની ફરજનિષ્ઠા, કામ પ્રત્યેની પૂરી વફાદારી, આવડત, પ્રમાણિકતા, હોંશિયારી તેમ જ શિક્ષણ પ્રત્યેનો સમર્પણભાવ પણ કામ કરી ગયો. જે વલ્લભ કન્યા કેળવણી મંડળે તેમની કારકિર્દીની શરૂઆતમાં જ તેમને મનગમતી પ્રવૃત્તિ દ્વારા આગળ વધવાની તક આપી, વિશાળ આકાશ આપ્યું એ સંસ્થા પ્રત્યે તેમના મનમાં એક સમર્પિતભાવ જન્મ્યો. આ ભાવને કારણે જ તેઓ આજીવન એક સંસ્થા સાથે જ બંધાયેલા રહ્યા
ઉત્કર્ષ માટે જીવન સમર્પિત એટલું જ નહિ લોહી રેડીને પણ સંસ્થાનું હિત, વિકાસ અને
આગેકૂચ કઈ રીતે થાય તે જ સદા વિચારતા રહ્યા અને એ પ્રમાણે જ કાર્ય કરતાં રહ્યા. બહારની સંસ્થાઓમાં માત્ર એક કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં તેઓ ટ્રસ્ટી રહેલ.
સ્ત્રી કેળવણી માટે જીવન સમર્પિત કરનાર શ્રી લીલાબેન કોઠારી
કરનાર શ્રી લીલાબેન કોઠારી શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયના સક્રિય ઉપપ્રમુખ છે. રાજકોટના જ વતની શ્રી લીલાબેનનો જન્મ તા. ૧-૧૦-૨૮ના રોજ થયો હતો. એ જમાનામાં પણ M.A., M.Ed. સુધીનો અભ્યાસ કરી શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી શરૂ કરી, આગળ ધપાવી અને આજે ૮૨ વર્ષની ઉંમરે પણ શિક્ષણ ક્ષેત્રે હજુ એટલા જ સક્રિય છે.
નાનપણથી જ સુખી, સંસ્કારી અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં જન્મેલા લીલાબેનના જીવનમાં કોઈ એવી ઘટના નહોતી બની કે તેમને એવો નિર્ણય લઈ લેવો પડે કે મારે આજીવન કુંવારા રહેવું, પરંતુ નાનપણથી મનમાં એક જ વાત કે સ્ત્રીઓ કેવી રીતે આગળ વધી શકે? અને પુરુષના આલંબન વગર પણ એકલી શા માટે ન જીવી શકે? સ્ત્રી ધારે તો પુરુષની સહાય વગર પણ વિકાસના શિખરો સર કરી શકે છે.
માતા-પિતાની છત્રછાયામાં B.A. સુધીનો અભ્યાસ સુંદર રીતે પૂર્ણ કરી ૧૯૫૦ની સાલથી જ શિક્ષકની કામગીરી શરૂ કરી. શિક્ષકની કામગીરી કરતાં કરતાં જ સાથે M.A. પણ કર્યું અને M.Ed. પણ પૂરું કર્યું.
૧૯૫૦થી કારકિર્દી શરૂ કરી ત્યારબાદ B.Ed. ૧૯૫૮માં પૂરું કર્યું. B.Ed. કર્યા પછી પાંચ વર્ષ પૂરા થયા કે તરત જ આચાર્યની પદવી પ્રાપ્ત કરી. જીવનને જે ક્ષેત્રે આગળ વધારવું હતું તે ક્ષેત્રમાં આવી ઉચ્ચ પદવી પ્રાપ્ત થઈ તે તેમના માટે જીવનનો અતિ આનંદનો પ્રસંગ હતો તેમ જ જીવન આખું આ પ્રસંગ અવિસ્મરણીય બની રહે તેવો હતો. વળી આ પદવી અણધારી જ મળી તેથી ખુશીનો કોઈ પાર ન રહ્યો. સર્વીસ શરૂ થયાના ૧૩ જ વર્ષમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી તેથી ખૂબ જ સરસ રીતે કામ કરવાની તક મળી.
આ ક્ષેત્રમાં ત્વરિત પ્રગતિના શિખરો સર કરવામાં શ્રી
Jain Education International
વળી શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલ હોવા છતાં સાથે સાથે સામાજિક સેવા પણ ખૂબ સરસ રીતે કરતા ગયા. ઉચ્ચ પદવી હોવાથી શિક્ષણસંસ્થામાં કાર્ય કરતાં કરતાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતાં આ બધાનો કોઠાસૂઝથી ઉકેલ લાવવો, બધાનો સહકાર લઈ દરેક પ્રશ્નનું નિરાકરણ કરવું. કોઈને મનદુઃખ ન થાય તેનો ખાસ ખ્યાલ રાખતા. વળી આ બહેનો માટેની સંસ્થા હોઈ ઘણીવાર જરૂરિયાતમંદ બહેનો પણ આવતી જેમને આર્થિક, શૈક્ષણિક કે સામાજિક મદદની કે હૂંફની જરૂરિયાત હોય—આ બધાને તેમની યોગ્યતા પ્રમાણે યથાશક્તિ મદદ કરતાં. ઘણી વખત સંસ્થામાં ભણી ગયેલી બહેનોને કોઈ કૌટુંબિક સમસ્યા ઊભી થઈ હોય તો તેઓ પણ શ્રી લીલાબેનના માયાળુ અને લાગણીશીલ સ્વભાવને કારણે તેમનું માર્ગદર્શન લેવા આવતાં ત્યારે તેઓને પણ ખૂબ પ્રેમથી આવકારી તેમના પ્રશ્નોનો ઉકેલ લાવી દેતા, ક્યારેક વળી આવા બહેનોને આર્થિક સમસ્યા ઊભી થઈ હોય તો તેમને તેમની યોગ્યતાનુસાર કાર્ય કરવાની પ્રેરણા આપતા. વળી એ જમાનામાં બહેનોના શિક્ષણ પ્રત્યે સમાજનું વલણ બહું કૂણું નહોતું. અમુક માતા–પિતા જ સ્ત્રી કેળવણીનું મહત્ત્વ સમજતા અને દિકરીઓને ભણાવતા. આવા સમયે કન્યાઓના વાલીઓને દિકરીઓ પ્રત્યેની દૃષ્ટિ બદલવાની, સ્ત્રી-કેળવણીને મહત્ત્વ આપવાની વાતો સમજાવતા.
નાની ઉંમરથી પૂર્વ જન્મના સંસ્કાર હોવાથી જ્ઞાનપિપાસા વધુ હતી અને સંસાર જીવનમાં રસ ન હતો, આમ છતાં મનમાં કંઈક કરવાની તમન્ના હતી. ધર્મ પ્રત્યે એક ઝુકાવ હતો. કોલેજમાં ગયા ત્યાં સુધી નિયમિત ઉપાશ્રયે જતા, ધાર્મિક અભ્યાસ કરતાં, પ્રતિક્રમણ કરાવવા જતાં અરે! એક સમય તો
For Private & Personal Use Only
www.jainelibrary.org