Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 561
________________ ઝળહળતાં નક્ષત્રો આલગ્ન રાધનપુરના મણિયાર કુટુંબના સંસ્કારી કન્યા શ્રીમતી જાસુદબેન સાથે વિ.સં. ૧૯૮૨માં થયા હતા. જૈન ધર્મના આચારવિચારમાં તેમની કડક શિસ્ત હતી. ઘરમાં બાર તિથિ લીલોતરી શાક બંધ રહે, રાત્રિભોજન સદંતર સર્વને બંધ હોય, સાધર્મિકોની ભક્તિ આંગણે થતી રહે. વજ જેવા ગણાતા આ પુરુષે ધર્મભાવનામાં મૃદુ માખણ જેના જોવામા આવે. અનેક મુશ્કેલીઓ વચ્ચે ધાર્મિક હિતો, હેતુઓ અને પ્રવૃત્તિઓ પાર પાડ્યાના તેમના જીવનમાં સંખ્યાબંધ પ્રસંગો છે. અનેક ધર્મ સંસ્કારપોષક કાર્યક્રમો અનેક વર્ધમાનતપ આયંબિલ ખાતાઓ, અનેક જિનમંદિરોની ટીપો, જિર્ણોદ્ધારની ટીપો, તીર્થ ભક્તિઓ, મહોત્સવો, જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ, ઉપધાન તપ આરાધનાઓ, મુનિ પદવી--પ્રદાન પ્રસંગો, સાધર્મિક વાત્સલ્યો, જીવદયા વગેરેમાં હાર્દિક રીતે ધનનો પ્રવાહ વધતા ઓછા પ્રમાણમાં તેમની તરફથી હમેશા હોય જ. મુંબઈના સંખ્યાબંધ દેરાસરોના ટ્રસ્ટોમાં ટ્રસ્ટી તરીકે તેમનું યોગદાન ઘણું નોંધાયું છે. ધંધાના અને ઉદ્યોગોના અનેક ક્ષેત્રોમાં તેમનો મોભો હમેશા આગળ પડતો હતો. આપબળે આગળ આવેલી વ્યક્તિમાં કોઈને કોઈ પ્રકારની વિશિષ્ટતા હોય જ. શેઠ જીવતલાલભાઈએ ધર્મ અને શાસનસેવાના પંથે શુભકાર્યોની હારમાળા રચીને પોતાના કામથી પોતાના નામને અમર કરી દીધું છે. રાધનપુરના મર્હુમ નવાબસાહેબ સાથે ઘણા જ નિકટગાઢ સંપર્કમાં આવવાથી અનેક ધાર્મિક તથા સામાજિક ઉપયોગી કાર્યો થઈ શકેલ. મર્હુમ તથા હાલના નવાબ સાહેબની પણ સારી એવી લાગણી સંપાદન કરી હતી. તેમના કુટુંબમાં તેમના સ્વ. લઘુબંધુ કાન્તિભાઈના યુવાન પુત્ર તથા પુત્રીએ સંસારત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરી એક ઉજ્વલ દષ્ટાંત પૂરું પાડેલ છે. તે પૂ. દીક્ષિતો પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી તથા પૂ. સાધ્વીજી મહાનંદાશ્રીજી નામે કુટુંબના સંસ્કાર તથા ધાર્મિક જીવનની સુવાસ ફેલાવી રહ્યા છે. તા. ૩૧-૧૨-૧૯૭૭ના રોજ ૯૧ વર્ષની વયે સમાધિપૂર્વક નિધન થયેલ. શ્રી જીવરાજભાઈ ગોરધનદાસ પારેખ શાસન અને સમાજની સેવા ભાવનાની જ્યોત અંતરમાં પ્રગટાવીને આગે ધપતા કર્મવીરો જીવનસિદ્ધિની સૃષ્ટિમાં Jain Education International ૧૧૭૩ વિજયપ્રવેશ કરે જ છે. સૌરાષ્ટ્રમાં સિહોર પાસે મૂળ અગિયાળી ગામના વતની શ્રી જીવરાજભાઈનો ૧૯૨૨ની ૧લી જાન્યુઆરીના રોજ જન્મ થયો. પાલિતાણા બાલાશ્રમમાં શિક્ષણ પ્રાપ્ત કરી વર્ષો પહેલા મુંબઈમાં આગમન થયું. શરૂઆતમાં ઘણો જ સંઘર્ષ વેઠવો પડ્યો. માનવજીવનના મોરચા પર માનવી સખ્ત પરિશ્રમ અને કાર્યદક્ષતાથી જ અનોખી દુનિયા ઊભી કરે છે. વ્યાપાર ધંધામાં ખૂબ જ આગળ વધ્યા. તેમ સમાજસેવા અને વ્યવહારમાં પણ પ્રગતિ કરી. પાલિતાણા જૈન બાલાશ્રમના કાર્યક્ષેત્રને ઘણું જ સદ્ધર કર્યું. ઘોઘારી સહાયક ટ્રસ્ટમાં તથા ઘોઘારી જ્ઞાતિમાં પણ વર્ષો સુધી સેવા આપી. તેમના પુત્ર ચંદ્રકાંતભાઈએ પિતાનો એ વારસો જાળવી રાખ્યો છે. નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં યોગદાન આપનાર શ્રી દીપચંદ જૈન રાજસ્થાનના ઝાલાવડ જિલ્લાના નાગેશ્વર ઉન્હેલના શ્રી પન્નાલાલ જૈનનાં ધર્મપત્ની શ્રીમતી ઇન્દરબાઈ જૈનની પુણ્યકુક્ષિએ વિ.સં. ૧૯૮૯ની વસંતપંચમીના દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો. ભવિષ્યમાં નામ અને કામ ઊજળું કરનાર આ પુત્રને નામ આપવામાં આવ્યું દીપચંદ. કહે છે “પુત્રના લક્ષણ પારણે પરખાઈ જાયે છે.”—એ ન્યાયે બચપણથી જ માતાના ઊજળા અને ઉચ્ચ સંસ્કાર અને ધાર્મિકતાને દીપચંદે ગ્રહણ કરવાનો આરંભ કરી દીધો. હાઇસ્કૂલ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ દીપચંદભાઈએ વ્યવસાયમાં ઝંપલાવ્યું. અનાજનો વેપાર તેમજ વસ્ત્ર અને ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યાં. લગ્નજીવન દરમ્યાન એમનો મોહનલાલ અને ધર્મચંદ નામે બે પુત્રો અને પાર્વતીબાઈ તથા દુર્ગાદેવી નામે બે પુત્રીઓનો સંસાર હતો. જીવનમાં પ્રતિક્રમણ વગેરે ધાર્મિક વિધિઓ નિરંતર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620