Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 559
________________ ઝળહળતાં નક્ષત્રો સામાયિક-ધર્મ ધ્યાનમાં જોડાઈ ગયાં. વ્યવહારની ચોક્સાઈ, બુદ્ધિની તીક્ષ્ણતા અનેરી હતી. એમણે ઘરમાં લોટ દળતાં દળતાંજ ૧૨ ભાવનાની સજ્ઝાય મોઢે કરેલી. એ બોલે ત્યારે સાંભળનારને ભાવનાઓના ભાવોથી ભાવિત કરી દે, એવો કંઠ હતો. જીવન પણ કેવું પવિત્ર-શુદ્ધ, કે એમના મસ્તકમાંથી વાસક્ષેપ ઝરતો અને કંકુનાં પગલાં પડતાં. પૂ. પંન્યાસજી શ્રી ભદ્રંકર વિજયજી મ.ની નિશ્રામાં શંખેશ્વર મુકામે ઉપધાન તપ શરૂ થયું. ત્યાં જીવીબહેન બીજું ઉપધાન કરવાં જોડાયાં અને માણેકભાઈ ગુરુદેવની આજ્ઞાથી સ્વાધ્યાય–જાપ-આરાધનામાં મગ્ન બન્યા. બધાની સાથે ઉલ્લાસથી અટ્ટમ કર્યું. અપ્રમત્તતાપૂર્વક ક્રિયા, કાઉસ્સગ્ગ વ. કરતાં ૩૫ દિવસ વ્યતીત થઈ ગયા. પાછાં હાલાર-દાતા’ આવ્યાં. દોઢ મહિનાથી ઘર બંધ હતું, તે સાફ કર્યું, પણ શરીર તપથી કૃશ થઈ ગયું હતું. તેથી સાફ કરવામાં ધૂળ ઊઠી તે જીવીબહેનને અસર કરી ગઈ. ખાંસી-તાવ લાગુ પડી ગયો. ખાટલો મંડાયો. માંઢાથી મોટાભાઈ વીરપારભાઈ તથા કુટુંબીઓ આવ્યાં અને એમને ગાડામાં માંઢા લઈ ગયાં. તાવ ટાઇફોઇડનો લાગુ પડ્યો. અવસરે માણેકભાઈ પૂછે “તને કેમ છે?” “નવકાર મંત્રના પ્રભાવે મને સમાધિ છે.’ તેમ જીવીબહેન કહેતાં. કુટુંબીઓ જ્યારે વાપરવા જાય ત્યારે જીવીબહેન એકલાં પડે ત્યારે માણેકભાઈ પોતાને ગમતી આરાધના કરાવી આવે. એમાં એક દિવસ તબિયતે પલટો ખાધો. તબિયત વધુ કથળવા લાગી. માણેકભાઈએ જીવીબહેનને જાગૃત કર્યાં. પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવ્યું. જીવીબહેનનું જીવન હવે સંકેલાઈ રહ્યું હતું. દીપકમાં તેલ પૂરું થઈ રહ્યું હતું. વાટ જ બળી રહી હોય તેમ જીવન પૂર્ણતા તરફ જઈ રહ્યું હતું. જીવીબહેને હાથ જોડ્યાપચ્ચક્ખાણ આપો.” એટલે માણેકભાઈ પણ સમજી ગયા– હવે દીપક બુઝાતાં વાર નહીં લાગે. તેથી સામાયિક–આરે આહારના પચ્ચક્ખાણ આપી દીધાં, એમની પાછળ પુણ્યની જાહેરાત કરી. એમણે પણ કહ્યું--“તમે સંપૂર્ણ સમાધિમાં રહેજો.” માણેકભાઈએ પણ કહ્યું–“આપણો આજ સુધી ઋણાનુબંધ હતો. તે હવે પૂરો થાય છે.” હવે નમસ્કાર મહામંત્રની ધૂન શરૂ થઈ. એમના હાથનાં ટેરવાં ફરી રહ્યાં હતાં, મન પ્રસન્ન હતું, જરાપણ દીનતા કે ગ્લાનિ ન હતી. નવકારના ધ્યાનમાં મનને એકાગ્ર કરીને Jain Education International ૧૧૭૫ જીવીબહેન આંચકા સાથે અર્ધ ખુલ્લી આંખોને એકદમ તેજસ્વી તાલિ । ટમટમાટની જેમ ખોલી દીધી. હંસલો દિવ્યલોકના દર્શને ઊડી ચૂક્યો. આ નાની ઉંમરનું મૃત્યુ હતું. તેથી રડવાનું જ શરૂ થાય, પણ મરતાં પહેલાં તેમણે કહેલું–“મારા મૃત્યુ પછી કોઈએ રોકકળ ન કરવી પણ આરાધના કરવી– કરાવવી.” તે માણેકભાઈને પણ ખૂબ ગમેલું. તેમણે બધાને રડવાની સ્પષ્ટ ના પાડી. નાની ઉંમરમાં જીવીબહેનનું મૃત્યુ થયું. તેને મંગલમય બનાવવા અને એમની અંતસમયની ભાવનાને પૂર્ણ કરવા પ્રભુ ભક્તિનો મહોત્સવ કરવાનો વિચાર આવ્યો. આ રીતનો મહોત્સવ હાલારના ઇતિહાસમાં પ્રથમ જ વાર હશે. ઘણાંને થયું કે લોકો મહોત્સવની નિંદા કરશે-કે આ ધર્મી વળી કેવો?’’ છતાં મોટાભાઈ વીરપારભાઈ ધર્મને સમજતા હોવાથી નિર્ણય એ નિર્ણય અને મહોત્સવને અનુરૂપ વાતાવરણ થયું. તેમાં નિશ્રા આપવા પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીને વિનંતી કરી અને ગુરુ-આજ્ઞાથી પૂ. મુનિ શ્રી કુંદકુંદ વિ. મ. તેમના શિષ્ય સાથે ત્યાં પધાર્યા. ભવ્ય મહોત્સવ ઊજવાયો. ત્યારે પૂ. કુંદકુંદ વિ.મ.ને દીક્ષામાટે સહાયક થનાર માણેકભાઈનો વિચાર આવ્યો, “જેમણે મને ધર્મ બતાવ્યો, ચિન્તામણિ જેવા ગુરુદેવ બતાવ્યા, તો તેમને પણ હું સંસારમાંથી ઉગારી લ” અને એમની પ્રેરણાથી ગુરુદેવ પાસે મુહૂર્ત કઢાવીને બે જ દિવસમાં તૈયારી કરીને માણેકભાઈએ દીક્ષા ગ્રહણ કરી. સાચાં ધર્મપત્નીના મહોત્સવમાં જ પતિને સંયમ મળી ગયું. સૌજન્ય : શ્રી હેમ શાન્તિવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ, જામનગર વ્યાપારઉદ્યોગમાં અગ્રેસર : જાણીતા દાનવીર રાવબહાદુર શ્રી જીવતલાલ પરતાપશીભાઈ જૈન ધર્મપુરીઓનાં આગેવાન ગણાતા ઉત્તર ગુજરાતના રાધનપુર શહેરમાં પરમ ધર્મશ્રદ્ધાળુ અને સંસ્કારી પિતાશ્રી પરતાપશીભાઈ તથા માતા જયકોરબહેનને ત્યાં શ્રી જીવાભાઈનો જન્મ વિ.સં. ૧૯૪૩ના જેઠ વદ ૪ને દિવસે થયો હતો. બાળપણમાં જ માતાપિતાના ઉત્તમ ધાર્મિક, વ્યાવહારિક સંસ્કારો અને શ્રદ્ધા સચ્ચાઈનો વારસો મળ્યો હતો. પ્રાથમિક અભ્યાસ રાધનપુરમાં જ પૂરો કરી માત્ર સોળ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620