________________
૧૧૪૪
જોડાયેલા છે અને તન-મન-ધનથી તેમાં સક્રિય થઈ સરસ રીતે કાર્ય કરી રહ્યા છે.
સૂરજની કિંમત એના પ્રકાશથી..... દિપકની કિંમત એના ઉજાસથી......
પુષ્પની કિંમત એની સુવાસથી....... માણસની કિંમત એના કાર્યોથી થાય છે......
રાજકોટ પોતાની કર્મભૂમિ છે માટે રાજકોટ ક્ષેત્રના જુદા જુદા ઉપાશ્રયો તેમ જ સંસ્થાઓનો વિકાસ કેવી રીતે થાય તે નજર સમક્ષ રાખીને તેઓએ હરહંમેશ પ્રયત્નો કર્યા છે અને હજુ પણ કરી રહ્યા છે. શાસનની સેવા, સાધુ-સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ, ધાર્મિક કાર્યોમાં સુંદર સેવા આપી રહ્યા છે. તેમ જ પોતાના વ્યવસાયનો પણ ખૂબ સુંદર રીતે વિકાસ કરી રહ્યા છે.
માનવીને જે શક્તિ મળી છે તેને ગોપવ્યા વિના જો તેનો સુકૃતમાં ઉપયોગ કરવામાં આવે તો તે શક્તિ પણ અનેકગણી થઈ વધારેને વધારે સદ્કાર્યો કરવાની પ્રેરણા આપે છે. ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, અનુકંપાદાન વગેરે પ્રવૃત્તિમાં તેઓ હંમેશા સક્રિય રહી એવા કામોનો વિકાસ કરતાં રહ્યા છે. વહીવટી સૂઝ અને ત્વરિત કાર્ય કરવાની કુનેહ આપણા આ શ્રેષ્ઠીવર્યમાં જોવા મળે છે. સમાજને તેમની સેવાનો લાભ સદૈવ મળતો રહે એ જ અભ્યર્થના.
ધર્માનુરાગી શ્રી જીતેન્દ્રભાઈ બેનાણી
રાજકોટના જાણીતા
બિલ્ડર શ્રી જીતેન્દ્રભાઈ બેનાણી ખૂબ જ ધર્માનુરાગી અને ઉદારદિલ દાતા છે. રાજકોટનો કોઈપણ ધાર્મિક પ્રસંગ હોય તેમાં તેમનું અનુમોદનીય દાન ન હોય તેવું બની જ ન શકે. વ્યવસાયે બાંધકામક્ષેત્રે હોવાથી લોકોને સુખ-સગવડતારૂપ આશ્રયસ્થાન
અને વ્યવસાયસ્થાન આપવામાં મદદરૂપ થાય છે, તેવી જ રીતે ધર્મના ક્ષેત્રે આગળ વધતા લોકો માટે એક યા બીજી રીતે જુદી જુદી સગવડતાઓ આપવા તત્પર રહે છે.
આજે દિવસે દિવસે લોકોની જીવનશૈલી બદલાતી જાય છે. પૂર્વની સંસ્કૃતિ ઉપર પશ્ચિમની સંસ્કૃતિની જોરદાર અસર
Jain Education Intemational
જિન શાસનનાં
થઈ રહી છે, જેમાં ધીમે ધીમે ભારતીય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિનો લોપ થતો જાય છે. પહેલાના સમયમાં સૂર્યાસ્ત પહેલા ભોજન એ જૈનોના ઘરે ઘરે થતું જ્યારે આજે રાત્રિભોજનનો વ્યાપ વધતો જાય છે. ઘણીવાર ઘરમાં વડીલો હોય તેમને મનમાં ચૌવિહાર કરવાની ઇચ્છા પણ હોય છતાં ઘરના લોકોને અગવડ પડે એ માટે તેઓ વહેલી રસોઈ કરવાનું બોલી શકતા ન હોય. આવા વડીલોની વહારે આવ્યા છે શ્રી જીતેન્દ્રભાઈ.
ચાતુર્માસના દિવસોમાં રાજકોટમાં તેમના તરફથી ચૌવિહારહાઉસ ખોલવામાં આવે છે. લોકો તેનો લાભ લઈ દિવસ આથમ્યા પહેલા ભોજન તો કરે જ છે પરંતુ પ્રતિક્રમણ અને રાત્રિધર્મચર્ચાનો લાભ પણ લેતા હોય છે.
નાનપણથી જ કુટુંબમાં માતા-પિતા દ્વારા ધર્મના સંસ્કારોનું સિંચન થયેલું જે દિવસે-દિવસે દૃઢ થતું ગયું. રાજકોટમાં ધાર્મિક કોઈપણ કાર્ય હોય, ઉપાશ્રયનું બાંધકામ હોય કે તપશ્ચર્યા કરનારા તપસ્વીઓનું બહુમાન હોય, નવકાર મંત્રના જાપ હોય કે સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ હોય—દરેક ક્ષેત્રે આ કુટુંબનું નામ આગળની હરોળમાં જ હોય.
આજે જ્યારે ભારતીય અને જૈન સંસ્કૃતિ દિવસે દિવસે ભૂલાતી જાય છે ત્યારે આપણી સંસ્કૃતિને તેના મૂળ સ્વરૂપમાં જાળવી રાખવાનું, ચોવિહારહાઉસના રૂપમાં વડીલોને દિવસ છતાં, ભોજન કરાવવામાં તથા આવશ્યક ગણાતા સામાયિકપ્રતિક્રમણની આરાધના કરવામાં મદદ કરવાનું આ ખૂબ જ અનુકરણીય કાર્ય છે.
આજે ગામોગામ ચોવિહાર હાઉસ ખોલવાની જરૂર છે જેને કારણે ઘણા વડીલો ધર્મની આરાધના સુખે સુખે કરી શકે છે. શ્રી જીતેન્દ્રભાઈના ધર્મપત્ની પણ આ કાર્યમાં બરાબરના હિસ્સેદાર છે. આ દંપતિ આવા સુંદર ધાર્મિક કાર્યો અવારનવાર કરતાં રહે તેમ જ ભારતીય સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિની જાળવણીમાં ખૂબ ખૂબ યોગદાન આપે, તેમ જ ઈશ્વર તેમને આવા સુંદર કાર્યો કરવાની પ્રેરણા આપે.
અન્ય ઉલ્લેખનીય કાર્યો જોઈએ તો પોતાનું વતન ગોંડલ હોઈ ત્યાં બેનાણી વાડીનું નિર્માણ કરાવ્યું છે. એક બહેન આ સળગતા સંસારને છોડી પ્રભુ વીરે બતાવેલ પાવન માર્ગ એટલે કે સંયમી બની સ્વ–પરનું કલ્યાણ કરી રહ્યા છે, સંઘાણી સંપ્રદાયમાં છે જેમનું નામ વર્ષાબાઈસ્વામી છે. આ ઉપરાંત
For Private & Personal Use Only
www.jainelibrary.org