Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 542
________________ ૧૧૫૮ એક પાર્ટીના સહયોગથી સારી રકમનો ખર્ચ કર્યો. શ્રી કાન્તિભાઈની ઇચ્છાથી તપાગચ્છના સંઘના ઉપાશ્રયમાં નવકારમંત્રની પીઠિકાનું કાર્ય પણ ચાલુ થયું અને પૂર્ણ થતાં દાતાના હાથે સંઘને અર્પણ સમારંભ પણ યોજાઈ ગયો. આવી પીઠિકા હાલારમાં આરાધના ધામ પછી ધ્રાંગધ્રામાં એ જાતની આ બીજી પીઠિકા હશે. તે ઉપરાંત ત્યાં સિદ્ધગિરિનો પટ બનાવી તેનું મંદિર બનાવી આપેલ છે. ત્યાં દર વરસે ફાગણ સુદ ૧૩ના મેળો ભરાય છે તેની યાત્રાએ આવેલ યાત્રાળુઓને બુંદી, સરબત, ફૂટ વ.ની ભક્તિ થાય છે, તથા ત્યાં રહેલ ગાયો, વાછરડાં, ભેંસો વ. પશુઓને ગોળ તથા ખોળ નખાય છે આમ સિદ્ધિગિરિની યાત્રાએ ન જઈ શકે તેઓ આ લાભ લે આમ ઘણા વરસથી ચાલે છે. વળી ધ્રાંગધ્રાથી ફક્ત ૬ કિલોમીટર હોવાથી ઘણા ફરવા જાય છે ત્યાં બાળકો માટે ક્રિડાંગણ પણ છે. સોનાનો કળશ ચડાવી અજિતનાથ દેરાસરમાં રંગમંડપમાં સમવસરણ વિરાજિત ૭૦૦ વર્ષ પ્રાચીન શ્રી વાસુપૂજ્ય સ્વામી ચૌમુખજીના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજન સાથે ત્રિદિવસીય જીવિત મહોત્સવનો નવકારશી જમણ સાથે લાભ લીધો. સંવત ૨૦૬૩ના દ્વિતીય જેઠ સુદ૩ રવિવાર તા. ૧૭-૬-૨૦૦૭ના ૫૦૦ વર્ષ પ્રાચીન શ્રી સંભવનાથજી દેરાસરમાંના શ્રી શીતલનાથ ભગવાન તથા શ્રી નેમિનાથ ભગવાન આદિ બે દેવકુલિકાઓ બનાવી પુનઃ પ્રતિષ્ઠિત કરેલ છે તથા આરસના ગોખમાં શ્રી સીમંધરસ્વામી તથા શ્રી પુંડરિકસ્વામીજીની નૂતન પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠિત કરેલ છે. શ્રી શાંતિસ્નાત્ર પૂજન સહિત ત્રણ દિવસના મહોત્સવમાં નવકારશી જમણ સાથે શ્રી ચતુર્વિધ સંઘની તથા જૈનેતરોની હાજરીમાં ખૂબ ઉલ્લાસપૂર્વક પ્રતિષ્ઠિત કરેલ છે. સંવત ૨૦૬૪ના ભાદરવા વદ ૧૨ શુક્રવાર તા. ૨૬૯-૨૦૦૮ના રોજ બપોરે લગભગ ૪ વાગ્યે નવકારમંત્રનું પોતે જાતે સ્મરણ કરતા દેવલોકવાસી થયા. કાંતિલાલ નગીનદાસ શાહ મૂળ વતન : વડા તાલુકો : કાંકરેજ જિ. બનાસકાંઠા ઉ. ગુજરાત, હાલ મદ્રાસ. જન્મ તા. ૩૦-૮-૧૯૨૭ ગુજરાતમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા ગામમાં તા. ૩૦-૮-૧૯૨૭ના રોજ શ્રી નગીનદાસ સવાઈચંદ Jain Education International જિન શાસનનાં તથા શ્રીમતી મોંઘીબહેનને ત્યાં કથાનાયકનો જન્મ થયો. ૧૦ વર્ષની ઉંમર સુધી પોતાના જ ગામમાં અભ્યાસ કરી ૧૧મા વર્ષે થરા ગામમાં પટેલ રતનશી મૂળચંદ જૈન બોર્ડિંગમાં અભ્યાસ કરી ૧૪મા વરસે શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત “પાઠશાળા, મહેસાણામાં દાખલ થયા. ત્યાં આગળ પાંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, તત્ત્વાર્થ, લઘુક્ષેત્ર સમાસ, બૃહત્ સંગ્રહણી, કમ્મપયડી આદિ પૂર્ણ અભ્યાસ કર્યો. ૧૯૫૫થી ૧૯૯૦ સુધી સંપૂર્ણપણે ધંધો સંભાળ્યો પણ સાથે જ્ઞાનદાન તથા સ્વ-આરાધના પણ ચાલુ રહી. નવકારશી, રાત્રિભોજન ત્યાગ, તિથિએ તપસ્યા, પર્વે પૌષધ આદિ આરાધના સાથે સાંસારિક કાર્યો પણ ચાલતાં રહ્યાં. ત્રણ દીકરા તથા એક દીકરીનાં લગ્નાદિ કાર્યો પતાવ્યાં. પોતે જ્યાં ભણીને આગળ વધ્યા તે પાઠશાળાને એ કદી ભૂલ્યા નથી. પાઠશાળાના ઋણને ફેડવા એ હંમેશાં તત્પર રહ્યા છે. મહેસાણા પાઠશાળાને ૫૦ વર્ષ પૂર્ણ થયાં ત્યારે સારું ફંડ કરી આપેલ. ૭૫ વર્ષના અમૃતમહોત્સવમાં પણ સારું ફંડ કરી આપેલ. પછી પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ, પંડિતવર્ય શ્રી શિવલાલ નેમચંદ તથા શ્રી ચીમનલાલ કઠેઆ (અમદાવાદ) પધારેલ ત્યારે પણ સારો સહકાર આપેલ. શ્રી ચીમનલાલ કંડઆ (અમદાવાદ) દેવાસ તીર્થના મંદિર માટે આવેલ ત્યારે પણ ફંડ કરાવી આપેલ અને પોતે પણ ચક્રેશ્વરી દેવીના ગોખલાનો લાભ લીધેલ. સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયાં ત્યારે શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, શ્રી સાયરચંદજી નાહર તથા શ્રી મોહનચંદજી ઢઢા ઘરે પધારેલ. શેઠશ્રીએ રૂબરૂમાં કહેલ કે “સંસ્થા માટે ૨૫ લાખ કરી આપશો”, પરંતુ કાન્તિભાઈએ ૪૦ લાખ કરી આપેલ. આજે પણ સંસ્થા માટે એ હંમેશાં તૈયાર છે. For Private & Personal Use Only ૧૯૯૦માં ૬૩ વર્ષની ઉંમરે ધંધામાંથી નિવૃત્ત થયા અને કાર્મિક કાર્યભાર સુપુત્રોને સોંપી દીધેલ અને સ્વઆરાધનામાં સંપૂર્ણ રીતે જોડાઈ ગયા. આજ વરસમાં ૬૩ વર્ષની વયે એમણે સજોડે વરસીતપ ચાલુ કરેલ. ત્યારથી અત્યાર સુદી લગભગ ૨૦ વર્ષ થઈ ગયાં, તેઓની તપસ્યા ચાલુ જ છે. દરરોજ બે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620