Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 554
________________ ૧૧૭૦ મૂળચંદભાઈની ગેરહયાતિમાં પિયરવાટ ધર્મપ્રેમી શેઠશ્રી અમૃતલાલ કેશવજી શાહ (બુઢણાવાળા હાલ : ભાવનગર)ના કુટુંબેથી સાસરવાટ શ્રેષ્ઠી શ્રી મૂળચંદ નાનચંદ શેઠ પરિવારમાં આવીને બન્ને પરિવારોના વટ-વ્યવહાર સાચવવા સાથે સંતાનોનો ઉછેર સંસ્કાર-સિંચન દ્વારા કર્યો. તે સંસ્કારભાથું દીકરા-દીકરીઓ માટે અણમોલ મૂડી બની ગયેલ છે. તાત અને માતે પરમાર્થની કંડારેલી કેડી પર આગળ ધપી રહેલાં શ્રીયુત સુરેશભાઈએ ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણ શ્રી તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહમાં મેળવ્યું છે. તેથી શરૂથી જ તેમનો લગાવ શિક્ષણ પ્રત્યે વિશેષ રહ્યો છે. વર્તમાને યુગધર્મને વંદન કરતાં તેઓ કહે છે કે શિક્ષણ જ સમૃદ્ધ જીવનનો પાયો છે. શિક્ષિત વ્યક્તિ માટે નવી નવી ક્ષિતિજો વિસ્તરે છે ને નૂતન તકો સાંપડે છે. સમાજનો પ્રસ્તાવ ઉદારતાથી સ્વીકારીને તેઓશ્રીએ કેળવણી સહાયદાતા તરીકે અનુદાન અર્પવા સાથે આજની આકાશને આંબવા અને પાતાળને પામવા મથતી યુવાપેઢીને દીશાસૂચન તથા ઉત્તેજન પૂરું પાડ્યું છે. તેમની સુકૃત્યની ભૂરિ ભૂરિ પ્રશસ્તિ કરીએ છીએ. પ્રકૃતિદત્ત પ્રતિભાવંત શ્રી સુરેશભાઈએ તેમની દરેક શુભ પ્રવૃત્તિઓમાં પ્રેરણા-પુષ્ટી આપતાં સ્નેહરશ્મિસમા સહધર્મચારિણી અ.સૌ. રસીલાબેનના યોગદાન–સમર્પણથી જીવનમાં નવા આયામો હાંસલ કર્યા છે. તેમના સુપુત્રો પુત્રવધૂઓ : અ.સૌ. બીનાબેન સુનિલકુમાર શેઠ પૌત્રો : ચિ. દેવલ, ચિ. પાર્શ્વ, અ.સૌ. સ્વાતિબેન વિપુલકુમાર શેઠ – પૌત્રી : ચિ. ખુશી, દીકરીઓ જમાઈઓ અ.સૌ. પારૂલબેન જયકુમાર દોશી (અમરચંદ ભગત ક્રાકચવાળા હાલ : ઘાટકોપર) દોહિત્ર : ચિ. રેશમ, દોહિત્રી : ચિ. જિનલ, અ.સૌ. નીતાબેન પંકજકુમાર દોશી (ફૂલચંદ માસ્તર પાલીતાણાવાળા હાલ ઘાટકોપર) દોહિત્રી : ચિ. પૂજા આદિ સમસ્ત પરિવારે માતા-પિતાના મનોરથોમાં સહાયભૂત બનીને કુટુંબ-પિરવારમાં મધુરપના સાથિયા પૂર્યા છે. : - ગૃહલક્ષ્મી અ.સૌ. રસીલાબેને અઠ્ઠાઈતપ તેમજ વિવિધ તપશ્ચર્યા કરીને જીવન ધન્ય બનાવ્યું છે. શ્રી શિખરજીતીર્થનો કૌટુંબિક યાત્રા પ્રવાસ, શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની તથા અનેક જંગમ તીર્થોની યાત્રાઓ, દરેક પ્રકારના પૂજનોઅનુષ્ઠાનો,ચૈત્ર માસની શાશ્વતી ઓળી, ભાવનગર વિદ્યાનગરમાં શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિષ્ઠા, અમીયાપુર અમદાવાદ મધ્યે મેરૂધામમાં પ.પૂ. આ.ભ.શ્રી વિજયમેરુપ્રભ સ્થાવર Jain Education International જિન શાસનનાં સૂરીશ્વરજી મ.સા. ચરણપાદુકાના લાભાર્થી બનીને પ્રાપ્ત લક્ષ્મીનો સદ્વ્યય કર્યો છે. અરિહંત પરમાત્મા આવા પુણ્યવંત આત્માઓની યશકીર્તિભર્યું દીર્ઘાયુ બક્ષે તથા સમાજોન્નતિના કાર્યોમાં સર્વદા પ્રવૃતિમય રાખે એવી શુભાભિલાષા. પરમપિતા પરમેશ્વર આવા પુણ્યવંત આત્માઓને યશકીર્તિભર્યું દીર્ઘાયુ બક્ષે તથા સમાજોન્નતીના કાર્યમાં સર્વદા પ્રવૃત્તિમય રાખે એ જ શુભાકાંક્ષા-શુભાભિલાષા છે. અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના વતની શ્રી ચંદુલાલભાઈનો જન્મ તા. ૧-૧-૧૯૨૮ના રોજ થયો. મેટ્રિક સુધીનું શિક્ષણ અમદાવાદમાં શેઠશ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં ૧૯૪૦-૪૬માં લીધું પણ પછી ૧૯૪૮થી મુંબઈને કર્મભૂમિ બનાવી. ૧૯૫૩થી મુંબઈમાં દીપક મેડિકલ સ્ટોર્સની નાની દવાની દુકાનથી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં ક્રમેક્રમે સારો વિકાસ થયો. દેવ-ગુરુ-ધર્મમાં અનન્ય શ્રદ્ધા-ભક્તિને કારણે તેમના સેવાજીવનની સુમધુરતા સદા મહેકતી રહે છે. વ્યવસાયમાં દીપક મેડિકલ સ્ટોર વીમા એજન્ટ તેમ જ યુનિટ ટ્રસ્ટના એજન્ટ તરીકેની જ્વલંત ઉજ્વળ કારકીર્દી ધરાવે છે. યાત્રાર્થે હિંદનાં ઘણાં સ્થળોનું પરિભ્રમણ કર્યું છે. શ્રી ચંદુભાઈ અનેક સામાજિક સંસ્થા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે, જેવી કે–જૈન સહકારી બેંકમાં ૧૯૭૪થી બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બર તરીકે તથા મુંબઈ ચમન છાત્રમંડળમાં પ્રમુખમંત્રી તરીકે ચાલુ છે. તેમજ શ્રી પ્રગતિ મંડળ સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ કો.ઓ. સોસાયટીમાં કમિટી મેમ્બર તરીકે બાર વર્ષ સેવા આપેલી. સી. એન્ડ ડી. કેમિસ્ટ ઝોનના ૧૯૭૫થી ૧૯૯૫ હાલમાં પ્રેસિડેન્ટ તરીકે ચાલુ હતા. મુંબઈમાં ઝાલાવાડ જૈન સંઘના મંત્રી તરીકે સેવા આપેલ. તેમજ સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ક્લબમાં તેમજ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620