________________
૧૧૫૨
જિન શાસનનાં
સ્વ. શ્રી અનંતરાય હીરાચંદ દાઠાના વતની અને મુંબઈમાં રહેતા સૌજન્યમૂર્તિ શ્રી અનંતરાય હીરાચંદનું પ૬ વર્ષની નાની વયમાં તા. ૨૪-૧- ૮૬ના રોજ અવસાન થયું. શ્રી અનુભાઈ જીવનના અનેક ઝંઝાવાતોમાંથી પસાર થઈ જીવનને નવા વળાંક આપી, ઉદાર ભાવે સત્કાર્યોમાં લક્ષ્મી વાપરવા લાગ્યા હતા. તેઓ માતૃભૂમિ દાઠાના વિકાસમાં ખૂબ જ રસ લઈ રહ્યા હતા, એટલું જ નહીં, દાઠાની ભોજનશાળા અદ્યતન બને અને યાત્રિકોને દરેક પ્રકારની સગવડ મળે તે માટે સતત પ્રયત્નશીલ હતા. દાઠા દેરાસરને મીનાકારી બનાવવામાં તથા ગામમાં હાઇસ્કૂલ ઊભી કરવામાં શ્રી અનુભાઈનું આગવું પ્રદાન હતું. ભોજનશાળા માટે નિધિ એકઠી કરી આપવામાં તેમનો ઉમદા ફાળો હતો. મુંબઈમાં શ્રી ઘોઘારી વીસાશ્રીમાળી જૈન સમાજમાં આગવી પ્રતિભા ઊભી કરી હતી. વિધવા બહેનોને ઉપયોગી થવા, તેમને આત્મનિર્ભર બનાવવા તેમ જ તેમના પૈસાની કાયમી સલામતી માટે સ્વ. પિતાશ્રી હીરાચંદ શાહની સ્મૃતિમાં દોઢલાખની રકમ પોતાની આપી ઈ.સ. ૧૯૮૦માં “ટ્રસ્ટ'નો પ્રારંભ કરેલ, જે માનવતાનું ઉમદા કાર્ય આજે ચિરસ્મરણીય બની ગયું. આજે આટલાં વર્ષો પછી પણ આ ટ્રસ્ટ અવિરત સેવા આપી રહ્યું છે. તળાજાની શ્રી એન.આર. શાહ હોસ્પિટલના ટ્રસ્ટી હતા અને જૈન સમાજની નાની મોટી અનેક સંસ્થાઓમાં રસ લઈ કાર્યરત રહેતા હતા. ભારતમાં બધે ફર્યા. પરદેશ પણ બે-ત્રણ વખત જઈ આવ્યા. મહેસાણામાં માતુશ્રી કમળાબહેન હીરાચંદના નામે ધર્મશાળા બંધાવી. તેઓ ખૂબ જ પરગજુ વૃત્તિ ધરાવતા હતા.
સદ્દગત શ્રી અનંતભાઈએ આરંભેલા સમાજ અને જ્ઞાતિના સત્કાર્યોને હજી એમના સુપુત્રો શ્રી પ્રદીપભાઈ અને જગદીપભાઈ એટલી જ ઉદારતા અને પરોપકારવૃત્તિથી ઉત્સાહપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. શ્રી અનંતરાય હીરાચંદ પરિવાર આજે વિશાળ ઘેઘુર વડલાનું રૂપ ધારણ કરી ચૂક્યો છે અને તેમના સમાજોપયોગી કાર્યોને લીધે જ્ઞાતિમાં પ્રતિષ્ઠા અને કીર્તિને પામ્યા છે. વિધવા બહેનોને સહાયક થતા અને બિમારોને મેડીકલ સહાયક થતા વિશાલ ટ્રસ્ટ, વિશાલ ફાઉન્ડેશન નામના ચેરીટેબલ ટ્રસ્ટ આટલા વરસો બાદ પણ કાર્યરત છે. તેમના પરિવારે વારસો જાળવી રાખ્યો છે.
શ્રી અશોકભાઈ મધુસૂદનભાઈ શાહ
રોહીડા વિશા ઓશવાળ જૈન સમાજના પ્રતિભાશાળી દાનવીર, સેવાભાવી અને કાર્યદક્ષ સજ્જન પુરુષ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી અશોકભાઈનું જન્મસ્થળ અને કર્મભૂમિ એ બીલીમોરા નગરી છે.
બી.કોમ.ની પદવી પ્રાપ્ત કરીને સ્વતંત્ર રીતે પુરુષાર્થ કરી કેમિકલના વ્યવસાયમાં જોડાયા. કેમિકલના વ્યવસાયમાં દિન-પ્રતિદિન પોતાની બુદ્ધિ અને હોંશિયારીના સમન્વયથી સતત પ્રગતિના પંથે પ્રયાણ કરીને સંજરાજ કેમિકલ કં.ના નામથી વિશેષ સમઢ થયા છે.
શ્રી અશોકભાઈએ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં ટ્રસ્ટી, મંત્રી અને પ્રમુખપદ જેવા માનવંતા હોદ્દાઓ પર રહી તન-મન અને ધનથી સાચા દિલથી સેવા કરીને કુળદીપક તરીકે યશકીર્તિ પ્રાપ્ત કર્યા છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટ્રસ્ટઆગમ (મુંબઈ), શ્રી લાવણ્યસૂરિ જ્ઞાનમંદિર-બોટાદ, શ્રી સીમંધર-સ્વામી જિન મંદિર-ઓશિયાજીનગર-ભીલાડ, શ્રી શાંતિનાથ ઐન દેરાસરની પેઢી–બીલીમોરા જેવી ધાર્મિક સંસ્થાઓ અને બીલીમોરા વિભાગ કેળવણી મંડળ, માનવ સેવાકીય પ્રવૃત્તિઓ વિસ્તાર પામેલી છે.
શાસનસમ્રાટ પૂ.આ.શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ની ગુરુમૂર્તિની ગુરુભક્તિ ભાવનાના પ્રતીક-રૂપે પ્રતિષ્ઠા, સાકરચંદ શેઠની ટૂંકમાં (પાલિતાણા) પ્રાચીન આદીશ્વર જિનબિંબની પ્રતિષ્ઠા, અંજનશલાકા, યશ-યક્ષિણીની સ્થાપના, સાધર્મિક વાત્સલ્યમાં લક્ષ્મીનો વ્યય, ઓશિયાજીનગરના જિનપ્રાસાદની મુખ્ય શિલાસ્થાપના કરવાનો ગૌરવવંતો લહાવો લેનાર, નંદીગ્રામમાં ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયમાં મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા, જિનમંદિરના શિખરના મુખ્યશિલા સ્થાપક, આલીપોર તીર્થમાં આદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા જેવી ધર્મપ્રવૃત્તિઓ કરીને સુકૃતની કમાણી કરી છે. આ બધા જ પ્રસંગોએ જૈન સમાજના લોકોને માનસહિત ભાગ લેવા માટે પણ જરૂરી સુવિધાઓ પૂરી પાડીને સફળતાના સુકાની બન્યા છે. એમની ધર્મપ્રવૃત્તિના ચાર ચાંદ લગાવે તેવી યાદગાર પ્રવૃત્તિ તે સમેતશિખરજીની યાત્રા માટેની સ્પેશ્યલ ટ્રેઇનની વ્યવસ્થા અને સંઘપતિ બનીને આવી મહાન પવિત્ર તીર્થભૂમિ અને અન્ય કલ્યાણકોવાળી ભૂમિની સ્પર્શના, યાત્રા-પૂજાદિનો અમૂલ્ય લાભ લીધો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org