________________
૧૧૧૨
જિન શાસનનાં
S શ્રેણીતપ, ધર્મચક્ર, માસક્ષમણ, સોળભથ્થુ, અઠ્ઠાઈ, નવાઈ, ૨૦ સ્થાનકની ઓળી, પાંચ આચારની ઓળી, તે આ આયંબિલની ઓળી, આયંબિલ-એકાસણાના સિદ્ધિતપ વગેરે કેટલાયે તપ કરેલા છે. છેલ્લા ૪૨ વર્ષથી એ ક્યારેય ખુલ્લું મોટું હોય જ નહીં. અત્યારે ૭૭ વર્ષની જૈફ વયે પણ ધર્મારાધના યુવાનને પણ શરમાવે
તેવી છે. નવ વર્ષથી સળંગ એકાસણા ચાલે છે. રોજની ૧૫ સામાયિક, ઉભયકાળ પ્રતિક્રમણ
ત્યાગ, રાત્રિસંવર (ગાદલાનો ત્યાગ), હરવા-ફરવાનો ત્યાગ, સંત-સતીજીઓના દર્શન કરવા સિવાય ઘરની A બહાર જવાનું નહીં, નાટક-સિનેમાનો છેલ્લા ૨૫ વર્ષથી ત્યાગ, ઇલેક્ટ્રીક પંખા, લાઈટ, A.C. વગેરેનો
પાંચ વર્ષથી ત્યાગ, ચંપલનો ત્યાગ, વસ્ત્રોની મર્યાદા, મહિનામાં ત્રણ દિવસ જ મોટા સ્નાનની છૂટ, બ્રશનો - ત્યાગ, બહારની સઘળી મીઠાઈનો ત્યાગ, બેતાલીસ વર્ષથી સંયમ ન લઈ શકે ત્યાં સુધી પાકી કેરીનો ON ત્યાગ. આવું તપ, ત્યાગ અને ધર્મથી સભર જીવન જીવી રહ્યા છે. ૧૨ પ્રકારના તપથી પોતાના આત્માને - ભાવિત કરી કર્મની નિર્જરા કરી રહ્યા છે.
પુણ્યયોગે અઢળક સંપત્તિના તેઓ સ્વામીની છે. ચારેય પુત્રો દ્વારા ધંધાનો વિકાસ ખૂબ સુંદર હોઈ * લક્ષ્મીદેવીની સંપૂર્ણપણે કૃપા તેમના પર ઊતરી છે. આ લક્ષ્મીનો પણ હંમેશા તેઓ સુકૃતમાં ઉપયોગ
કરતાં રહ્યા છે. અવાર-નવાર લોકોને સુગુરુ-સુગુરુણીના દર્શન કરાવવા નિઃશુલ્ક બસનું આયોજન કરી
દર્શનયાત્રાએ લઈ જવા, વર્ષમાં બે-ત્રણ શિબિરોનું આયોજન કરવું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના યુવક- યુવતીઓ ભાગ લઈ શકે. ભાઈઓની શિબિર પૂ. ગુરુદેવ રાજેશમુનિ મ.સા.ની નિશ્રામાં તથા બહેનોની 2 શિબિર જુદાજુદા સ્થળે અથવા જામનગરમાં આયોજન કરે છે. ચાતુર્માસના ચાર મહિના દયાવ્રતનું આ આયોજન, અવાર-નવાર પાંચ સામાયિક સાથે ભક્તિ અને સાધર્મિક વાત્સલ્યનું આયોજન કરતાં રહે છે.
સાધર્મિકો માટે દવા-હોસ્પિટલ ખર્ચ, ભણતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, અનાજવિતરણ. આર્થિક રીતે જ નબળા હોય તેવા સાધર્મિક માટે ઉપરોક્ત આયોજન હંમેશા ચાલુ જ હોય છે. આમ લક્ષ્મીનો પણ હંમેશા જ સવ્યય કરી અનેક લોકોને શાતા પહોંચાડે છે.
ગોંડલ સંપ્રદાયના પૂ. રાજેશમુનિ મ.સા. તેમના ગુરુ છે અને ઝવેર ગુણીના શિષ્યા દયાબાઈ સ્વામી છે તેમના ગોરાણી છે. દીક્ષા મહોત્સવનું આયોજન હોય તો પણ તેઓ જ તે રંગે–ચંગે પાર પાડે છે. આવા
માતા હેમલત્તાબેન માત્ર પોતાના સંતાનોના જ માતા નથી પરંતુ સમગ્ર સાધર્મિકોના માતા છે, સંઘમાતા છે. સાધર્મિકો પ્રત્યેની તેમની લાગણી, અનુકંપા અને કાંઈક કરી છૂટવાની તત્પરતાને જોઈ તા. ૮-૧૨૧૦ના રોજ સવારે ૧૦-૪૫ વાગ્યે તેમને સંઘમાતાનું બિરૂદ આપવામાં આવ્યું જે ખરેખર સાર્થક છે.
આવા સંઘમાતા હેમલત્તાબેન હંમેશા એમ માને છે કે આપણે ભલે સંસારમાં રહેતા હોઈએ પણ આ સંસાર આપણામાં ન રહેવો જોઈએ. ક્યારેય પણ કોઈનું પણ ખરાબ લગાડવું નહીં, હંમેશા બધાને પોતાના
માનીને જ રહીએ તો જીવનમાં વાંધો જ ન આવે. સમય-સંજોગ તો ફર્યા જ કરવાના પરંતુ આપણે તેને અનુકળ બનીને જીવીએ તો જંગ જીતી જઈએ. સમજણ અને સહનશીલતા જો જીવનમાં હોય તો માનવી ક્યારેય દુઃખી થતો નથી. તેમની એક જ ઇચ્છા છે કે શ્રાવકના ત્રણે મનોરથ પોતાના જીવનમાં તેઓ પૂર્ણ કરી શકે. અત્યારે શરીર સાથ દે તેમ નથી પરંતુ અંતરની ઇચ્છા એવી છે કે એવો સોનેરી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org