________________
ઝળહળતાં નક્ષત્રો
શ્રી હસમુખભાઈ ખૂબ સરસ રીતે, સુખ શાંતિથી જીવી શકે તેટલા સંપન્ન છે પરંતુ આત્મામાં રહેલા માનવીય ગુણોએ અન્ય નિરાધારોને જોઈને સુખેથી જંપવા ન દીધા. આજથી ૧૨ વર્ષ પહેલા તેઓ રાજકોટ શહેર, સુખ-સગવડતાવાળું મકાન, એશ-આરામ અને સુખ-સમૃદ્ધિ છોડી આદિવાસીઓ સાથે જંગલમાં અંતરિયાળ જઈ વસ્યા છે. ત્યાં બે આશ્રમ સ્થાપી સેવાકીય પ્રવૃત્તિઓનું ફલક ઘણું વિસ્તૃત કર્યું છે અને મોટેભાગે ત્યાં જ રહે છે. આ સંસ્થાઓની મુલાકાત લેવાની ઇચ્છા થાય તો સરનામું આ રહ્યું......
(૧)
શાંતિ આશ્રમ-ભેખડીયા-૩૯૧૧૭૦ તાલુકો–કાવંત, જિલ્લો-વડોદરા ગુજરાત (ઇન્ડિયા), ફોન નં. ૯૧-૨૬૬૧-૨૯૦૬૨૦
શાંતિ આશ્રમ-ભીલવાસી ૩૯૩૧૫૫ તાલુકો-નાંદોડ, જિલ્લો-નર્મદા ગુજરાત-ઇન્ડિયા મોબા. ૯૪૨૬૮૮૦૪૮૪
હૃદયમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ સ્થાપિત થાય તો જ આવા કાર્યો થઈ શકે. આ કાર્ય કરવા માટે કોઈ પગાર મળતો નથી. દાતાઓ તરફથી મળેલા દાનમાં પોતાના અંગત પૈસા, સાધનો વગેરે ઉમેરીને તેઓ આ કાર્ય આગળ ધપાવી રહ્યા છે. તેઓ માનવસેવામાં શક્ય જાતમહેનત, કરકસરથી નિવૃત્તિમાં પ્રવૃત્તિ તરીકે આ સુંદર પ્રેરણાત્મક કાર્ય કરી રહ્યા છે.
(૨)
“એક દીવો સો દીવા પેટાવે'' એ ન્યાયે તેઓની નિષ્કામ, નિઃસ્વાર્થ સેવાભક્તિ અને કાર્યપદ્ધતિ જોઈને અનેક દાતાઓને આ શુભ કાર્યમાં જોડાવાનું મન થાય છે અને તે રીતે અનેક લોકોની મદદ ઈશ્વરી સંકેતથી મળ્યા કરે છે. સરકારની અંશમાત્ર પણ મદદ લીધા વગર ૧૨ વર્ષમાં આશરે ૧,૧૧,૦૦,૦૦૦થી વધુ રકમ માનવસેવામાં વાપરેલ છે. કોઈની પાસે હાથ લાંબો કરવા જતાં ન હોવા છતાં પણ તેમણે હાથ ધરેલા દરેક સેવા કાર્યો ઈશ્વરની મદદથી ૧૦૦% પૂરા થઈ ગયેલા છે. આ કળિયુગમાં ઈશ્વર કોઈને પ્રત્યક્ષ મળતો નથી પરંતુ શ્રી હસમુખભાઈ તથા તેના સાથીદારોના આ સેવાકાર્યમાં ઈશ્વર જાણે હાજરાહજૂર હોય તેવી અનુભૂતિ થાય
છે.
આવા સુવિધાવિહોણા અને પશુથી પણ બદતર જીવન જીવતા આદિવાસીઓને કપડા, શેતરંજી, ધાબળા, ટુવાલ, થાળી, વાટકા, પાણી રાખવા માટેના વાસણો તથા તપેલા વગેરે
Jain Education International
૧૧૨૧
કુટુંબદીઠ અપાય છે. તેઓ જમવામાં રોટલીને ભાજી જ ખાય છે. દાળ-ભાત-શાક તો તેમને ક્યારેક ઉપલબ્ધ થાય છે એટલું જ નહિ તેઓના રહેણાંક વિસ્તારમાં વિજળી, પાણી અને રસ્તાની સુવિધા હજુ યોગ્ય રીતે મળતી નથી. શિક્ષણ માટે બાળકોને તેમ જ તેમના માતા-પિતાને તૈયાર કરવા પડે છે.
આ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્યવિષયક સુવિધા તો સાવ સ્વપ્નવત્ જ ગણાવી શકાય. આથી આવી સુવિધાઓ વધારવી તથા આ લોકોને કાંઈક પ્રવૃત્તિ દ્વારા આર્થિક રીતે પગભર કરવા. જે થોડીઘણી જમીન તેમની પાસે છે તેનો યોગ્ય ઉપયોગ કરવો. આવી બધી પ્રવૃત્તિઓ દ્વારા આ આદિવાસી લોકોની દોઝખ જેવી જિંદગીને કંઈક સુખ-સગવડનો છાંયડો ઉપલબ્ધ બને તે હેતુથી હસમુખભાઈ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. આદિવાસીઓના પુનરુત્થાનના કાર્યની સાથે સાથે તેઓ તેમની કર્મભૂમિ, માતૃભૂમિ રાજકોટને પણ ભૂલ્યા નથી. પોતાના સેવાભાવી મિત્રો દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ તેઓ શક્ય એટલો સહકાર, સમય અને નાણા આપી સક્રિય રહે છે.
અહીંયા પણ કોઈ બેરોજગારને કામ અપાવવું હોય, સિલાઈમશીન લઈને પગભર થવું હોય કે હાથલારી લઈ મજૂરી કરીને પણ સ્વનિર્ભર બનવું હોય તો તેઓ તે માટે હંમેશા તૈયાર જ હોય છે. આવકનું સાધન ઊભું કરવા માટે જોઈતી વસ્તુ લેવાની લોન તેઓ આપી તે રીતે મદદરૂપ થાય છે.
કોઈ ગરીબ માણસ સ્વાભિમાન અને ખુમારીથી પોતાના કાંડાના બળે જીવન જીવવા ઇચ્છતો હોય, કોઈની મદદ ન ખપતી હોય પરંતુ સ્વનિર્ભર થવા માટે જરૂરી સાધન કે તેના પૈસા ઇચ્છતો હોય તો તેમને ક્યાંક સારી રીતે કામે લગાડી દેવા કે તેના માટે લોન આપવા તેઓ સદાય તત્પર જ હોય. વળી અહીં રાજકોટમાં ચાલતા અન્ય સેવા કેન્દ્રોને પણ તેઓ પોતાથી શક્ય એટલી સહાય આપે છે.
ગરીબો અને દીન-દુ:ખિયાના બેલી શ્રી હસમુખભાઈ તેમના આ નેક કાર્યમાં ખૂબ ખૂબ આગળ વધે, ઈશ્વર તેમને સારું અને સ્વસ્થ જીવન અર્પે જેથી તેઓ આ કાર્ય સારી રીતે, નિર્વિઘ્ને પાર પાડી શકે તેવી ભગવાનને પ્રાર્થના તથા માનવધર્મના આ અલગારી ઓલિયાને શત શત વંદન. સંપર્ક સૂત્ર :- હસમુખભાઈ ટોળિયા (પ્રમુખશ્રી) “મંગલમ્” કોટેચાનગર મેઈનરોડ, રાજકોટ-૩૬૦૦૦૧ ફોન નં. ૦૦૯૧-૨૮૧-૨૪૭૫૫૬૧૦૨૪૫૩૭૫૦ web: www.manavseva.in
For Private & Personal Use Only
www.jainelibrary.org