________________
ઝળહળતાં નક્ષત્રો
રહીને બધાને મદદરૂપ થવા પ્રયત્ન કરતાં એટલું જ નહીં યુવાનીનો કાળ કપરા સંઘર્ષમાં કાઢ્યો હતો આથી સામાયિક બહુ ન થતી પરંતુ તપધર્મની આરાધના ખૂબ સુંદર રીતે કરતાં.
ચૈત્ર માસની આયંબિલ ઓળી તથા આસો માસની આયંબિલ ઓળી તેઓ હંમેશા કરતાં એટલું જ નહીં નવેય આયંબિલના પ્રત્યાખ્યાન તેઓ એક સાથે જ કરી લેતાં. આ ઉપરાંત ૯૨ વર્ષના સર્વાંગી આયુષ્યમાં ૨૭ થી ૨૮ અઠ્ઠાઈ કરેલ. આટલા તપ કરે તો પણ આરામનો વિચાર તો લેશમાત્ર ન કરે. ગમે તે તપ કર્યું હોય તેમનું કાર્ય હંમેશા રાબેતા મુજબ ચાલુ જ રહેતું. નીતિથી રહેવું, સાદાઈથી જીવવું અને ધર્મના માર્ગે ચાલવું એ જાણે તેમનો જીવનમંત્ર હતો.
૯૨ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવ્યું. ક્યારેય કોઈ મોટી બિમારી આવી નથી. રતિલાલજી મ.સા. સાથે તેમને મિત્રતાના સંબંધ હતાં. બંનેનું બાળપણ બિલખામાં વિતેલું. આવા સૌમ્ય, સરળ, નમ્ર અને નિરાભિમાની હરિભાઈનો જન્મ તા. ૧૯-૪૧૯૧૪માં બિલખા મુકામે થયેલો. આખું જીવન ધર્મના સિદ્ધાંતોને આચારાન્વિત બનાવ્યા પછી તેમણે મૃત્યુને પણ સામી છાતીએ આવકાર્યું. સાગારી સંથારા સહિત તા. ૨૯૧૧-૨૦૦૩ના રોજ મુંબઈ મુકામે દેહ છોડ્યો ત્યારે પોતાની પાછળ પત્ની, ૪ પુત્રો અને ૧ પુત્રી સહિતના વિશાળ કુટુંબને વેદના અને વિલાપ કરતાં છોડી ગયા. જીવનને મધુર ખીલતા પુષ્પની જેમ જીવી ગયેલા આ મુઠ્ઠી ઊંચેરા માનવીને આ પંક્તિઓ દ્વારા અંતરની ભાવાંજલિ આપીશું. તેમનું જીવન. એવો સંદેશો અર્પી જાય છે કે.....
આપ આપ કી ચરે યહ પશુ પ્રવૃત્તિ હૈ, વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લિયે મરે.....
તેમણે આદરેલી આ કર્મયાત્રા અને ધર્મયાત્રાને તેમના પુત્રો ખૂબ સુંદર રીતે આગળ વધારી રહ્યા છે. દાન, સાધુ– સાધ્વી વૈયાવચ્ચ તથા સેવાકીય પ્રવૃત્તિઓને તેમના પુત્ર સુરેશભાઈ તથા જ્યોતિબેન રાજકોટ મુકામે, અને અન્ય ત્રણ પુત્રો મુંબઈ મુકામે તેમ જ પુત્રી ઇન્દોર મુકામે આગળ વધારી રહ્યા છે. તેમના અંતરની ભાવના એ જ છે કે, દિપક જલાને સે હી કર્તવ્ય કી પૂર્તિ નહીં હોતી, વહ કહીં બુઝ ન જાય યહ દાયિત્વ ભી હમેં ઢોના પડતા હૈ..
Jain Education International
૧૦૯૫
ધર્મનિષ્ઠ-ઉદારહૃદયી શ્રેષ્ઠી
શ્રી હરસુખભાઈ મગનલાલ કામદાર જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર..... ઉપરની પંક્તિ દ્વારા કવિરાજ આપણને કહી રહ્યા છે કે આ ભૂમિ
પર દાતા અને શૂરવીરો હશે તો જ આ પૃથ્વી ટકશે. આવા જ શૂરવીર અને ઉદારદિલ દાતા શ્રી હરસુખભાઈ જૈન ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકિત થઈ ગયા.
મૂળ ધોરાજીના વતની માતુશ્રી નરભેકુંવરબેન તથા મગનભાઈ કામદારના દ્વિતીય પુત્ર પરંતુ પરિવારમાં સહુના મોભી બની રહ્યા. ચાર ભાઈઓ તથા ચાર બહેનોનું બહોળું કુટુંબ ધરાવતા હરસુખભાઈ બચપણથી જ ખૂબ હોંશિયાર, કુશાગ્ર બુદ્ધિ ધરાવતાં હતાં. ભણવામાં તેજસ્વી અને નિર્ણાયક શક્તિ ધરાવતાં હતાં. અભ્યાસમાં બાહોશ હોવાની સાથે સાથે વર્ગમાં બધાના પ્રિય હતાં. વડીલોનો વિનય, સમાન વયનાને આદર સાથે નાનાઓ માટે ખૂબ જ પ્રેમ તથા વાત્સલ્ય ધરાવનાર શ્રી હરસુખભાઈ પોતાના પિતાની છત્રછાયામાં રહી મોટાભાઈ શ્રી બળવંતભાઈની સાથે જ તૈયાર થઈ રહ્યા હતા. ધંધામાં ઊંડી સૂઝ ધરાવનાર હરસુખભાઈ વ્યવસાયમાં વિકાસ અર્થે દેશ છોડી પરદેશમાં કોલાલાપુરમલેશિયામાં વસવાટ કરવા લાગ્યા.
કાપડના ધંધામાં ખૂબ ઘડાઈને તૈયાર થયેલ હરસુખભાઈએ ધંધાનો વ્યાપ વધારવાની સાથે વિદેશમાં આપણા ભારતીયની ન્યાય, નીતિ, સચ્ચાઈ, પ્રામાણિકતાની સાથે ખૂબ જ ગરિમા વધારી. ત્યાંની પ્રજાના હિત જોવાની સાથે ભારત દેશનું ગૌરવ વધે, ભારતીય નાગરિકનું વિદેશમાં સન્માન જળવાય તેવા ઉમદા કાર્યો કરવા લાગ્યા. વિદેશની ધરતી પર પણ સહુના પ્રિયપાત્ર બનવા લાગ્યા. યોગ્ય ઉંમરે વડિયાના ધર્મિષ્ઠ પરિવારના માતુશ્રી લાભુબેન તથા જગન્નાથભાઈ દોશીના સુપુત્રી લલિતાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાઈને તેમણે બંનેએ કામદાર પરિવાર તથા ગુજરાતી સમાજનું ગૌરવ વધાર્યું તથા ભારતીય સમાજને પણ ખૂબ ગૌરવ અપાવ્યું.
જૈનધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવનાર શ્રી હરસુખભાઈ
For Private & Personal Use Only
www.jainelibrarv.org