________________
ઝળહળતાં નક્ષત્રો
દેવલોકમાંથી પણ તેમની પ્રેરણા ઝીલી તેમના પ્રપૌત્ર હર્ષ કમલેશકુમાર દામાણીએ એક વર્ષ પહેલા દીક્ષા ગ્રહણ કરી. આ દીક્ષા માત્ર સમગ્ર રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર જૈન સમાજ માટે વિક્રમસર્જક બની. ખૂબ જ શાસનપ્રભાવનાઓ થઈ. જેનું વર્ણન આ પુસ્તકમાં જ અન્યત્ર આપવામાં આવ્યું છે. તેમના પુત્રી પૂ. હીરાબાઈ મ. ૬૧ વર્ષ
૧૦૯૯
સંસ્કારો ગળથૂથીમાં જ મળ્યા હતા તેથી બાલ્યવયથી જ ધર્મમાં ઊંડી રુચિ-દેશ છોડી પરદેશ વસ્યા પરંતુ ધર્મશ્રદ્ધાનો રંગ ઘણો ઘટ્ટ અને અદ્ભુત. ત્યાં રહીને પણ ધર્મઆરાધના સતત કરતાં જ રહ્યા. અનુકૂળ સમયે કરાંચી છોડી ભારતમાં સ્વદેશાગમન થયું. અહીં વસવાટ માટે ગોંડલ પર પસંદગી ઊતારી. આજીવિકા માટે મેડીકલ સ્ટોર ખોલ્યો. આ દરમિયાન ધર્મક્ષેત્રે સંકળાયેલા રહેતા. સતત સાધુ-સાધ્વીજીઓનો સત્સંગ, સમાગમ અને ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ–સેવાકાર્ય દ્વારા તેમના અનેક શ્રાવકોના અત્યંત પ્રિય બન્યા. વરસો સુધી ગોંડલ જૈન સંઘનું પ્રમુખપદ સંભાળ્યું, દરમિયાન અનેક દીક્ષા મહોત્સવો ઊજવ્યા
તથા પ્રપૌત્ર પૂ. બાલમુનિ તીર્થહંસવિજયજી મ.સા. ૧
વર્ષનો દીક્ષાપર્યાય ધરાવે છે. આમ માતુશ્રી ગિરજાબેન એટલું જ નહીં દરેકને દીક્ષાની પ્રેરણા આપતા રહેતા. અરે!
જૈનશાસનના અણમોલ રત્નકુક્ષીધારિણી માતા બન્યા. જૈન શાસનના અજોડ શ્રાવિકા બન્યા.
પોતાની પ્રાણપ્યારી પુત્રીને પણ શાસનચરણે સોંપી દીધી.
પૂ. નંદાબાઈ મ. પૂ. જ્યોતિબાઈ મ.
૫૧ વર્ષ
૫૧ વર્ષ
ધન્ય માતા–ધન્ય પુત્રી-ધન્ય દામાણી પરિવાર...... ગોંડલનિવાસી-આદર્શ દંપતિ-ધર્મનિષ્ઠ, આદર્શ શ્રાવકરત્નશ્રી, ઉદારદિલા
શ્રી શામળદાસભાઈ જે. મહેતા તથા રત્નકુક્ષીણી, ધર્મપરાયણા, નિખાલસ સ્વભાવી, સાધુ-સાધ્વી વૈયાવચ્ચપ્રેમી માતુશ્રી કમળાબેન શામળદાસ મહેતા
Jain Education International
સત્પુરુષોની સનાતન પરંપરાનું પ્રતિનિધિત્વ વિભિન્ન કાળમાં વિભિન્ન મહાપુરુષો દ્વારા થતું રહ્યું છે. વર્તમાનકાળમાં એ પરંપરાનું લોકોમાં ખૂબ સુંદર રીતે વહન કરાવી નજીકના સમયમાં જ ભૂતકાળ બની જનાર શ્રીમદ્ભુની જન્મભૂમિ વવાણિયાના મૂળ વતની (મોરબી) પરંતુ ત્યારબાદ કરાંચી સ્થાયી થનાર પિતાશ્રી જયશંકરભાઈ અને માતુશ્રી રળિયાતબેનના તૃતીય પુત્ર. માતા-પિતાના જૈન ધર્મના ઊજળા
પુત્રી સ્મિતાબાઈ સ્વામી હાલ ગોં.સં.ના શાસનચંદ્રિકા હીરાબાઈસ્વામીના ચેલી છે અને ભગવાન મહાવીરે બતાવેલા આચાર-વિચારો દ્વારા ખૂબ સુંદર રીતે ૩૧-૩૧ વર્ષથી શાસન પ્રભાવના કરી રહ્યા છે અને ગો.સં.માં ખૂબ આદરપાત્ર સ્થાન ધરાવે છે.
શ્રી શામળદાસભાઈ છઠ્ઠા ખામણામાં આવતાં શ્રાવકના સર્વગુણોથી પ્રાયઃ શોભતા હતા. ઉદારતાનો ગુણ અત્યંત ઊંચો હતો. ગોંડલમાં પૂ. ડુંગરસિંહજી મ.સા.ની ગાદીના ગામમાં પોતાના માતુશ્રીના નામનો અત્યંત શાતાકારી ઉપાશ્રય માતુશ્રી રળિયાતબેન જયશંકર મહેતા જૈન ઉપાશ્રય અર્પણ કર્યો. આ ઉપરાંત મૂર્તિપૂજક સંઘમાં વિશાળ જૈન ઉપાશ્રય પત્ની શ્રી કમળાબેન શામળદાસ મહેતા જૈન ઉપાશ્રય તથા જૈન આરાધના ભુવન સહ અતિ વિશાળ મહેતા જૈનભુવનનું નિર્માણ. જૈન સ્કૂલમાં વિશિષ્ટ યોગદાન, જૈન વાડીમાં માતબર રકમનું દાન, હોસ્પિટલોમાં, જૈન દવાખાના, પાંજરાપોળ તથા જૈન ભોજનાલયમાં ઉદારતાપૂર્વકની સખાવતો સાથે અન્નક્ષેત્રો, રાજકોટમાં પણ ઉપાશ્રયો, હોસ્પિટલો વગેરેમાં ઉદારતાપૂર્વકની સખાવતો હતી.
આવા ધર્મનિષ્ઠ શ્રાવકજીએ મળેલી લક્ષ્મીનો સુકૃતમાં સર્વ્યય તો કર્યો જ, પરંતુ જીવનમાં ધર્મને પણ રંગ-રંગમાં ઊતાર્યો હતો. રોજની ૧૬ સામાયિક, રોજના ૨૦૦૦૦ નમસ્કાર મહામંત્રના જાપ-આજીવન એકાસણા-મહિનામાં ૪ પૌષધ, આજીવન રાત્રિભોજનત્યાગ, કંદમૂળત્યાગ, મસ્કતમાં જૈન સંઘના સ્થાપક, જૈનશાળાના સ્થાપક, અનેક સાધકોને સામાયિકપ્રતિક્રમણ શીખડાવેલ તથા આવશ્યકની આરાધના કરતાં કરેલ.
For Private & Personal Use Only
www.jainelibrary.org